________________
પ્રવચન-૪૯ ]
[ ૨૯૧
બાપુ ! તું કોણ છો ! તારી ભૂલ કેટલા કાળની છે ! ભૂલ કેટલી છે ! તેનો તેં કદી વિચાર જ કર્યો નથી. ખરેખર તો તું અશુદ્ધ નિશ્ચયથી થયેલો વિકાર અને કર્મના સંબંધ વિનાનો છો. વસ્તુથી તું પૂર્ણ જ છો પણ વર્તમાન પર્યાયમાં વિકલ્પ ઊભો કરી, એ વિકલ્પ જ મારું સ્વરૂપ છે એવી મિથ્યાર્દષ્ટિથી વિકારનો સંબંધ થયો છે. તે અશુદ્ધ નિશ્ચયનયથી છે અને તેના નિમિત્તે બંધાયેલા કર્મોનો સંબંધ તો જીવની પર્યાયમાં પણ નથી માટે તે અસદ્ભૂત વ્યવહારનયથી જીવના કહેવાય છે ખરેખર તે જીવના સ્વરૂપમાં નથી.
આ સમજવું જીવોને અઘરું પડે છે અને એમ.એ. અને એલ.એલ.બી.ની ડીગ્રી મેળવવી હોય તો એ બધું શીખે પણ એનાથી તારું હિત નહિ થાય ભાઈ ! એ તો બધું અજ્ઞાન છે. એનાથી પૈસા મળશે એમ માને છે પણ પૈસા તો પૂર્વના પુણ્યથી મળે છે, પૂર્વના પુણ્ય ન હોય તો ભણી-ભણીને મોટો બેરિસ્ટર થાય તોપણ પૈસા ન મળે.
પ્રશ્ન :—મોટાભાગે તે ભણેલાંને પૈસા મળે જ છે.
પૂજ્ય ગુરુદેવશ્રી :—ભણતરથી ધૂળેય પૈસા ન મળે. એ તો પૂર્વે પુણ્યના રજકણ | બાંધેલા હોય તેનાં પાકકાળે એવી સોગઠી ગોઠવાય જાય કે પાંચ-પચાશ લાખ કે કરોડ-બે કરોડ રૂપિયા મળી જાય છે. તે મારાં પુરુષાર્થથી મળ્યાં છે એમ કહેનારા મૂઢ તો બેવડું પાપ બાંધે છે. એક તો પૈસા કમાવાનો રાગ છે તે પાપ છે અને તે પૈસા પોતાના પુરુષાર્થથી મળે છે એમ માનીને ભેગું મિથ્યાત્વનું પાપ બાંધે છે.
આ વીતરાગના રસ્તા જ જુદાં છે. દુનિયા સાથે તેનો મેળ ખાય તેમ નથી.
પૈસા તો જડ છે તે તો જીવના થતાં નથી પણ તેની મમતા થાય છે તે જીવની
પર્યાયમાં છે માટે જીવની સાથે તેને અશુદ્ધનિશ્ચયનયથી સંબંધ છે પણ જડ કર્મોની સાથે
તો જૂઠી નયે સંબંધ માત્ર કહેવામાં આવે છે. ખરેખર કાંઈ સંબંધ નથી. તો પછી દુકાન, બાયડી-છોકરાં તો ઘણાં દૂર રહી ગયા. માટે તેનો જીવની સાથે ઉપરિત અસદ્ભૂત વ્યવહારનયથી સંબંધ કહેવાય છે. ઉપચરિત એટલે દૂરનો સંબંધ છે, અસદ્ભૂત એટલે પોતાની પર્યાયથી ભિન્ન છે અને વ્યવહાર એટલે નિમિત્ત સંબંધ છે. વાસ્તવિક સંબંધ નથી.
શરીર પણ જીવથી તદ્ન ભિન્ન છે માટે તેની અવસ્થા કેમ થવી તેની સાથે જીવને સંબંધ નથી, શરીરની અવસ્થા જીવને આધીન નથી. અજીવતત્ત્વની અવસ્થા જીવતત્ત્વ કરી શકતું હોય તો અજીવ સ્વતંત્ર રહેતું નથી.
ભાઈ! શરીર તો ધૂળ છે તે તારાં તત્ત્વમાં નથી. કર્મની ધૂળ પણ તારાં તત્ત્વમાં નથી. એ તો બધાં ભિન્ન રહેલાં અજીવ તત્ત્વો છે. તારાં તત્ત્વની એક સમયની અવસ્થામાં પુણ્ય-પાપના મેલા ભાવ એક સમય પૂરતાં સત્ છે તેનાથી તને બંધન છે અને તેનાથી મુક્તિ થઈ શકે છે. આમ પર્યાયમાં બંધન અને મુક્તિ છે, વસ્તુમાં બંધન અને મુક્તિ નથી.