________________
ર0 )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો જુઓ ! આ ગાથા બહુ અલૌકિક છે. આમાં તો પરમાત્માનો પ્રકાશ છે.
શુભ-અશુભભાવની વૃત્તિઓ ઉઠે છે તે ભાવકર્મ છે. જીવની પર્યાયમાં થતાં ભાવો હોવા છતાં તે મળ હોવાથી તેને ભાવકર્મ કહેવાય છે. તે પર્યાયનું કાર્ય છે. દ્રવ્યનું કાર્ય નથી. દ્રવ્યવસ્તુમાં પર્યાય નથી, દ્રવ્ય તો દ્રવ્ય જ છે તેમાં વિકાર નથી. પર્યાયમાં વિકાર થાય છે.
જે છે તે સત્ છે, સત્ છે તે અનાદિ અનંત છે. જીવ એક સત્ છે તેમાં બેહદ જ્ઞાન, દર્શન, વીર્યાદિ ગુણો રહેલાં છે તે તેનું સત્ત્વ છે તેની વર્તમાનદશામાં કર્મનો સંબંધ છે, પણ કર્મો ભિન્નપણે રહ્યા હોવાથી તેની સાથે સંબંધ કહેવો તે અસભૂત વ્યવહારનય છે અને જીવની પર્યાયમાં આ પુણ્યથી અને તેના ફળથી મને મજા છે, વિકલ્પથી મને ઠીક છે એવો જે મિથ્યાદેષ્ટિનો મિથ્યાત્વભાવ છે તે પોતાના અંશમાં હોવાથી તેની સાથે જીવને નિશ્ચયસંબંધ કહ્યો છે અને તે ભાવ મલિન હોવાથી તેને અશુદ્ધ નિશ્ચયનયથી જીવનો કડ્યો છે.
ભગવાન આત્મા એક સેકંડના અસંખ્યમાં ભાગમાં પૂર્ણઘન આનંદકંદ વસ્તુ છે. તેનો અનાદર કરીને શુભાશુભરાગનો પ્રેમ કરે છે તેમાં તારાં જીવતરનો ઘાત થાય છે. આ હું નહિ, આ હું નહિ એવા જીવતરના ઘાતમાં અનંતકાળ ગયો. અનંતકાળમાં કદી એણે દ્રવ્ય તરફનું લક્ષ અને ધ્યેય કર્યું નથી. પર્યાય તો ક્ષણ પૂરતી છે. ભલે સિદ્ધની પર્યાય તો તે પણ સમયે સમયે નવી થાય છે. જ્યારથી સિદ્ધ થાય ત્યારથી સમયે સમયે નવી નવી સિદ્ધપર્યાય થયા કરે છે. માટે તો કહ્યું છે કે આત્મામાં અનંતા પરમાત્મા રહેલા છે. આત્માની આવી અનંતતાની અજ્ઞાનીને જ ખબર નથી.
આવા બેહદસ્વભાવથી પૂર્ણ આત્મતત્ત્વનો આદર નહિ કરતા વર્તમાન અંશમાં, અંશનો આદર કર્યો તે મિથ્યાત્વભાવ છે. એ મિથ્યાત્વભાવ અશુદ્ધનિશ્ચયનયથી જીવમાં છે પણ શુદ્ધનિશ્ચયનયથી તે જીવમાં નથી. “શુદ્ધ નિશ્ચય એટલે શુદ્ધ સત્ ” તેનું સ્વરૂપ જાણ્યા વિના જીવે ચોરાશીના અવતારમાં કોઈ અવતાર બાકી રાખ્યો નથી એટલા અવતાર કરી લીધાં છે. એ વાત પછી કહેશે.
ભગવાન ! આ ભગવાન તને તારી વાત કરે છે. સાંભળ તો ખરો ! સમવસરણ—ધર્મસભામાં દિવ્યધ્વનિમાં ભગવાન આમ ફરમાવતાં હતાં કે પ્રભુ! તું પૂસ્વરૂપે ભગવાન છો. તેનો તેં આદર ન કર્યો અને એક સમયની પર્યાયના લક્ષમાં ઊભો રહીને તેં મિથ્યાભ્રમ અને રાગ-દ્વેષ ઉત્પન્ન કર્યા છે. આ એક સમય નામ સૂક્ષ્યકાળમાં ઊભો થયેલો વિકાર છે. તેની સાથે તારે અશુદ્ધનિશ્ચયથી સંબંધ છે કેમકે તે તારી પર્યાયની અસ્તિમાં ઊભો થયેલો ભાવ છે.