________________
પ્રવચન-૧૨ ]
/ ૬૩
એક સમયનું વીર્ય અનંત ગુણની નિર્મળતા રચે. અહા ! એવા પરમાત્માનો જેને સ્વીકાર થયો તેણે તો પોતાના આંગણામાં પ્રભુને પધરાવ્યાં–પોતાના જ્ઞાનમાં પ્રભુને બિરાજમાન કર્યાં. તેને પરમાત્માની સાથે જ પોતાના ભગવાન આત્માનો સ્વીકાર આવી ગયો. ભગવાનના અનંત ગુણની પૂરણ પર્યાયને જ્યાં ખ્યાલમાં લે છે ત્યાં તેની દૃષ્ટિ પરદ્રવ્ય અને રાગથી હટીને સ્વદ્રવ્ય ઉપર જાય છે ત્યારે જ તેણે પૂર્ણાનંદ પ્રભુનું ધ્યાન કર્યું કહેવાય છે.
કેટલો પુરુષાર્થ! કેવળજ્ઞાનાદિથી પૂર્ણ એવા સિદ્ધ પરમાત્મા જેવો જ હું છું એમ નક્કી કરવામાં અનંત પુરુષાર્થ છે. પરમાત્મા સમાન–રાગાદિ રહિત નિજ શુદ્ધાત્માને ઓળખવો એ જ સાક્ષાત્ ઉપાદેય છે—આદરણીય છે. સાક્ષાત્ ઉપાદેય પોતાનો આત્મા છે. ૦ ચૈતન્યગોળો પરિપૂર્ણ છે, જેમાં રાગની ગંધ નથી અને જ્ઞાનની અપૂર્ણતા નથી. મોટા રાજા ઘરે પધારવાના હોય તો આંગણાં કેવા ઉજળાં કરે છે, સાફસૂફ કરી, ચાકળા બાંધે અને સુગંધ ફેલાવે છે તેમ અંતરમાં પર્યાયમાં આંગણા ઉજળાં કરે, વિકારરહિત પરમાત્માને આવકારવા માટે પર્યાયમાં જે બળ પ્રગટ કરે છે તે જ બળથી આત્માને પરમાત્મા તરીકે સ્વીકારે છે.
ف
એકવાર જે દૃષ્ટિ પ્રગટ થઈ કે ‘હું તે પરમાત્મા અને પરમાત્મા તે હું' એવી દૃષ્ટિ પ્રગટ થઈ તે હવે કદી જાય નહિ અને મિથ્યા દૃષ્ટિ ગઈ તે કદી પાછી આવે નહિ. હવે તો એ પરમાત્મા થયે છૂટકો. એને ફરી સંસાર આવે નહિ. પ્રવચનસારમાં આવે છે ને ઉત્પાદ થયો તેનો હવે વ્યય નહિ અને વ્યય થયો તેનો હવે ઉત્પાદ થવાનો નથી.
પરમાત્મા સર્દશ પોતાનો ભગવાન આત્મા એક જ ઉપાદેય છે. અન્ય સર્વ સંકલ્પવિકલ્પ ત્યાગવા યોગ્ય છે. આ તો બધાંને સમજાય તેવી વાત છે. પૂર્વે આઠ આઠ વર્ષના બાળકો કેવળજ્ઞાન પામતાં. ચિદાનંદ ઢીમમાં ઢળે ત્યાં ફડાક કેવળજ્ઞાન થાય એવી વાત છે, પણ ભરોસો આવવો જોઈએ.
પરમાત્માનો સેવક કોણ થઈ શકે ? કે વિભાવનો અને નિમિત્તનો દાસ થવાનું છોડી 0 સ્વભાવનો દાસ થાય ત્યારે પરમાત્માનો દાસ સેવક થાય.
અહીં સિદ્ધની વ્યાખ્યામાં સિદ્ધનું સ્વરૂપ કહીને સિદ્ધનું ધ્યાન કરવાનું કહ્યું તેમાં અર્થ આવી ગયો કે સિદ્ધના જેવા તારા આત્માનું ધ્યાન કર ! શુદ્ધાત્માને ઉપાદેય કરે ત્યારે જ સિદ્ધને જાણ્યા કહેવાય. અરિહંત સિદ્ધને ઓળખ્યા વગર નમસ્કાર કરે તે ખરા નમસ્કાર નથી.
કુંદકુંદ આચાર્ય અરિહંત, સિદ્ધને હું વંદન કરું છું એમ લખે છે એનો અર્થ એમ થાય કે હું અરિહંત સિદ્ધને મારા આત્મામાં સ્થાપું છું એટલે સિદ્ધ સમાન મારા આત્મામાં દૃષ્ટિ લઈ જાઉં છું.