________________
પ્રવચન-૪o )
( ૨૪૭ હે આત્મા ! તું અનાદિ અનંત એક વસ્તુ છો તેને તું દ્રવ્ય જાણ ! અને જ્ઞાન-દર્શનને ગુણ જાણ ! ત્રિકાળ દેખવા-જાણવાના સ્વભાવને ગુણ જાણ ! ચારગતિના ભાવ અને શરીરને કર્યજનિત વિભાવપર્યાય જાણ ! શરીર પુદ્ગલની વિભાવપર્યાય છે તેના નિમિત્તે જીવમાં જે ભાવ થાય છે કે હું મનુષ્ય છું, દેવ છું આદિ ભાવ તે જીવની વિભાવપર્યાય છે તેનાથી સહિત તે જીવદ્રવ્ય છે એમ જાણ!
ભાવાર્થ શુદ્ધનિશ્ચયનયથી આત્મા શુદ્ધ, બુદ્ધ, અખંડ સ્વભાવ છે એમ જાણ! દ્રવ્ય અને ગુણે આત્મા શુદ્ધ છે, એકલો જ્ઞાનનો પિંડ છે માટે આત્મા બુદ્ધ છે, અને એક છે. માટે આત્મા અખંડ છે. આવા શુદ્ધ, બુદ્ધ, અખંડસ્વભાવને તું દ્રવ્ય જાણ ! તે દ્રવ્યમાં એક દર્શનગુણ છે કે જે દરેક ચીજને ભેદ પાડ્યા વિના અભેદપણે જુએ છે તે ચેતનાનો સામાન્ય સ્વભાવ છે અને ચેતનાનો વિશેષ સ્વભાવ જે જ્ઞાનગુણ છે તે દરેક ચીજને તેના ભેદો સહિત જાણે છે. રાગ વિના દરેક વસ્તુને તેના અનેકપણાસહિત જાણે તે જ્ઞાન છે.
ત્રણકાળ, ત્રણ લોકને સામાન્યપણે અભેદ જાણે તે દર્શનગુણ છે અને ભિન્ન-ભિન્નરૂપે જાણવું તે જ્ઞાનગુણ છે. ગળપણ તે ગોળનો ગુણ છે, કડવો તે અફીણનો ગુણ છે, ખારો તે મીઠાનો ગુણ છે તેમ દરેક પદાર્થને સામાન્યપણે દેખવા અને ભેદ પાડીને જાણવા એ તારો ગુણ છે.
- આ ચીજ આ છે અને આ બીજી ચીજ છે એમ ભેદ પાડ્યા વિના મહાસત્તાને માત્ર દેખવી તે દર્શનગુણનું કાર્ય છે અને મહાસત્તાને ભેદ પાડીને જાણવી તે જ્ઞાનગુણનું કાર્ય છે. અહા ! એક ગુણ અભેદને દેખે અને એક ગુણ વિશેષને જાણે આવું તારું દ્રવ્ય કેવડું મોટું છે! જાણવા અને દેખવાના બે સ્વભાવવાળો તું દ્રવ્ય છો ! તેમાંથી જાણનાર એવા જ્ઞાનગુણની પર્યાયના આઠ પ્રકાર છે જે નીચે પ્રમાણે છે.
જ્ઞાનગુણની પૂર્ણ નિર્મળપર્યાય કેવળજ્ઞાન” છે તે પૂર્ણ, અખંડ અને શુદ્ધ છે તે પૂર્ણપણે બધાંને જાણે છે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન આ ચાર પર્યાય સમ્યજ્ઞાન છે અને કુમતિ, કુશ્રુત અને કુઅવધિ આ ત્રણ પર્યાય મિથ્યાજ્ઞાન છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ આ સાતેય પ્રકારની પર્યાય ખંડિત છે, અખંડ નથી અને સર્વથા શુદ્ધ નથી, અશુદ્ધતા સહિત છે.
કેવળજ્ઞાન એક જ પૂર્ણ છે બાકીના ચાર સભ્યજ્ઞાન અપૂર્ણ છે તથા ત્રણ અજ્ઞાન તો અશુદ્ધતા સહિત છે, વિપરીત છે માટે પરમાત્મામાં તો એ સાતેય પ્રકાર નથી. એકમાત્ર પૂર્ણ, અખંડ અને શુદ્ધ એવું કેવળજ્ઞાન પરમાત્મામાં છે.
આ રીતે આત્મા અને પરમાત્માનું સ્વરૂપ છે તેમ તું જાણ ! દર્શનગુણના પ્રકાર આગળ કહેવાશે....