________________
XAUAVALAVAX.XXX.XALALALALALALALALALA
આત્માની પર્યાયમાં અશુદ્ધતા ન જ હોય છે તો મુક્ત થવાનો ઉપદેશ નિરર્થક જાય XXX.X28282828282828282828282X2828282
(સળંગ પ્રવચન નં. ૪૧) , आत्मानं बुध्यस्व द्रव्यं त्व गुणौ पुनः दर्शनं ज्ञानम्। पर्यायान् चतुर्गतिभावान् तनुं कर्मविनिर्मितान् जानीहिं ॥५८॥ जीवानां कर्माणि अनादीनि जीव जनितं कर्म न तेन ।
कर्मणा जीवोऽपि जनितः नैव द्वयोरपि आदिः न येन ।।५६।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેમાં આ પહેલાં ભાગની ૨૮મી ગાથા ચાલે છે.
સ્વભાવથી આ જીવ અખંડ છે, અનાદિનો છે, માટે કહ્યું કે હે શિષ્ય ! શુદ્ધ, બુદ્ધ, અખંડ સ્વભાવ આત્માને તું દ્રવ્ય જાણ. આત્મા શુદ્ધ એટલે પવિત્ર છે, બુદ્ધ એટલે એકલો જ્ઞાનનો પિંડ છે, એક છે અને અખંડ છે એવા સ્વભાવવાનને જીવદ્રવ્ય કહેવામાં આવે છે. તેમાં જ્ઞાન અને દર્શન એ બે મુખ્ય ગુણ છે.
તેમાંથી જ્ઞાનગુણના આઠ ભેદ છે એટલે આઠ પ્રકારની દશા છે તેમાંથી કુમતિ, કુશ્રુત અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ મિથ્યાજ્ઞાન છે તે પણ આત્મામાં આત્માથી આત્માની દશા છે કે કોઈ બીજા દ્રવ્યના કારણે નથી એમ અહીં સિદ્ધ કરવું છે અને પાંચ સમ્યજ્ઞાનની પર્યાય છે તે પણ પોતાની પોતાથી થયેલી પર્યાય છે. સમ્યફમતિ, સમ્યકકૃત, સમ્યકઅવધિ અને સમ્યફ મન:પર્યાયજ્ઞાન આ ચાર અપૂર્ણ દશા છે અને કેવળજ્ઞાન પૂર્ણશુદ્ધ દશા છે.
ત્રણ અજ્ઞાન અને ચાર જ્ઞાનની પર્યાય ખંડ–ખંડ છે અને અશુદ્ધ છે માટે તે આદરણીય નથી અને કેવળજ્ઞાન પૂર્ણ છે—અખંડ છે અને શુદ્ધ છે માટે તે આદરણીય નામ પ્રગટ કરવાલાયક છે. તો પ્રશ્ન થાય કે તે કેમ પ્રગટ થાય?—કેવળજ્ઞાન પર્યાય જેમાંથી આવે છે તે જ્ઞાનગુણના ધરનાર દ્રવ્યની દૃષ્ટિ કરવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. મનુષ્યપર્યાય છે અને વજનારાચ સંહનન છે માટે કેવળજ્ઞાન થાય છે એમ નથી.
જ્ઞાનગુણના આઠ પ્રકાર કહ્યાં. તેમ દર્શનગુણની પર્યાયના ચાર પ્રકાર છે. (૧) કેવલદર્શન (૨) અવધિદર્શન (૩) ચક્ષુદર્શન અને (૪) અચક્ષુદર્શન. તેમાં કેવલદર્શન આપ્યું અખંડ છે અને શુદ્ધ છે માટે તે આદરણીય નામ પ્રગટ કરવાલાયક છે. તે કેમ પ્રગટ થાય?—કે દર્શનગુણના ધરનાર નિજ આત્માનો આશ્રય કરવાથી કેવલદર્શન પ્રગટ થાય છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણેય પર્યાય ખંડ છે અને અશુદ્ધ છે માટે તે