SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયથી શીલ, સંયમ, તપ આદિ આત્મા જ છે ) (સળંગ પ્રવચન નં. ૬૧) पुण्यमपि पापमपि कालः नभः धर्माधर्ममपि कायः । एकमपि आत्मा भवति नैव मुक्त्वा चेतनभावम् ॥६२।। आत्मा संयमः शीलं तपः आत्मा दर्शनं ज्ञानम्। आत्मा शाश्वतमोक्षपदं जानन् आत्मानम् ।।६३॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રનો પ્રથમ અધિકાર ચાલે છે, તેમાં આ ૯૧ ગાથા પૂરી થઈ. હવે ૯૨મી ગાથામાં યોગીન્દ્રદેવ આત્માના ચેતનભાવનું વર્ણન કરે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમેલો આત્મા તે ચેતનભાવ છે, એ સિવાય બીજો કોઈ ચેતનભાવ નથી તે આ ગાથામાં સિદ્ધ કરવું છે. ચૈતન્યભાવ તે જ આત્મા છે. ગાથાર્થ –પુણ્યરૂપ શુભકર્મ, પાપરૂપ અશુભ કર્મ, અતીત, અનાગત અને વર્તમાનકાળ, આકાશ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, શરીર આમાંથી એક પણ દ્રવ્ય જીવદ્રવ્ય નથી. એક ચેતનભાવ જ પોતાનો-આત્માનો ભાવ છે. પુણ્યરૂપ શુભકર્મ એટલે શાતાવેદનીયરૂપે પરિણમેલું કર્મ અને પાપ એટલે અશાતા વેદનીયરૂપે પરિણમેલું જડકર્મ છે તે આત્મભાવ નથી, એ તો પુદ્ગલની પર્યાય છે. તે જીવનું દ્રવ્ય નથી, જીવનો ગુણ નથી અને જીવની પર્યાય નથી. કાળના ત્રણ ભેદ અતીત એટલે ભૂતકાળ, અનાગત એટલે ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એ ત્રણેયમાંથી કોઈ જીવનો ભાવ નથી. એ જ રીતે આકાશદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને શરીરાદિમાંથી કોઈ પણ ભાવ આત્માનો ભાવ નથી. એક ચેતનભાવ જ જીવનો પોતાનો ભાવ છે. | ભાવાર્થ વ્યવહારનયથી જોકે પુણ્ય-પાપાદિ આત્માથી અભિન્ન છે તોપણ શુદ્ધનિશ્ચયનયથી ભિન્ન છે અને ત્યાગવાયોગ્ય છે. તે પરભાવોને મિથ્યાત્વ રાગાદિરૂપે પરિણત થયેલો બહિરાત્મા પોતાના ભાવ માને છે પરંતુ તે જ ભાવોને પુણ્ય-પાપાદિ સંકલ્પ-વિકલ્પરહિત નિજ શુદ્ધાત્મદ્રવ્યમાં સમ્યફ શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રરૂપ અભેદરત્નત્રય સ્વરૂપ પરમસમાધિમાં સ્થિત સમ્યગ્દષ્ટિજીવ શુદ્ધાત્માથી જુદાં માને છે. વ્યવહારનયથી પુણ્ય-પાપાદિ કર્મને જીવના કહેવાય છે કારણ કે તેની સાથે જીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેથી વ્યવહારથી પુણ્ય-પાપકર્મ જીવના છે એમ ઉપચાર કરવામાં આવે છે તો પણ શુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનાનંદસ્વભાવ આત્માને જોતાં તેમાં એ પુણ્યપાપાદિભાવ નથી માટે તે ભાવ આત્માથી જુદાં છે. તે પરભાવ છે માટે ત્યાગવા યોગ્ય છે.
SR No.007174
Book TitleParmatma Prakash Pravachan Part 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy