________________
૩૯૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
આકાશ, ધર્મ, અધર્મ, કાળ, શરીર, પુણ્ય-પાપકર્મ અને શુભ-અશુભભાવ એ બધાં ભાવ ખરેખર પરભાવ છે. આત્માના ભાવ નથી. પણ મિથ્યાત્વ અને રાગાદિરૂપે પરિણત થયેલો બહિરાત્મા તે ભાવોને પોતાના ભાવ માને છે. બહિરબુદ્ધિવાળો બહિરાત્મા બહિરભાવોને પોતાના માને છે. એ એમ માને છે કે શરીર અને રાગાદિ મારા છે અને શરીરની ક્રિયા કરવાથી મને ધર્મ થશે પણ જ્યાં રાગથી પણ ધર્મ થતો નથી તો શરીરથી આત્માનો ધર્મ કેમ થાય ? અસત્યદૃષ્ટિવાળા મિથ્યાદૃષ્ટિ જ પરભાવોને પોતાના માને છે. શુભાશુભ સંકલ્પવિકલ્પરહિત નિજશુદ્ધાત્મદ્રવ્યમાં તેની શ્રદ્ધાના પરિણામ થાય તે ચૈતન્યના ભાવ છે. તેને પોતાના માને છે તે સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ અન્ય કોઈ પરભાવને પોતાના માનતો નથી.
ભગવાન શુદ્ધાત્મદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે તે તો અનંત ચૈતન્યરત્નાકરથી ભરેલો ભગવાન છે. અનંત જીવતર શક્તિ, જ્ઞાનશક્તિ, સુખશક્તિ આદિ ચૈતન્યરત્નાકરથી ભરેલા ભગવાનની શ્રદ્ધા એવા શુદ્ધાત્માનું જ્ઞાન અને તેનું ચારિત્ર તે રત્નત્રય છે. રાગરહિત શુદ્ધાત્માની શ્રદ્ધા, રાગરહિત શુદ્ધાત્માનું જ્ઞાન અને રાગરહિત શુદ્ધાત્મામાં સ્થિરતારૂપ ચારિત્ર એવી અભેદરત્નત્રયરૂપ સમાધિમાં સ્થિત સમ્યગ્દષ્ટિ જીવ રાગાદિ સર્વ પરભાવોને પોતાના શુદ્ધાત્માથી જુદા જાણે છે.
નથી. આત્મા તો સ્વરૂપનું આ કથન પરિણામ છે. આ
સંકલ્પ, વિકલ્પ, પુણ્ય-પાપાદિ ભાવકર્મ એ શુદ્ધાત્માની પર્યાય અનંત અનંત જ્ઞાન, આનંદ આદિ રત્નાકરથી ભરેલો ભગવાન છે, તેના છે. ચૈતન્યરત્નાકરની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં સ્થિરતા તે આત્માના સમજાય તેવી વાત છે, કોઈ અઘરી વાત નથી. આવા શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાના નિર્મળ પરિણામે પરિણમેલો આત્મા સંકલ્પ, વિકલ્પ આદિને પોતાના માનતો નથી. કારણ કે તે તો વિકારીદશા છે. આત્માના દ્રવ્ય, ગુણ શુદ્ધ છે તેમ પર્યાય પણ જે શુદ્ધ થાય તે આત્માની પર્યાય છે. સંકલ્પ-વિકલ્પાદિની વિકારી પર્યાયને ધર્મી પોતાની માનતા નથી. સંકલ્પ-વિકલ્પાદિને પોતાના માનવા અને પોતાની નિર્મળતાને ભૂલી જવી તે જ મિથ્યાર્દષ્ટિ છે.
ચૈતન્યભાવ તે આત્મા છે એમ અહીં સિદ્ધ કરવું છે. પુણ્ય-પાપાદિ સંકલ્પ-વિકલ્પ તે ચૈતન્યભાવ નથી, અચેતન છે પણ એ ક્યારે જણાય ! કે જ્યારે પોતાના સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાની પર્યાય પ્રગટ થાય ત્યારે સંકલ્પ વિકલ્પાદિની પર્યાય મારાથી ભિન્ન છે એમ જણાય છે. સંકલ્પ વિકલ્પાદિ થોડા હોય છે પણ તે મારાથી ભિન્ન છે એમ જણાય છે. આ ૯૨મી ગાથા થઈ ....તે ન સમજાઈ હોય તો ફરી ટૂંકમાં લઈ લઈએ. બહુ સીધી વાત છે.
આત્મા એક વસ્તુ છે, મહાનગુણો પિંડ છે, તે એક એક ગુણનું અનંત સામર્થ્ય છે એવા અનંત સામર્થ્યનું એકરૂપ તે શુદ્ધાત્મા છે, તેની પર્યાયમાં નિર્મળતા હોય તે તેની પર્યાય છે, તેને બદલે પર્યાયમાં ૫૨ને અને પુણ્ય, પાપ, રાગ, દ્વેષને પોતાના માને છે તે