________________
પ્રવચન-૬૧ /
/ ૩૯૫ બહિરાત્મા છે. વિકારી પરિણામ જીવના કેમ હોય ! જીવના પરિણામ તો નિર્મળ હોય. પણ આ કોણ માની શકે ? કે જે નિર્મળ પરિણામે પરિણમ્યા છે એવા અંતરાત્મા જ વિકારી પરિણામને પોતાથી ભિન્ન જાણે છે કેમ કે તે તેનાથી ભિન્ન પડીને આત્માના શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતામાં પરિણમ્યા છે. તેથી સંકલ્પ-વિકલ્પ હોવા છતાં તેને ભિન્ન જાણે છે પણ જે માત્ર વાતો કરે છે તે વાતો જ છે. વાતો તો જડના ખાતામાં જાય છે. સંકલ્પ-વિકંલ્પ પણ જડ કહ્યાં છે તો વાણી તો જડ છે જ. માટે આ વાતો કરનારાની વાત નથી. આ તો શ્રદ્ધા, જ્ઞાનરૂપે પરિણમેલા અંતરાત્માની વાત છે.
આમ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મારૂપ ત્રણ પ્રકારના આત્માનું જેમાં કથન છે એવા પ્રથમ અધિકારમાં મિથ્યાષ્ટિની ભાવનાથી રહિત જે સમ્યગ્દષ્ટિની ભાવના, તેની મુખ્યતાથી આઠ દોહાસૂત્ર કહ્યાં છે. હવે આગળ ભેદવિજ્ઞાનની મુખ્યતાથી ‘સપ્પા સંગનું ઇત્યાદિ એકત્રીશ દોહાપર્યત ક્ષેપક-સૂત્રોને છોડીને પહેલો અધિકાર પૂર્ણ કરતાં થકા વ્યાખ્યાન - કરે છે. તેમાં શિષ્ય પ્રશ્ન કર્યો કે જો આત્મા પુણ્ય-પાપાદરૂપ નથી તો આત્મા કેવો છે? આ પ્રશ્નનું ગુરુ સમાધાન કરે છે.
શિષ્યને એમ થાય છે કે આ દેહ, વાણી, મન, પુણ્ય, પાપ આદિ તો આત્મા નથી એમ ગુરુએ કહ્યું તો પછી આત્મા કોણ છે અને કેવો છે? તે પ્રભુ ! મને સમજાવો.
શબ્દાર્થ :નિજ ગુણ-પર્યાયનો ધારક જ્ઞાનસ્વરૂપ ચિદાનંદ જ સંયમ છે, શીલ છે, તપ છે, આત્મા દર્શન-જ્ઞાન છે અને પોતાને જાણતો અનુભવતો આત્મા જ અવિનાશી સુખનું સ્થાન મોક્ષનો માર્ગ છે. ૯૩.
આત્મા અનંતગુણનું એકરૂપ છે. શ્રદ્ધા, જ્ઞાન, આનંદ આદિ અનંતગુણ અને શ્રદ્ધાનું નિર્મળ પરિણમન, જ્ઞાનનું નિર્મળ પરિણમન આદિ અનંત પર્યાયનો ધારક જ્ઞાનસ્વરૂપ ચિદાનંદ જ આત્મા છે. નિર્મળ પર્યાયે પરિણમન થવું તે જ સંયમ છે, તે જ શીલ છે અને તે જ તપ છે. ચક્રવર્તીના નિધાન ખૂટે પણ આત્માના નિધાન ખૂટે તેવા નથી.
ભગવાન આત્મા શ્રદ્ધા, જ્ઞાન આદિ ગુણોના નિર્મળ પરિણમનથી પરિણમે તે સમ્યફશ્રદ્ધા અને સમ્યજ્ઞાન છે અને તે જ આત્મા છે. આવા આત્માને જાણતો અનુભવતો-પરિણમતો આત્મા જ દર્શન અને જ્ઞાન છે અને તે જ મોક્ષનો માર્ગ છે. સંસ્કૃતમાં આના ત્રણ અર્થ કર્યા છે : શાશ્વત મોક્ષ, શાશ્વત મોક્ષનો માર્ગ અને શાશ્વત સુખપદ એ ત્રણેય આત્મામાં જ છે. કારણ કે મોક્ષરૂપે પરિણમન તે પણ આત્મા છે અને મોક્ષનો માર્ગ પણ આત્મા છે. આનંદ પણ આત્મા છે. પૂર્ણાનંદની પર્યાયરૂપે પરિણમતો આત્મા જ શાશ્વત મોક્ષસ્વરૂપ છે અને આત્મા જ મોક્ષનો માર્ગ છે. આત્મા જ અતીન્દ્રિય આનંદરૂપે પરિણમતો સ્વયં આનંદરૂપ છે.
આત્મા તો ખરેખર આવો મોક્ષસ્વરૂપ છે પણ મૂઢને તે જાણવામાં આવતો નથી.