________________
તીર્થકર હો, ચક્રવર્તી હો કે કઠિયારો હો,
મુનિદશામાં બધા સમાન સુખી છે
(સળંગ પ્રવચન નં. ૭૪) यत् मुनिः लभते अनन्तसुखं निजात्मानं ध्यायन् । तत् सुखं इन्द्रोऽपि नैव लभते देवीनां कोटिं रम्यमाणः ।।११७।। आत्मदर्शन जिनवराणां यत् सुखं भवति अनन्तम् ।
तत् सुखं लभते विरागः जीवः जानन् शिवं शान्तम् ।।११८॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રમાં આ પ્રથમ અધિકારની ગાથા ૧૧૭ લેવાની છે.
આ ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે આત્માને ધ્યાવવાથી જે સુખ મુનિરાજ પામે છે તે સુખ ઈન્દ્રાદિ દેવોને પણ દુર્લભ છે.
આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. તેની પ્રાપ્તિ આત્માને ધ્યાવવાથી જ થાય છે. મહામુનિઓ આત્માને ધ્યાવે છે તેથી તેમને આત્માનું અતીન્દ્રિય સુખ અનુભવમાં આવે
ગાથાર્થ –પોતાના આત્માને ધ્યાવતાં પરમ તપોધન જે અનંતસુખ પામે છે તે સુખને ઇન્દ્રાદિ દેવો કરોડ દેવીઓની સાથે રમતાં થકાં પણ પામતાં નથી. ૧૧૭.
હું પરના કાર્ય કરી શકે એવા અભિપ્રાયના શલ્યથી રહિત અને રાગથી મારું કલ્યાણ થશે એવી પરસન્મુખ દષ્ટિથી રહિત જીવ જ પોતાના અતીન્દ્રિય સુખને પ્રાપ્ત કરે છે. વિકલ્પોની આડમાં પડેલો ભગવાન આત્મા બહિર્મુખ દૃષ્ટિથી અનુભવાતો નથી. બીજાના "કામ હું કરી શકું એમ માને છે ત્યાં સુધી તે શલ્યવાળા જીવને અંતરમુખ દૃષ્ટિ થવાનો અવકાશ નથી. શલ્યમાં અને વિકલ્પમાં રોકાય છે ત્યાં સુધી તે જીવને આનંદસ્વરૂપ ભગવાન આત્માનો આનંદ આવતો નથી.
શુભરાગથી મારું કલ્યાણ થશે એવી બુદ્ધિ પણ બહિરબુદ્ધિ છે—શલ્ય છે. આવા મિથ્યાત્વના શલ્યને કારણે તેને નિજસ્વરૂપનો અનુભવ થઈ શકતો નથી. માટે કહ્યું કે શલ્યમાં અને વિકલ્પમાં રોકાવાથી આનંદસ્વરૂપનો આનંદ આવતો નથી. ઈન્દ્રાદિદેવોને ઈન્દ્રિયસુખ છે પણ આત્માનું અતીન્દ્રિય સુખ તો તેને પણ દુર્લભ છે કેમકે દેવો પણ વિકલ્પની જાળમાં પડેલા છે. ઈન્દ્ર સમ્યગ્દષ્ટિ હોય છે તેથી ઇન્દ્રિયસુખમાં સુખ ન માને પણ અસ્થિરતા ઘણી પડી છે તેથી રાગની જાળમાં વિકલ્પમાં રોકાય જાય છે. ઇન્દ્રાણીઓમાં