________________
પ્રવચન-૨૫)
[ ૧૩૫ શરીરાદિનો પ્રેમ છોડ અને શરીરાદિ પ્રિય હોય તો આત્મા નહિ મળે. આ સમજણનું કાર્ય અમલમાં મૂકવા જેવું છે.
આચાર્યદેવ મનુષ્યોને “દેવાણપ્રિય' કહીને સંબોધે છે. કેમ? કે મનુષ્યદેહ દેવોને પણ વલ્લભ છે. ક્યારે અમે મનુષ્યદેહ પામીએ અને મોક્ષ જઈએ એમ દેવો પણ ઝંખે છે.
એક તરફ કાળા કોલસાની ખાણ અને એક તરફ હીરાની ખાણ છે, જે પસંદ પડે તે લઈ લે. એક તરફ ચૈતન્યની ખાણમાં અનંત આનંદ, જ્ઞાનાદિ ગુણરૂપ હીરાની ખાણ છે અને એક તરફ જડ શરીર અને વિકારની ખાણ છે. તેમાંથી એકને ઉપાદેય કરીને બીજાને હેય જાણ!
જો તને ચૈતન્ય હીરાનો પ્રેમ થશે તો પુણ્ય, પાપ, શરીર આદિની રુચિ છૂટી જશે અને જો તને શરીર અને વિકારની જ રુચિ છે તો તને ચૈતન્ય હીરાની કિંમત નથી, હીરાની આખી ખાણ તને હેયપણે વર્તે છે પણ તેની સામે જોવાની તને દરકાર નથી.
ભાઈ ! તારી દૃષ્ટિમાં ભગવાનને બિરાજમાન કરવા છે કે કર્મ રાગ અને વિકારને? બેમાંથી એકનો સ્વીકાર કર. અહીં તો દરેક ગાથામાં હેય અને ઉપાદેય બે જ વાત છે. થોડી વાતમાં મહાસિદ્ધાંત આપી દીધાં છે.
આજે જ કરે....આજે જ કર. વાયદા ન કર, જેને આત્મા રુચે તેને વાયદા ન હોય. વાયદા કરે છે તેને ખરેખર આત્મા સચ્યો નથી. એણે આત્માને શ્રદ્ધામાંથી તરછોડ્યો છે.
શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિમાં જે ભગવાન ચૈતન્યદેવનો આદર કરે છે તેના ફળમાં તેને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તેનો ઉપાય તેની શ્રદ્ધા-જ્ઞાનરૂપ ધર્મદશા છે. શુભભાવ તે , ઉપાય નથી. આત્માની મુક્તિ અને તેનો ઉપાય બંને આત્મામાં જ સમાય છે.
હવે ૩૦મી ગાથામાં મુનિરાજ કહે છે કે નિશ્ચય એટલે સાચી દ્રષ્ટિથી જોઈએ તો આત્મા દેહ અને કર્મોથી રહિત છે. આગળની ગાથામાં હતું કે આત્મા દેહ અને કર્મથી બંધાયેલો હોવા છતાં છૂટો છે અને અહીં કહ્યું કે આત્મા બંધાયેલો જ નથી. ગાથા દીઠ ન્યાય ફેરવે છે.
અરે, આત્મા શરીર અને કર્મથી મુક્ત હોવા છતાં સ્વરૂપના અજાણ જીવોને શરીરરૂપ જ દેખાય છે. આખો ભગવાન આત્મા દેખાતો નથી અને તેને તો શરીર અને કર્મ જ દેખાય છે.
આહાહા.....! આ તો અમૃત વરસાવ્યાં છે. અરે, જેમાંથી અમૃતના ઝરણાં ઝરે છે એવા સ્વરૂપની કબૂલાત ન આવી અને તેમાં જે નથી એવા શરીર અને કર્મમાં જ જેણે સર્વસ્વ માની લીધું એવા મૂઢને આત્મા આદરણીય ન હોઈ શકે. તેને તો શરીર અને ધન આદિમાં મજા લાગે છે તેથી જેમાં ખરેખર મજા છે એવો આત્મા તેને હેય વર્તે છે. શરીર, કર્મ અને