________________
XXXXXXX
XXXX
આહાહાહા......! આ તો અમૃત વરસ્યા છે
AYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYA
(પ્રવચન નં. ૨૫)
यः परमार्थेन निष्कलोऽपि कर्मविभिन्नो य एव ।
मूढाः सकलं भणन्ति स्फुटं मन्यस्व परमात्मानं तमेव ॥ ३७ ॥
આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. પરમાત્મપ્રકાશ એટલે નિશ્ચયનયથી આ દેહમાં જ પરમાત્મવસ્તુ છે. જો આત્મા શક્તિએ પરમાત્મા ન હોય તો પર્યાયમાં પરમાત્મા ક્યાંથી થાય ?
શરીર અને કર્મના સંબંધમાં હોવા છતાં આત્મા કદી શરીર કે કર્મરૂપ થતો નથી અને શરીર કે કર્મ કદી આત્મારૂપે થતાં નથી. આવા આત્માના સ્વભાવને તું દૃષ્ટિમાં લે અને તેને જ પરમાત્મા જાણ. –એમ મુનિરાજ કહે છે.)
ખરેખર તો પુણ્ય-પાપની વાસના અને ચૈતન્યસ્વભાવ વચ્ચે પણ સંધિ છે. બંને એક થયા નથી. એક થયા હોય તો કદી જુદાં પડે નહિ પણ આ તો જુદાં જ છે તેથી જુદાં પડે છે. માટે હવે તું શરીર, કર્મ અને પુણ્ય-પાપથી ભિન્ન એવી ચૈતન્યસંપદાને દૃષ્ટિમાં લે. તારી દૃષ્ટિમાંથી ચૈતન્ય વેગળો (જુદો) થઈ ગયો હતો તેને હવે દૃષ્ટિમાં લે ! અને વીતરાગ સ્વસંવેદન વડે તેનું જ્ઞાન કર અને તેનું જ ધ્યાન કર.
જેણે આવા પરમાત્મસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો છે એવા ધર્મીને આત્મા જ પ્રિય છે, આત્મા જ ઉપાદેય છે. તેને શરીર, વાણી, પુણ્ય-પાપ આદિ પ્રિય નથી. ધર્મીની ધર્મદૃષ્ટિમાં એવો ભગવાન આત્મા એક જ ઉપાદેય છે અને આ જ આત્માને અધર્મદ્રષ્ટિથી અજ્ઞાનીએ હેય માન્યો છે.
અહીં તો એક ઘા ને બે કટકાની વાત છે.
‘સિદ્ધ સમાન સદા પદ મેરો’ ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ મારો આત્મા જ આદરણીય છે, પ્રિયં છે અને એ જ મને હિતકર છે, બીજું કાંઈ મને પ્રિય કે હિતકર નથી. એમ સમ્યગ્દષ્ટિને એક આત્માનું જ ધ્યેય છે અને રાગના રુચિવંતને ભગવાન આત્મા આખો હેય છે.
બે ભાગ છે ભાઈ! તને પોસાય તે ભાગ લે. એક ચૈતન્યદેવ છે અને બીજા ભાગમાં શરીર, વાણી, મન, પુણ્ય-પાપ તને જે ભાગ ગમે તે લઈ લે. બંને ભાગ એકસાથે નહિ મળે.
ભાગમાં આખો પૂર્ણ શુદ્ધ આદિ બધું છે. તેમાંથી આત્મા પ્રિય હોય તો