________________
પ્રવચન-૨૪
[ ૧૩૩ એટલે રાગ-દ્વેષ-મોહ આત્માથી તો વિરુદ્ધ છે જ પણ આત્માની સાવધાનીરૂપ એકાગ્રતાના પરિણામથી પણ આ પરની સાવધાનીરૂપ રાગ-દ્વેષ-મોહરૂપ પરિણામ વિરુદ્ધ છે; તેના વડે આત્મા બંધાયેલો દેખાય છે.
પરદ્રવ્ય તો ભિન્ન રહી ગયા, આઠ કર્મ પણ ભિન્ન છે, પરંતુ સ્વભાવની સાવધાનીથી વિપરીત પરની સાવધાનીના જે રાગ-દ્વેષ-મોહના પરિણામ તેની સાથે અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા બંધાયેલો છે. આમ વિકલ્પ કરું તો ઠીક, પર સામું જોઉં તો ઠીક એવા મિથ્યાત્વભાવ અને રાગ-દ્વેષ જીવની પર્યાયમાં થાય છે માટે અશુદ્ધ નિશ્ચયનયથી તેનાથી આત્મા બંધાયેલો છે એવા કાળે પણ નિશ્ચયથી આત્મા જડ થયો નથી. એવા આત્માને હે પ્રભાકર ભટ્ટ ! તું પરમાત્મા જાણ.
શરીરમાં રહેલો અને અશુદ્ધ પર્યાયથી બંધાયેલો દેખાય છતાં ભગવાન આત્મા તે અશુદ્ધ પાયમાં અને દેહમાં રહ્યો જ નથી એવા શુદ્ધ ભગવાન આત્માને તે જવા ન પરમાત્મા જાણ...
પરમાત્મપંથે પ્રયાણ કરવાના અમૃતમય સંદેશ આપનાર આત્મજીવન શિલ્પી શ્રી સદ્ગુરુદેવનો જય હો.
ચૈતન્યભગવાનના અનુપમ આનંદ અમૃત પીરસનાર અનુભવધારી શ્રી સદગુરુદેવનો જય હો.
વૈરાગ્યરસ તરબોળ પરમાત્મરસ પાનાર, અચિંત્ય સુરસધારી શ્રી સદગુરુદેવનો જય