________________
૧૩ર )
/ ઘરકાશ પ્રવચનો આ તો આનંદના પાક થાય તેવી વાતો છે પણ અરે, તેં નજરની આળસે ભગવાનને નીરખ્યો નહિ. પ્રભુ ! અંદર આનંદકંદ શુદ્ધાત્મતત્ત્વ હાજરાહજૂર પડ્યું છે પણ તેની હયાતિમાં મને શાંતિ છે એ વાત તે કોઈ દી સ્વીકારી નહીં. નજરું કરવાની હતી ત્યાં કરી નહિ અને ધૂળ, ધન, કર્મ અને રાગમાં નજરું કરીને સંતોષાઈ ગયો.
૩૫મી ગાથામાં દેહમાં રહ્યો છતાં દેહથી ભિન્ન આત્માની વાત કરી. અહીં ૩૬મી ગાથામાં કર્મથી બંધાયેલો છતાં કર્મથી ભિન્ન આત્માની વાત કરે છે. ગાથા દીઠ ભાવો ફરે છે, એકની એક વાત નથી.
લહલહતા લાડું પીરસ્યા છે મુનિરાજે ! દાંતની પણ જરૂર ન પડે તેવા પોચા લાડવા છે. હે યોગી–તે આત્મસન્મુખ જોનારા ! હે જગતની વિમુખ આત્મા! તું કર્મથી બંધાયેલો હોવા છતાં મુક્ત છો. શું સૂર્યના તેજની સામે આડ નાંખો તો સૂર્યનું તેજ ચાલ્યું જાય ? તેમ ચૈતન્યસૂર્યને શું કર્મના રજકણો રોકી શકે ?
તું તો ચૈતન્યસૂર્ય છો પણ તને તારી ખબર નથી. યાદ રાખ કે તારું તત્ત્વ તને દેહમાં રહેલું કે કર્મના બંધનમાં રહેલું દેખાય પણ તે દેહ અને કર્મના બંધનથી રહિત જે તત્ત્વ છે તેને જ તું પરમાત્મા દેખ.
અમે કહીએ છીએ કે આત્માને દેહ અને કર્મોનું બંધન ભલે દેખાય પણ તે બંધનરહિત તત્ત્વ છે તો પછી ધંધા આદિના બંધનની તો વાત જ ક્યાં રહી ? ચિદાનંદજ્યોત તો બધાથી નિરાળી પડી છે તેને દૃષ્ટિમાં લેતો નથી એ તારી નજરની આળસ છે.
હું કોણ છું, કેવો છું, મારું સ્વરૂપ શું છે તેની તેં કદી દરકાર કરી નથી. બહારમાં ને બહારમો મચ્યો રહ્યો છો. પુણ્ય-પાપ, શરીર, વાણી તો બધાં ધૂળધાણી સંધ્યાના રંગ જેવા ક્ષણિક છે, તેમાં તું કયાં અટક્યો?
ગાયના ગળામાં દોરડાનું બંધન દેખાય છે પણ ખરેખર ગળું એ દોરડાથી જુદું છે તેમ, ચૈતન્યની મહામૂડી કર્મના દોરાથી બંધાયેલી દેખાય છતાં એ મૂડી બંધાયેલી નથી. ગાય આમથી તેમ માથુ કરીને દોરડાથી ગળું જુદું પાડી શકે છે કેમકે ગળું અને દોરડું એક થઈ ગયા નથી તેમ, ભગવાન આત્મા ચૈતન્યનું નૂર પ્રભુ કર્મથી બંધાયેલું દેખાય છતાં બંધનથી રહિત છે.
અરે, જીવે પોતાની વાત કોઈ “દી સાંભળી નહિ! જીવ કદી દેહ અને કર્મના બંધનમાં રહ્યો જ નથી કેમકે જીવ દેહરૂપ થયો નથી અને જીવ કદી કર્મરૂપ પણ થયો નથી. ત્રણકાળ ત્રણલોકમાં જીવવસ્તુ કદી શરીર કે કર્મરૂપ થઈ જ નથી. દેહ દેહમાં, કર્મ કર્મમાં અને જીવ જીવમાં જ રહેલો છે પણ ઊંધી માન્યતાએ જીવને બેડી નાખી છે.
શુદ્ધ ચૈતન્યજ્યોત પરમવસ્તુની એકાગ્રતાથી વિપરીત રાગ-દ્વેષ-મોહ એમ કહ્યું છે