________________
પ્રવચન-૮)
૮ ૩૯ માગું છું. વિભાવ રહિત, જન્મ-જરા-મરણનો નાશ કરનાર અને નિર્વાણ આપનાર એવા આત્માનું સ્વરૂપ મારે આપની પાસે સાંભળવું છે.
શિષ્યના પ્રશ્નની એક ગાથામાં પણ મુનિરાજે કેટલું ભર્યું છે !
જેનામાં વિભાવમાત્રની ગંધ નથી, જે જન્મ-મરણનો અભાવ કરવાવાળો છે અને મોક્ષ દેવાવાળો છે, એવો મારો નાથ...સાહેબો.... પરમાત્મા....અંતર વસ્તુસ્વરૂપ આત્મા કેવો છે, એ મને વારંવાર સંભળાવો એમ શિષ્ય ગુરુને વિનંતી કરે છે.
પ્રભાકર ભટ્ટની પાત્રતા ભરી વિનંતી સાંભળીને હવે શ્રી યોગીન્દ્રદેવ ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ આ ૧૧મી ગાથામાં કહે છે.
આગળની ગાથાઓમાં મુનિરાજે પંચપરમેષ્ઠીને વંદન કરીને હવે આ શરૂ કરે છે. પંચપરમેષ્ઠીના પ્રસાદથી જીવને મુક્તિ પ્રાપ્ત થાય છે. અરિહંતો વીતરાગ પર્યાયને સંદેહે અનુભવે છે. સિદ્ધ ભગવંતો વીતરાગી પૂર્ણાનંદને અદેહે અનુભવે છે, આચાર્યો નિશ્ચય અને વ્યવહાર પંચાચારને પાળે છે. ઉપાધ્યાય અને સાધુ મહારાજ આત્માની આરાધના કરી રહ્યા છે, આવા પાંચેય પદની હયાતીનો સ્વીકાર કરી હું તેમને નમસ્કાર કરું છું.
અહો ! જેના મુખમાંથી પરમાત્માનું સ્વરૂપ ઝરે છે એવા અરિહંતો, જેણે સિદ્ધ કૃતકૃત્યપદ પ્રાપ્ત કર્યું છે એવો સિદ્ધો અને જે સિદ્ધપુરીની નજીક પહોંચી ગયા છે એવાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે સર્વને હું વંદન કરું છું, આદર કરું છું.
મારે પણ સિદ્ધપુર પાટણ જવું છે, માટે હું પંચપરમેષ્ઠી ભગવંતોને મારી પર્યાયમાં ધારણ કરીને તેમનો આદર કરું છું એમ યોગીન્દ્રદેવ પોતે કહે છે. પ્રભાકર ભટ્ટ શિષ્ય તો વંદન કર્યા પણ ગુરુ પોતે પણ પ્રથમ પંચપરમેષ્ઠીને વંદન કરીને ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ કહે છે.
જેના આશ્રયથી આ પંચપરમેષ્ઠી થયા એવા પરમાત્મસ્વરૂપની હું વાત કરું છું તેને હે શિષ્ય ! એવી રીતે સાંભળ કે જે સાંભળેલું સાર્થક થાય જ. તું નિશ્ચયથી સાંભળ! કે જે સાંભળેલું ફરી સાંભળવું પડે તે પહેલાં કાર્ય થઈ જાય એવી રીતે સાંભળ.
જે નિશ્ચયથી આત્માની વાત સાંભળે તેને ફરી દેહ જ મળતો નથી તો ફરી સાંભળવાની વાત તો દૂર રહી.
આત્મા (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા અને (૩) પરમાત્મા એમ ત્રણ પ્રકારનો છે. પૂર્ણાનંદનો નાથ સાહેબ આત્મા જડ શરીર કર્મ અને રાગમાં એકત્વ માને તે મૂઢ ” બહિરાત્મા છે, અને એ મૂઢતા છોડીને અનાકુળ અખંડ આનંદકંદ આત્માનું ભાન કરે
તે અંતરાત્મા છે અને પરમાત્મા જેવો સ્વભાવે છે તેવો જ પર્યાયમાં પ્રગટ થાય તે પરમાત્મા છે.