________________
૩૯૮).
[ પરમ પ્રકાશ પ્રવચનો છે. અને નિશ્ચયથી અંતરંગમાં પોતાના શુદ્ધાત્મદ્રવ્યમાં નિર્મળ અનુભવ તે શીલ છે. માટે શીલરૂપ ખરેખર આત્મા જ છે.
જુઓ ! અહીં બહિરંગ સહકારી, શબ્દ વાપર્યો છે તે બધામાં લાગુ પાડી શકાય. ઉપરમાં વ્યવહારસંયમના બળથી શબ્દ મૂક્યો છે ત્યાં પણ ખરેખર તે બહિરંગ સહકારી કારણ છે. નિશ્ચયની સાથે જ વ્યવહાર છે. પહેલાં વ્યવહાર અને પછી તેનાથી નિશ્ચય થાય છે એમ નથી. સહકારી શબ્દથી તે વાત સિદ્ધ થાય છે. પહેલો વ્યવહાર હોય અને પછી નિશ્ચય થાય એ વાત “સહકારી, શબ્દથી ઉડી જાય છે. નિશ્ચય અને વ્યવહાર એક સમયે સાથે જ હોય છે.
શુદ્ધ જ્ઞાનાનંદ વીતરાગ નિર્વિકલ્પ પ્રભુ આત્મા વિતરાગી પર્યાયપણે પરિણમે તે નિશ્ચયશીલ છે. નિશ્ચય શીલ કહો કે સત્યશીલ કહો બંને એક જ છે. એ શીલની સાથે જ રહેલો બાહ્ય વ્રતાદિનો વિકલ્પ તે વ્યવહારશીલ છે. કામ ક્રોધાદિના ત્યાગરૂપ વ્રતનો અને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિના પાલનરૂપ વતનો વિકલ્પ તે વ્યવહારશીલ છે. આત્માના નિશ્ચયશીલની સાથે બહિરંગ સહકારી કારણરૂપ વ્યવહારશીલ હોય છે. અંતરંગમાં તેનો સાથ નથી. તીવ્ર વિકારરૂપ અશુભરાગ છૂટે છે અને મંદરાગરૂપી શીલ રહે છે તેને બહિરંગ સહકારી કારણ કહેવામાં આવે છે.
વીતરાગ સ્વભાવરૂપ પરિણમન તે અત્યંતર શીલ છે તે જ સત્યશીલ છે. તેની સાથે વિકલ્પમાં તીવ્ર કામ ક્રોધાદિનો નિષેધ અને મંદરાગનો સભાવ છે તે નિશ્ચયની સાથે જ હોવાથી તેને બહિરંગ સહકારી કારણરૂપે કહેવામાં આવે છે. એક અત્યંતર કારણ છે તે નિશ્ચય છે અને બહિરંગ કારણ છે તે વ્યવહાર છે.
ભગવાન આત્મદ્રવ્ય શીલસ્વભાવ છે અકષાયસ્વભાવ છે, વીતરાગસ્વભાવ છે. તેમાં સ્થિરતારૂપ અત્યંતર શીલની સાથે વિકલ્પમાં તીવ્ર કામ, ક્રોધાદિ ભાવોનો નિષેધ આવે છે કે આવા તીવ્ર કામ, ક્રોધાદિ મને ન હોય એવો જે મંદરાગ તે વ્યવહારશીલ છે. અશુભના ત્યાગરૂપ મંદરાગ તે, અત્યંતર શીલની સાથે, બહિરંગ સહકારી કારણરૂપે હોય જ માટે તેને નિમિત્તકારણ કહેવામાં આવ્યું છે.
આ નિશ્ચય-વ્યવહાર જેમ છે તેમ જાણે નહિ અને આડુઅવળુ માની લઈશ તો નહિ ચાલે ભાઈ !
શીલના બે પ્રકાર : (૧) નિશ્ચયશીલ (૨) વ્યવહારશીલ. તેમાં નિશ્ચયશીલ તે આત્મા જ છે. આત્મા એટલે પર્યાયરૂપ આત્મા. વીતરાગ સ્વભાવ તો ધ્રુવ છે તેની સન્મુખનો અરાગી વીતરાગ શ્રદ્ધા, જ્ઞાન, શાંતિનો શીલસ્વભાવ પ્રગટ્યો તે પર્યાયરૂપી શીલ આત્મા છે. ત્રિકાળ સ્વભાવ તો ધ્રુવ વજમેનો થંભ છે તેમાં એકાકાર થવાથી જે વીતરાગતાના ઝરણાં ઝર્યા–શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન પ્રગટ્યા તે આત્મશીલ છે. તેની સાથે કામ ક્રોધાદિનાં