________________
પ્રવચન-૮)
[ 39 ચારગતિના દુઃખોનો વિનાશ કરવાવાળો પરમાત્મસ્વભાવ જેની દૃષ્ટિમાં આવી ગયો તે ભલે અનેક વૈભવયુક્ત રાજકુમાર હોય તોપણ વૈરાગ્ય થતાં માતા પાસે રજા માગે છે માતા ! મને હવે એક ક્ષણ પણ આ સંસારમાં ગમતું નથી, મને રજા દે અને આજ્ઞા કર કે હું ફરી બીજી માતા ન કરું, ફરી આ કલંકિત શરીર ધારણ ન કરું, આસવભાવની અગ્નિમાં તપ્તાયમાન ન થાઉં.
આ પરમાત્મસ્વભાવ કેવો છે?—કે જ્ઞાનનો રસકંદ છે, આનંદનો એકલો માવો છે, સંસારથી થાકેલાં જીવોનો વિસામો છે. આવો પ્રભુ અમને સંભળાવો એમ અંતરધગશથી શિષ્ય માંગણી કરે છે.
" પ્રભુ ! આપ મારી ઉપર કૃપા કરીને મને શુભાશુભ વિકલ્પજાળથી પાછળ બિરાજમાન પરમાત્મા કે જ્ઞાન જેનું શરીર છે અને આનંદ જેનું રૂપ છે એવો આત્મા મને સંભળાવો મહારાજ! હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા સાંભળવા તૈયાર બેઠો છું. મારે બીજું કાંઈ સાંભળવું નથી.
જુઓ ! આ સંસારથી ભયભીત થયેલાં અને ચિદાનંદ પરમાત્માને પામવાના કામી જીવોની ભૂમિકા કેવી હોય તેની આ વાત ચાલે છે. શિષ્ય ગુરુને આત્માની વાત સંભળાવો જ એમ નથી કહેતો પણ નર્માશથી કહે છે પ્રભુ! આપ મારા ઉપર કૃપા કરી મને આત્માની વાત સંભળાવો.
જેને અંદરથી આનંદની ભૂખ લાગી હોય તેને આકુળતામાં પેટ ન ભરાય સંતોષ ' ન થાય. બહારમાં ગમે તેટલાં અનુકૂળ વૈભવો હોય પણ તેના તરફનું લક્ષ એ પણ આકુળતા છે, દુઃખ છે. એ દુઃખનો નાશ કરીને સુખ આપનાર તો એક જ નિજ પરમાત્મા
સાંભળનારને કેટલો વિનય હોય, કેટલી ધગશ હોય તેની ભૂમિકા કેવી હોય એ આ ગાથામાં જોવા મળે છે, વેઠની જેમ સાંભળીને ચાલ્યો જાય તો કાંઈ હિત થાય તેમ નથી. એવું તો અનંતીવાર કર્યું.
મહારાજ ! મહેરબાની કરો ને ! પ્રસાદી આપો ને ! અંતર ચિદાનંદ ભગવાનનો ખજાનો કેવો હોય તે મને કહો ને ! આપની કૃપા હોય તો મને આત્માનું વિશેષ સ્વરૂપ સમજાવો ને ! એમ શિષ્ય વિનયથી ગુરુને પ્રશ્ન કરે છે.
અંતરમાં આખું ચૈતન્યદળ કેવું છે?–પરમાત્મસ્વરૂપ આત્મા કેવો છે એ કૃપા કરીને મને કહો ને ! મારે એ જ સાંભળવું છે. મારે સ્વર્ગમાં કેમ જવાય કે પુણ્ય કેમ થાય એ કાંઈ સાંભળવું નથી.
પરમાત્મા કેવો છે?—કે ચિદાનંદ, શુદ્ધ સ્વભાવ પરમાત્મા ચાર સંજ્ઞાથી માંડીને સર્વ