________________
૧૨ ]
પરમાત્મપ્રકાશ પ્રવચનો
કે નિરંજન–મલ રહિત જ્ઞાનમય સિદ્ધ ભગવાન જ આદરણીય છે, એ જ ઉપાદેય છે.
આમ, એક ગાથામાં શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ–પાંચ બોલ કહ્યાં છે, તેમ બધી ગાથામાં પાંચ બોલથી સમજવાનું છે—માત્ર વાંચી જવાનું નથી. પ્રથમ તો શબ્દનો સીધો અર્થ કરવો તે શબ્દાર્થ છે, પછી તે કથન સ્વાશ્રિતનયનું છે કે પરાશ્રિતનું 7 છે અથવા ભેદનયનું છે કે અભેદનયનું છે, એ નક્કી કરવું તે નયાર્થ છે, તેમાં ક્યાં મતોનું ખંડન થાય છે તે જાણવું મતાર્થ છે, તેમાં આગમના ક્યાં સિદ્ધાંતની સિદ્ધિ થાય છે એ નક્કી કરવુ આગમાર્થ છે અને તેમાં તાત્પર્ય શું છે—સાર શું છે એ શોધી કાઢવું તે ભાવાર્થ અથવા તાત્પર્યાર્થ છે.
અજ્ઞાનીઓ તો પોતાની કલ્પનાથી વસ્તુનું સ્વરૂપ અનેક રીતે બતાવે છે. આત્માના નામે વાતો ચલાવે છે પણ તે યથાર્થ નથી. અહીં તો સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં સાત તત્ત્વનું, છ દ્રવ્યનું, સિદ્ધ અને સંસારીનું જેવું સ્વરૂપ જાણ્યું છે તેવું જેનાં શ્રદ્ધા—જ્ઞાનમાં આવે છે તેણે સાચા તત્ત્વની પ્રતીત કરી કહેવાય.
૭ કઈ અપેક્ષાએ કથન કર્યું છે એ ન સમજાય તો તેનો ભાવ પણ ન સમજાય. શાસ્ત્રમાં એવું કથન આવે છે કે ‘તીર્થંકર ભગવાનથી અનંતા જીવો તરી જાય છે.' તો આ કથનની અપેક્ષા ન સમજે તો ભગવાન જીવોને તારે છે એમ માની બેસે ! માટે અપેક્ષા સમજવી જોઈએ કે આ વ્યવહારનયનું કથન છે. જીવ પોતાના પુરુષાર્થથી તરે ત્યારે ભગવાનનું નિમિત્ત હોય છે તેથી વ્યવહારનય કહે છે કે ભગવાને તાર્યા.
અપેક્ષા ન સમજવાને લીધે જ બધા ગોટા ઊઠે છે, અન્યમતમાં અને જૈનમાં શું ફેર છે તે સમજી શકતાં નથી. જૈન તે કોઈ સંપ્રદાય નથી. આત્મા અખંડાનંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે તેની પર્યાયમાં વિકાર છે તેને સ્વભાવના લક્ષે જીતે-નાશ કરે તેને જૈન કહેવાય છે. આ વસ્તુનું પરમ સત્ય સ્વરૂપ છે. સર્વજ્ઞભગવાને વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું છે, તેવું કહ્યું છે.
આ બધું જેમ છે તેમ સમજવું પડશે, માત્ર પુસ્તકો છપાવીને કે વેચાતા લઈને ઘરમાં મૂકી દેવાની હોંશ હશે એટલાથી નહિ ચાલે. શાસ્ત્રો વાંચી, વિચારીને બધા અર્થો સમજે તો પોતાનું હિત થાય. માત્ર બહારની ક્રિયાની હોંશ હોય તે કામ ન આવે. સઝાયમાં આવે છે હોંશીડા હોંશ મત કીજે' તેનો અર્થ એવો છે કે ભાઈ! બહારના કાર્યમાં
આ કરી દઈશ, આમ કરીશ આવી હોંશ કરે છો પણ, બહારમાં કાંઈ તારા વિકલ્પ અનુસાર થવાનું નથી. જે થવાનું હશે તે થશે માટે ત્યાં હોંશ ન કર ! ધીરો થા ભાઈ! અંતરનું કામ કરવાની હોંશ કર !
દિગંબર ધર્મ અન્ય ધર્મથી કઈ રીતે જુદો છે એ પણ સમજવું જોઈએ. શ્વેતાંબરો