________________
પ્રવચન-૭
C[ ૧૩ ભગવાનને પહેલાં સમયે દર્શન અને બીજા સમયે જ્ઞાન માને છે. એમ ન હોય. એક જ સમયમાં દર્શન–જ્ઞાન ભગવાનને સાથે જ હોય. શ્વેતાંબરો કેવળજ્ઞાનની સત્તા માને છે અને દિગંબરો કેવળજ્ઞાનની શક્તિ માને છે તેમાં મોટા ફેર છે. કેવળજ્ઞાનની સત્તા છે એટલે અંદરમાં તો કેવળજ્ઞાન છે પણ ઉપર કર્મનું આવરણ આવી ગયું છે એમ શ્વેતાંબરો માને છે પણ એમ નથી. આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે. એટલે જેમ લીંડીપીપરમાં ૬૪ પોરી તીખાશ ભરી છે પણ તે પ્રગટ નથી તેને ઘૂંટે તો પ્રગટ થાય. તેમ આત્મામાં કેવળજ્ઞાન 5 પ્રગટ નથી, શક્તિરૂપે છે તેને પુરુષાર્થથી આત્મામાં એકાગ્રતાનું ધ્યાન કરે ત્યારે તે શક્તિની વ્યકતતા થાય—પ્રગટતા થાય, આ વસ્તુનું સ્વરૂપ છે.
જેમ દિવાસળીમાં અગ્નિની શક્તિ છે, સત્તા નથી. તેનો ભૂકો કરવાથી અગ્નિ થતી નથી પણ ઘસવાથી થાય છે. તેમ ભગવાન આત્મામાં કેવળજ્ઞાનનો ભાવ શક્તિરૂપે પડ્યો છે તે શક્તિમાં એકાગ્રતાનો ઘસારો થતાં પર્યાયમાં પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થાય છે, આ વસ્તુસ્થિતિ છે. કર્મને નાશ કરવી પડતી નથી પણ સ્વભાવમાં એકાગ્રતા થતાં કર્મ એની મેળે નાશ પામે છે.
ભગવાન આત્મામાં જ્ઞાનની માફક આનંદ, વિર્ય, ચારિત્ર આદિ અનંત ગુણોની શક્તિ પડી છે, સત્તા નથી. જેમ ડબ્બામાં હાથ નાંખો ત્યાં ગોળ તૈયાર પડ્યો હોય તેમ આત્મામાં આનંદ તૈયાર પડ્યી નથી. પણ જેમ શેરડીમાં ગોળની શક્તિ પડી છે તેમ આત્મામાં આનંદ, જ્ઞાનાદિની શક્તિ પડી છે તે શેરડીનો કુચો કાઢી, રસને જુદો તારવી, તપાવે ત્યારે ગોળ તૈયાર થાય તેમ વિકારનો કુચો કાઢી આત્મામાં એકાગ્રતાનો પ્રયોગ કરે ત્યારે બધા ગુણો પ્રગટ થાય છે.
દ્રવ્યસંગ્રહ, પંચાસ્તિકાય આદિ બધાં શાસ્ત્રોમાં આ શબ્દાર્થ, નયાર્થ, આદિ પાંચ બોલની વાત આવે છે પણ અહીં તો પહેલી ગાથામાં જ આ વાત મૂકી છે કે હે શિષ્ય ! તારે આ પરમાત્મપ્રકાશ વાંચવો હોય અને સમજવો હોય તો તેને આ પાંચ પ્રકારે અર્થ કરીને સમજવો પડશે. શબ્દ પાછળ આશય શું છે તે સમજ્યા વગર હિત નથી.
હવે બીજી ગાથામાં મુનિરાજ આગામી સિદ્ધોને નમસ્કાર કરતાં કહે છે કે સંસારસમુદ્રથી તરવાનો ઉપાય જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ જહાજ છે તેના ઉપર ચડીને આગામી (ભવિષ્ય) કાળમાં જે કલ્યાણમય અનુપમ જ્ઞાનમય થશે તેમને હું નમસ્કાર કરું છું.
સંસારને સમુદ્રની ઉપમા અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિને સંસારથી તરવાના જહાજની ઉપમા આપી છે. અહા ! જેની શ્રદ્ધામાં ત્રણકાળ તરવરે છે તે અનંત સિદ્ધો ભૂતકાળમાં થઈ ગયા અને અનંત સિદ્ધો ભવિષ્યમાં થશે અને વર્તમાનમાં થાય છે તેને નમસ્કાર કરે છે. ભવિષ્યમાં તીર્થકર થનારા કેટલાય તો નિગોદમાં છે. શ્રેણિકરાજા નરકમાં છે તે બધાને પ્રતીતપૂર્વક નમસ્કાર કર્યા છે. તેમાં અનંત જીવોનો સ્વીકાર થયો, વીતરાગતાના