________________
પ્રવચન-૨૯)
[ ૧૬૩ હવે ૪૫મી ગાથામાં મુનિરાજ કહે છે કે, આત્મા પાંચ-ઈન્દ્રિયોને અગોચર છે. જે પાંચ ઇન્દ્રિયો વડે પાંચ વિષયોને જાણે છે પણ, ઇન્દ્રિયો વડે પોતે જણાતો નથી એવો આ આત્મા છે.
જે આત્મારામ શુદ્ધ નિશ્ચયનયથી અતીન્દ્રિય જ્ઞાનમય છે તોપણ અનાદિ બંધના કારણે, અસભૂત વ્યવહારનયથી ઇન્દ્રિયમય શરીર ગ્રહણ કરીને પોતાની પાંચ ઇન્દ્રિયો વડે રૂપાદિ પાંચ વિષયોને જાણે છે અર્થાત્ ઇન્દ્રિયજ્ઞાનરૂપ પરિણમન કરીને ઇન્દ્રિયોથી રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શને જાણે છે પણ, પોતે તે ઇન્દ્રિયો અને તેના વિષયો વડે જણાતો નથી. એવું જેનું ઈન્દ્રિય અગોચર લક્ષણ છે તે આત્મા છે.
અહીં “આત્મારામ” શબ્દ છે ને ! તેના ઉપરથી એમ ભાવ આવ્યો કે, આત્મારામ તે આત્મારામ જ છે તે જાણવાનું જ કામ કરે તેમાં આ કેમ, આમ કેમ એવો પ્રશ્ન જ ઉઠતો નથી. જેને પરથી માન લેવું નથી, પરના અપમાન સહન કરવા નથી, જે થાય, જાય તેને બસ ! જાણે છે. માત્ર જ્ઞાતાદ્રષ્ટા છે તે ભગવાન આત્મારામ છે.
જીવ એક અખંડ, સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. સંપૂર્ણ વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય” આ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતનો ચાકળો જુઓ ! સામે દીવાલમાં -સ્વાધ્યાયમંદિરમાં) લખેલો છે. શ્રીમદ્જીને સીધાં બે ભણકાર પહેલાં ઊઠ્યા હતાં. એક સર્વજ્ઞપદનો અને બીજો ભવના અંતનો. “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે”.
સર્વશે કહેલાં ધર્મ વિના તારો હાથ ઝાલનાર કોઈ નથી ભાઈ ! સર્વશે કહેલો તારા આત્મારામનો સર્વશસ્વભાવ છે, તેમાં એકાગ્રતા કર એ તને શરણ છે, બીજું કોઈ તને શરણ નથી. તેના શરણે તું એકાંત સનાથ થઈશ એમ કહ્યું છે. કથંચિત્ સનાથ અને કથંચિત્ અનાથ રહીશ એમ નથી કહ્યું.
શ્રીમદુમાં એક શબ્દ એવો આવે છે કે, “સર્વ કહેલો આત્મા ગુરુ ગમે જાણવો.” આત્મા..આત્મા......તો બધાં કહે પણ એમ નહિ. સર્વજ્ઞદેવે જાણેલો અને કહેલો એવો આત્મા કે જેના પેટમાં અનંત સર્વજ્ઞપર્યાય પડી છે એવા આત્માને ગુરુગમપૂર્વક તું જાણ. અનંતા સર્વજ્ઞ થઈ ગયા અનંતા સર્વજ્ઞ થશે અને વર્તમાનમાં થઈ રહ્યા છે તે સર્વને એક સમયમાં જાણી લેવાની જેની પર્યાયમાં તાકાત છે એવા સર્વજ્ઞસ્વભાવી આત્માને તું જાણ.
શુદ્ધ નિશ્ચયનયથી આત્મા એકલા અતીન્દ્રિયજ્ઞાનનો પિંડ છે. છતાં અનાદિ બંધના કારણે અસભૂત વ્યવહારનયથી શરીરથી બંધાયેલો છે. ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે અને આ શરીર ઈન્દ્રિયમય છે, તેમાં રહેલો આત્મા પાંચ ઇન્દ્રિય વડે તેના સ્પર્શ, રસાદિ વિષયોને જાણે છે. ઇન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમીને એટલે ભાવેન્દ્રિય વડે પાંચ વિષયોને જાણે