________________
૧૬૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
જે જ્ઞાનનો વર્તમાન અંશ પ્રગટ છે તે વડે પૂર્ણ સ્વભાવને જોવાનો છે તેને બદલે આમ બહારમાં જોઈ રહ્યો છે. જ્યાં જોવાનું છે ત્યાં અજ્ઞાની જોતા નથી. શ્રીમમાં આવે છે કે સર્વજ્ઞપદનું ધ્યાન કરો. ધ્યાન કરો. ભગવાન આત્મા સર્વજ્ઞસ્વરૂપ છે. સર્વને જાણનાર સ્વભાવી છે.
‘શ' સ્વભાવી જીવો અનંત છે. ‘અજ્ઞ' સ્વભાવી જડ તેનાથી અનંતગુણા છે એટલે કે જીવો ઓછા છે અને જડ વધારે છે પણ તે એક એક જીવમાં સર્વ જડને જાણવાની તાકાત છે. ઇન્દ્રિયજ્ઞાનની તો શું કિંમત ! ભગવાન આત્મા તો એકલો ‘સર્વજ્ઞ' જ્ઞાનનું સ્વત્વ છે. એનું સ્વપણું કેવડું છે કે, પોતાના જેવા અનંત જીવોને જાણે, એનાથી અનંતગુણા જડને જાણે, તેનાથી અનંતગુણા કાળના સમયોને જાણે, તેનાથી અનંતગુણા આકાશના પ્રદેશોને જાણે, તેનાથી અનંતગુણા એક દ્રવ્યના ગુણોને જાણે અને એવા અનંત ગુણોવાળા અનંત દ્રવ્યોને જાણે. આ બધાંને એક સાથે એક સમયમાં જાણી લે એવી તો એની પર્યાયની તાકાત છે અને તેનો સ્વભાવ તો એવી અનંત પર્યાયના સામર્થ્યને ધરનારો છે.
આવું પૂર્ણ જ્ઞાન જ્યાં પ્રગટ થાય ત્યાં દુ:ખ શું હોય ! આનંદ જ હોય. વિકલ્પ અને શરીરને કરવું એ કાંઈ ત્યાં નથી. ત્યાં તો જાણવું.....જાણવું.....જાણવું એક સમયમાં બધું જાણવું જ છે એવી અનંત પર્યાયનો પિંડ જે સર્વજ્ઞસ્વભાવી દ્રવ્ય છે તેના ધ્યાનમાં અતીન્દ્રિય આનંદ આવ્યા વગર રહે જ નહિ. કારણ કે તેમાં પૂર્ણ જ્ઞાન અને આનંદ જ ભર્યા છે.
અજ્ઞાનીને એમ થાય કે અરે, આવડો મોટો આ કોણ ! ભાઈ એ તારી જ મોટપ છે. તારા સ્વત્વમાં જ આ જ્ઞાન અને આનંદ રહેલા છે. આવા, આટલાં બધાં જ્ઞાન અને આનંદવાળા સ્વત્વનું ધ્યાન કરતાં નિર્વિકલ્પ સમાધિ થાય તેમાં જે નિર્વિકારી શાંતિ પ્રગટ થાય એ મોક્ષનું કારણ છે.
જેનો જે સ્વભાવ છે તેને હદ શી! જેનું જે સ્વરૂપ-સ્વભાવ છે તેને માપ શા! છતાં તેનું જ્ઞાન પૂરું થાય છે—આખું સ્વરૂપ જ્ઞાનમાં આવી જાય છે પણ તેથી કાંઈ ચીજ માપવાળી થઈ જાય છે એમ નથી. આવું જે પોતાનું સ્વરૂપ છે તેનું ધ્યાન એટલે એકાગ્રતા એ જ મુક્તિનું કારણ છે. બેહદ સ્વભાવની મહિમાની એકાગ્રતા તે ધર્મધ્યાન તે મુક્તિનું કારણ છે.
પૂર્ણાનંદના સાધનનું સાધક દ્રવ્ય એવડો છો એમાં ક્યાંય શંકાને સ્વભાવમાં ઢળે એ જ પર્યાયમાં
ભગવાન આત્મા જ અતીન્દ્રિય સુખનું સાધન છે. છે. બધું તારા દ્રવ્યમાં જ ભર્યું છે. પ્રભુ ! તું એવો અને સ્થાન નથી. એવી નિઃશંકતા જ્ઞાનમાં લઈને આત્મા પોતાના મુક્તિનું કારણ છે.