________________
પ્રવચન-૨૯/
[ ૧૬૧ ઈન્દ્રિયજ્ઞાન થઈ રહ્યું છે પણ તે જ્ઞાન ઇન્દ્રિયોનું નથી. વર્તમાનમાં એટલી જાગૃતિ છે તે પણ પરમાત્માને લઈને છે, ઈન્દ્રિયોને લઈને નથી.
ભગવાન આત્મા તો એકલો શ........જ્ઞાન સ્વભાવનો ગોળો છે. તેને જાણવું જાણવું જાણવું. જ્ઞાનનો જ એકલો રસ છે પણ તેના ભાન વગર ઈન્દ્રિયોનું લક્ષ કરીને દેહમાં વસેલો છે તેથી ઇન્દ્રિય જાગૃત દેખાય છે. પાંચેય ઇન્દ્રિયો તેના કારણે પોતપોતાના વિષયોનું જ્ઞાન કરતી દેખાતી હતી તે ઈન્દ્રિયો દેહમાંથી આત્મા ચાલ્યો જતાં ઉજ્જડ દેખાવા લાગે છે.
આવો ચિદાનંદ નિજ આત્મા તે જે પરમાત્મા છે. ઇન્દ્રિયો તો જડ છે તે કાંઈ જાણતી નથી પણ અંદરમાં જ્ઞાન તે તે ઇન્દ્રિયો સંબંધી જાણવાનું કામ કરતું હોવાથી ઈન્દ્રિયો જાણે કામ કરે છે એમ લાગતું હતું. હવે જ્યાં આત્મા દેહમાંથી નીકળીને પરભવમાં ચાલ્યો જાય છે ત્યાં ઇન્દ્રિયગામ તો સૂનું થઈ જાય છે, ઉજ્જડ બની જાય છે. ઇન્દ્રિયોમાં જાણે તેજ લાગતું હતું, કાન સાંભળે છે, આંખ દેખે છે એવું લાગતું હતું તે જડ દેખાવા લાગે છે. ફક્ત વર્તમાન ઇન્દ્રિયજ્ઞાનની જાગૃતિથી ઇન્દ્રિયો જાગૃત લાગતી હતી તે આત્મા ચાલ્યો જતાં ઉજ્જડ લાગે છે.
જોયું? આવું તો જેનું ઇન્દ્રિયજ્ઞાન છે ! ઇન્દ્રિયજ્ઞાન તો આત્માનો સ્વભાવ પણ નથી છતાં તેના કારણે ઇન્દ્રિયગામ જાણે જાગતું લાગે છે. તો એના સ્વભાવનું તો શું કહેવું ! માત્ર જાણે....જાણે...જાણે એવું અતીન્દ્રિયજ્ઞાન જેનો સ્વભાવ છે એવો ચિદાનંદ સ્વરૂપ આત્મા છે તે જ પરમાત્મા છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરચક ભરેલો છે. અતીન્દ્રિય સુખના આસ્વાદી, પરમ સમાધિમાં લીન થયેલા મુનિને તો આવા પરમાત્માનું ધ્યાન જ મુક્તિનું કારણ છે.
ઇન્દ્રિયજ્ઞાન કાંઈ આત્માનું મૂળ સ્વરૂપ નથી. એ તો એનો જાગૃત અંશ ત્યાં છે એમ બતાવ્યું છે. એ પરલક્ષી ઇન્દ્રિયજ્ઞાન વડે આત્મા જણાતો નથી. ઇન્દ્રિયો વડે તો આત્મા ન જણાય પણ ઇન્દ્રિયના લક્ષે થતાં જ્ઞાન વડે પણ આત્મા ન જણાય. માટે, ઇન્દ્રિય તરફના લક્ષને, એટલા પરલક્ષી જ્ઞાનને અને તેના મહત્વને છોડી દઈને અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ "ભગવાન આત્મા તરફ લક્ષ કર !
જ્યાં પૂર્ણ જ્ઞાન હોય ત્યાં આનંદ સિવાય બીજું શું હોય ! આનંદ પૂર્ણ-પૂર્ણ હોય. અતીન્દ્રિય જ્ઞાન અને સુખના આસ્વાદી મુનિઓને તો આવા સ્વભાવની એકાગ્રતા એ જ મુક્તિનું કારણ હોવાથી ઉપાદેય છે.
આ તો આત્માની–પરમાત્માની કથા છે. અહો ! પૂર્ણ અતીન્દ્રિય સુખનું સાધન છે સમાધિ, તેનું ધ્યેય જે અચિંત્ય મહિમાવંત આત્મા છે તેમાં એકાગ્ર થવું તે પૂર્ણ અતીન્દ્રિય સુખનું સાધન છે.