________________
168]
[ પ્રકાશ પ્રવચનો વસ્તુનું સત્નું સતપણું આ રીતે છે એમ એને જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી ભ્રાંતિ ટળે નહિ. આમ ને આમ ભ્રમણામાં કાળ ચાલ્યો જાય...
જુઓ, અહીં શાસ્ત્રમાં દાખલો આપે છે કે, જેમ રૂપવાળા પદાર્થને નેત્ર દેખે છે પણ તે પદાર્થોથી તન્મય થતું નથી. આંખ અગ્નિને દેખે છતાં આંખ અગ્નિરૂપ થતી નથી. આંખ અગ્નિને અડે તો તો આંખ જ બળી જાય. આંખ આંખમાં રહીને અગ્નિને જાણે છે. તેમ જ, બરફને જાણતો આંખ ઠંડી થઈ જતી નથી. કેમ કે આંખ બરકમાં ગયા વગર બરફને જાણે છે. આમ, જ્ઞાન પરમાં જતું પણ નથી અને જાણ્યા વગર રહેતું પણ નથી. આવો જ્ઞાનનો સ્વભાવ છે પણ તેનો કદી વિચાર પણ કરતો નથી અને આંધળાની જેમ ચોરાશીના અવતારમાં દોડ્યો જાય છે.
ભગવાન આત્મા ચૈતન્યઆંખના પ્રકાશનું પૂર્ણ કિરણ પ્રગટ્ય કેવળજ્ઞાન થયું તે લોકાલોકને જાણે છે પણ લોકાલોકને અડતું નથી. તેમ આ મારું જ્ઞાન પણ મારા ક્ષેત્રમાં રહીને, મારા સ્વભાવના સામર્થ્ય વડે શરીર અને રાગની હયાતીને જાણે છે પણ પોતાની હયાતી છોડીને આ જ્ઞાન શરીર અને રાગની હયાતીમાં જતું નથી. મારું જ્ઞાન મારા ક્ષેત્રથી બહાર જ નીકળતું નથી તો પરને અડે કેવી રીતે !
કહો, આ વાત સમજાણી કે નહિ ! સાદી ભાષામાં તો વાત આવે છે. આ કાંઈ મોટાં ગડિયાં ભણવાના નથી. સતુની જેટલી ક્ષેત્રની મર્યાદા, જેટલી કાળની મર્યાદા, જેટલી ભાવની મર્યાદા, જેવડી છે એવડી માને તે બરાબર છે. તેનાથી વધારે પરના ક્ષેત્રમાં પોતાની હયાતી માને તો એ તો ખોટી શ્રદ્ધા છે.
આ જ રીતે અરિહંત પરમાત્માનું જે જ્ઞાન શક્તિરૂપે હતું તે પર્યાયમાં પ્રગટ થયું એટલે કેવળજ્ઞાનની આંખ પ્રગટ થઈ તે લોકાલોકને જેમ છે તેમ જાણે છે, તો શું જ્ઞાન લોકાલોકરૂપ થઈને જાણે છે? શું લોકાલોક સંબંધીનું જ્ઞાન પોતાના સ્વભાવ-સામર્થ્યમાં નથી આવ્યું એમ છે? શું જ્ઞાન લોકાલોકમાં ગયું છે? શું લોકાલોક જ્ઞાનમાં આવી ગયું છે ? સીધી વાત છે કે જ્ઞાન પોતામાં રહીને સર્વને જાણે છે પણ એને નવરાશ ક્યાં છે ! દુનિયાની ભાંજગડ છોડીને પોતાનું હિત કરવાની એને નવરાશ નથી.
ભાઈ ! આ શરીર અને બાયડી-છોકરાં માટે આમ કરું ને તેમ કરું એમ ઘણું મથે છો પણ તું કાંઈ કરી શકતો નથી હો ! તું તો માત્ર વિકલ્પ કરે છો. પરને તો તું અડી પણ શકતો નથી અને કરી પણ શકતો નથી. તારું અસ્તિત્વ તો તારા અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં છે, તારું જ્ઞાન, શરીર, મન, વાણીના કાર્યો થતાં હોય તેને જાણે ખરું, પણ જ્ઞાન શરીર, વાણી. મનમાં જાય નહિ. જ્ઞાન પોતાની મર્યાદાને છોડીને બહાર ન જાય. આવી રીતે સતની મર્યાદા છે પણ આ વાત તો કયાંય ચાલતી જ નથી.