________________
પ્રવચન-૭૬ /
( ૧૧૭ શ્રદ્ધા-જ્ઞાનમાં જાણનાર જ્ઞાયક જાગ્યો ત્યાં રાગનો ત્યાગ જ છે. સમ્યજ્ઞાનમાં રાગાદિ નવકાર વસતો જ નથી.
ભગવાન આત્મા મહાન મહાન મહાન સ્વભાવવાળી વસ્તુ છે એ મહાન સ્વભાવ જેની દૃષ્ટિમાં આવ્યો તેની દૃષ્ટિમાં રાગ અને પરદ્રવ્ય બિલકુલ વસતાં જ નથી. એનામાં રાગ છે જ નહિ. અજ્ઞાનીને બહુ મોટી વાત લાગે પણ પ્રભુ! તું નાનો નથી. તું તો એવો મોટો છો કે તારી કથની સર્વજ્ઞના કથનમાં પણ પૂરી આવી શકતી નથી. અનુભવમાં જે આવે છે તે વાતોથી પૂરું પડે તેમ નથી. એવડો મોટો તું છો.
પુણ્ય-પાપ અધિકારમાં (૧૬) ગાથામાં) કાંઈ વાત કરી છે! વિકલ્પની એકતા કરે છે ત્યાં પર્યાયમાં સર્વદર્શિ અને સર્વજ્ઞસ્વભાવ રોકાઈ જાય છે. રાગની પ્રતીતમાં સર્વદર્શિ-સર્વજ્ઞસ્વભાવી ભગવાનની પ્રતીત આવતી નથી. રાગની રુચિમાંથી ગુંલાટ મારીને સર્વદર્શિ-સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ કરે તે પુરુષાર્થ છે. એ વીર્યનું કામ છે. ઊંધા વીર્યમાં સર્વજ્ઞસ્વભાવ ઢંકાઈ જાય છે. પુણ્યનો વિકલ્પ મારો છે અમે મારું કર્તવ્ય છે એમ માને છે ત્યાં સ્વભાવ ઢંકાઈ ગયો છે. હવે તેને શુભપરિણામથી આત્માને ખોલવો છે એ કેમ 'ખૂલે ! શુભપરિણામથી આત્માનો સ્વભાવ પ્રગટે એમ માનનારો ભીંત ભૂલ્યો છે. મોટા મેરુપર્વતને ઉપાડીને ભૂકો કરી નાંખ્યો એના જેવી એ ભૂલ છે. - સવારે તો મગજમાં એ વાત આવી હતી કે અનિયત માનનાર અલ્પજ્ઞપણાને જ સ્થાપે છે, વસ્તુની પર્યાય અલ્પજ્ઞ જ હોઈ શકે અને તેની શક્તિ પણ અલ્પ જ હોઈ શકે એમ તેમાંથી સિદ્ધ થાય છે. શક્તિએ આત્મા સર્વજ્ઞ છે અને પર્યાયમાં સર્વજ્ઞ થઈ શકે છે એ વાત જ તેની શ્રદ્ધામાં ન રહી. એ ભલે બીજી રીતે માનતો હોય પણ તેની માન્યતામાંથી સિદ્ધ તો આ જ થાય છે કે વસ્તુ બધી રીતે અલ્પજ્ઞ છે.
અહીં તો પ્રથમથી જ પ્રતીતમાં સર્વજ્ઞસ્વભાવનો અને સર્વજ્ઞપર્યાયનો વિશ્વાસ આવી જાય છે. આચાર્ય મહારાજ કહે છે એ પ્રતીતમાં પણ તેને વિકલ્પનું કર્તુત્વ ન હોય. તેથી પુણ્ય-પાપ અધિકારમાં આ શ્લોક મૂક્યો છે કે સર્વદર્શિ-સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા અને પુણ્ય-પાપનું કર્તુત્વ એ બંને એક સમયની પર્યાયમાં સાથે ન રહી શકે.
ભાઈ ! આ તો શાંતિથી અને ધીરજથી સમજવાની વાત છે. આ કાંઈ વાદ-વિવાદની વાત નથી. આ તો ઘરની વાતો ઘરથી સમજાય, વાદ-વિવાદથી ન સમજાય.
આહાહા ! સવ્વપાળી સંધ્ય ...આ શબ્દ જ્યાં સામે આવે છે ત્યાં એ તત્ત્વ કેવડું મોટું છે એ જ્ઞાનમાં તરવરી જાય છે. આત્મા એકલો જ્ઞાન અને દર્શનનો પિંડ જ છે. એ જો વિકલ્પના કર્તૃત્વમાં રોકાય તો તેને સર્વજ્ઞ-સર્વદર્શિ સ્વભાવની પ્રતીતિ રહેતી નથી. પુણ્ય-પાપના વિકલ્પના લાભમાં રોકાય તેને જ્ઞાતા-દષ્ટા સ્વભાવ પ્રતીતમાં આવતો જ નથી.