________________
૨૨)
[ આત્મપ્રકાશ પ્રવચનો સમુચય સિદ્ધપદનું વર્ણન કરી, તેના નિવાસનું વર્ણન કરી હવે સિદ્ધના સ્વભાવનું વર્ણન કરીને મુનિરાજ નમસ્કાર કરે છે.
સિદ્ધ ભગવાન કેવા છે? કે—કેવળદર્શન અને કેવળજ્ઞાનમય છે. વળી તેઓ નિરંજન છે, તેમને કોઈ જાતનો અંજન–મેલ નથી. ભગવાનને કોઈ જડનો આકાર નથી માટે નિરાકાર છે. પોતાના અરૂપી અસંખ્યાત પ્રદેશોનો આકાર હોય છે. પ્રદેશત્વગુણના કારણે આકાર તો હોય છે પણ જડનો આકાર નથી. કેમ કે ભગવાનને શરીર નથી. માટે તો ભગવાનને નિઃશરીરી કહ્યાં છે.
સિદ્ધ ભગવાન જ્યારે અરિહંતપદે બિરાજતાં હતા ત્યારે જીવાદિ સર્વ પદાર્થોને જાણતા અને પ્રકાશતા હતા. જીવોને ધર્મનો ઉપદેશ આપતા હતા. તે અરિહંતો સિદ્ધ થયા પછી બધાને જાણે છે પણ ઉપદેશ આપતા નથી. એવો જ ક્રમ ચાલ્યો આવે છે કે અરિહંતો ઉપદેશ આપે અને પછી સિદ્ધ થઈ જાય. પછી બીજા અરિહંતો થાય તે ઉપદેશ આપે. મુનિરાજ આવી સંધિ બતાવીને સર્વ સિદ્ધોને નમસ્કાર કરે છે. મોક્ષ અને મોક્ષમાર્ગ જેણે પ્રગટ કર્યો એવા અનંત સિદ્ધોને હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
કેવળજ્ઞાનાદિ અનંત ગુણની પ્રગટતા તે મોક્ષ છે અને શુદ્ધાત્માનું સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન અને સ્થિરતા તે મોક્ષમાર્ગ છે. આવો ઉપદેશ આપીને અનંતા સિદ્ધ થઈ ગયા અને તે ઉપદેશને અનુસરીને અનંતા સિદ્ધ થાય છે અને થશે એવો જ ક્રમ એવી જ પરંપરા જ ચાલી આવે છે.
અરિહંતદશામાં કેવળજ્ઞાન થવા છતાં વાણીનો યોગ હોય છે એવો જ નિમિત્તનૈિમિત્તિક સંબંધ છે. તેથી ભગવાનના જ્ઞાનમાં જેવા ભાવો જણાય છે તેવા જ વાણીમાં આવે છે. આ રીતે અનાદિથી વીતરાગ જૈનશાસન ચાલ્યું આવે છે અને અનંતકાળ રહેશેત્રિકાળ ટકશે.
જે જે અરિહંત થાય તે જે ઉપદેશ આપે છે તે જ યથાર્થ છે. અન્યનો ઉપદેશ યથાર્થ નથી એમ અહીં સિદ્ધ થાય છે. જૈન એટલે અનંત જ્ઞાનાદિ ગુણસ્વરૂપ આત્મા છે તે રાગ-દ્વેષ અને અજ્ઞાનને જીતીને સ્વભાવરૂપે પરિણમે તે જૈન છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે.
આ ગાથાનો સાર એ છે કે અરિહંતદેવના કેવળજ્ઞાનાદિ સ્વરૂપ જે શુદ્ધસ્વભાવ છે તે જ આદરવાયોગ્ય છે. જુઓ ! આમાં એક એક ગાથામાં કેટલું સમાય જાય છે! અરિહંતો ઉપદેશ આપે છે તે સમજીને બીજા અરિહંતો થાય છે અને તે ઉપદેશ આપી મોક્ષમાં ચાલ્યા જાય છે એમ અનાદિ પરંપરા ચાલી આવે છે. જૈનદર્શન કોઈ નવું નથી. અનાદિ-અનંત છે તે જ સત્ય છે એમ આ ગાથામાં સિદ્ધ થાય છે.
કેટલાંકને એમ લાગે કે આ જૈનદર્શનવાળા બહુ સંકુચિત મનવાળા છે કે પોતે જ