________________
સ્વસંવેદનશાનથી આત્મપ્રાપ્તિ
(સળંગ પ્રવચન નં. ૬૮) ज्ञानं प्रकाशय परमं मम किं अन्येन बहुना। येन निजात्मा ज्ञायते स्वामिन् एकक्षणेन ।।१०४।। आत्मानं ज्ञानं मन्यस्व त्वं यः जानाति आत्मानम् । जीवप्रदेशैः तावन्मानं ज्ञानेन गगनप्रमाणम् ।।१०५।। आत्मनः ये अपि विभिन्नाः वत्स तेऽपि भवन्ति न ज्ञानम् ।
तान् त्वं त्रीण्यपि परिहृत्य नियमेन आत्मानं विजानीहि ।।१०६।। આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. પ્રભાકર ભટ્ટ શિષ્ય, ગુરુ શ્રી યોગીન્દ્રદેવને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ! મારે આત્મા જાણવો છે તે કેમ જણાય?
પ્રભાકર ભટ્ટ જેવા શિષ્યો મહાન વિનયથી ગુરુને જ્ઞાનનું સ્વરૂપ પૂછે છે–હે ભગવાન્ ! જે જ્ઞાનથી ક્ષણભરમાં પોતાનો આત્મા જાણી શકાય તે પરમજ્ઞાનનો મારામાં પ્રકાશ કરો. મારે બીજું કાંઈ જોઈતું નથી. માટે બીજી વિકલ્પ-જાળોથી શું ફાયદો ! કાંઈ જ નહિ. મને તો મારો એક આત્મા કેમ જણાય તે સમજાવો.
જુઓ ! જે જ્ઞાનવડે....એમ પ્રશ્ન છે. કોઈ નિમિત્તવડે, વિકલ્પવડે, સંયોગવડે કે કોઈ પણ પરદ્રવ્યવડે આત્મા જણાય છે એ પ્રશ્ન જ નથી. તે જાણે છે કે આત્મા જ્ઞાનવડે જ જણાય તેવો છે માટે શિષ્ય પ્રશ્ન જ એમ કરે છે કે જે જ્ઞાનવડે ક્ષણમાત્રમાં આત્માને જાણી શકાય છે એવા નિર્વિકલ્પજ્ઞાનનું સ્વરૂપ મને બતાવો. બીજા વિકલ્પોથી મારે કાંઈ પ્રયોજન નથી. આમ કહીને બંને વાત મૂકી દીધી કે અમારે એક જ્ઞાનનું જ પ્રયોજન છે અને બીજાં બધાં શુભાશુભ વિકલ્પોથી અમારે કાંઈ પ્રયોજન નથી,
આ શિષ્યના પ્રશ્ન ઉપરથી તેનામાં કેટલી લાયકાત છે તે જણાઈ આવે છે. એટલે અર્થકારે અર્થ પણ એવો કાઢ્યો છે, જે જ્ઞાનવડે એક આત્માને પમાય એ જ્ઞાનનું સ્વરૂપ મને બતાવો. મારે બીજું કાંઈ પ્રયોજન નથી.
ભાવાર્થ : યોગીન્દ્રદેવ ભાવલિંગી મુનિ છે. સર્વજ્ઞભગવાને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનને ભાવલિંગ તરીકે સ્વીકારેલ છે. એ છઠ્ઠા-સાતમા ગુણસ્થાને યોગીન્દ્રદેવ બિરાજમાન છે. વળી આચાર્યપદવીને પ્રાપ્ત છે. એવા ગુરુને શિષ્ય પૂછે છે તે સ્વામિન્ ! જે વીતરાગ સ્વસંવેદનજ્ઞાનથી ક્ષણમાત્રમાં શુદ્ધ બુદ્ધ સ્વભાવી પોતાનો આત્મા જણાય એટલે તે જ્ઞાનનો મારામાં પ્રકાશ