________________
BEREDER
A828282828282828282828282828282828
સર્વજ્ઞનો નિર્ણય તે આત્માનો નિર્ણય
આત્માનો નિર્ણય તે જ સર્વજ્ઞનો નિર્ણય YRALALALALALALALALALALALALALALALAURA
(સળંગ પ્રવચન નં. ૧૨) आत्मा लब्धो ज्ञानमयः कर्मविमुक्तेन येन ।
मुक्त्वा सकलमपि द्रव्यं परं तं परं मन्यस्व मनसा ॥१५॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૧૫મી ગાથાનો ભાવાર્થ ચાલે છે.
દરેક આત્મા શક્તિરૂપે–વસ્તુરૂપે સ્વભાવરૂપે તો પરમાત્મા છે પણ અહીં તો જેણે પર્યાયમાં પરમાત્માપણું પ્રગટ કર્યું એવા પરમાત્મા કેવા હોય તેની વાત ચાલે છે.
શ્રી યોગીન્દુદેવ શિષ્ય પ્રભાકર ભટ્ટને કહે છે કે હે પ્રભાકર ભટ્ટ ! તું આવા પરમાત્માનું ધ્યાન કર.
જેણે દેહ, વાણી, મન આદિ નોકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને રાગદ્વેષાદિ ભાવકર્મથી રહિત થઈને કેવળજ્ઞાનથી રચાયેલા આત્માને પ્રાપ્ત કર્યો છે–વ્યક્ત પર્યાયમાં કિવળાનનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા પરમાત્માને તું જાણT--
આવા અરિહંત અને સિદ્ધ પરમાત્મા ક્યારે જણાય? કે માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્યથી માંડીને સમસ્ત વિભાવપરિણામથી રહિત થાય ત્યારે જણાય.
માયા એટલે કપટ–કુટિલતાનો ત્યાગ કરે, મિથ્યા અભિપ્રાયનો ત્યાગ કરે ત્યારે ) પરમાત્માનું સ્વરૂપ જણાય. પરમાત્મસ્વરૂપનો નમૂનો જાણ્યા વગર પરમાત્મા ન જણાય. જેમ, પાંચ મણ ચોખા રાંધવા મૂક્યાં હોય તેમાંથી થોડાં દાણાં દબાવી જુએ તો ખબર પડે ને કે બધાં રંધાઈ ગયાં છે. તેમ શિષ્ય પોતાના અંતરમાં પરમાત્માનો અંશ પ્રગટ કરે ત્યારે આખું પરમાત્મસ્વરૂપ જણાય.
કેવળજ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે તેમાં એક સમયમાં આખો લોકાલોક જણાય જાય. એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત થયેલાં પરમાત્મા શિષ્યના જ્ઞાનમાં ક્યારે જણાય? કે જ્યારે શિષ્ય માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્ય તથા સર્વ વિભાવપરિણામથી રહિત થઈ ચિત્તને નિર્મળ કરે અને પર્યાયમાં સમ્યજ્ઞાન પ્રગટ કરે ત્યારે પરમાત્મા જણાય.
પરમાત્માને જાણ એટલે તારા આત્માને જાણ ત્યારે પરમાત્મા જણાય. રાગ અને વિકલ્પથી રહિત થઈને આ મારો આત્મા પૂર્ણાનંદ છે એમ જાણે ત્યારે દિવ્યજ્ઞાનધારી પરમાત્માનું સ્વરૂપ જણાય.