________________
પ્રવચન-૨ )
[ 121 મુમુક્ષુ –હીરાની દુકાને તો પડાપડી થતી હોય છે.
પૂજ્ય ગુરુદેવશ્રી અહીં પણ પડાપડી થાય છે. છ માસ ને આઠ સમયમાં છસો ને આઠ જીવો સિદ્ધ થઈ જાય છે. સિદ્ધ થનારની મોટી કતાર ચાલુ જ છે. ધારાવાહી માર્ગમાં સિદ્ધો હારબંધ થઈ રહ્યાં છે.
આવા આત્માને આદરણીય કરવો એટલે બીજાની મહિમા છોડી આત્મામાં દૃષ્ટિ લગાવવી તે આત્મામાં ઉપાદેયપણું છે. તે મોક્ષનો માર્ગ છે.
હક આત્મપ્રાપ્તિ પુરુષાર્થથી થાય છે. કળશટીકામાં યત્નસાધ્ય નથી, કાળલબ્ધિથી થાય એમ કહ્યું છે એ તો અર્ધપુદગલપરાવર્તન કાળ બાકી રહ્યો હોય ત્યારે જ આત્મપ્રાપ્તિ થાય એવો સિદ્ધાંત છે એ વાત ત્યાં સિદ્ધ કરવી છે. એને વિશ્વાસ આવી જવો જોઈએ કે મારો સ્વકાળ આવી જ ગયો છે. સબ અવસર આવી ગયો છે એમ વિશ્વાસ આવી જવો જોઈએ. સંસારમાં તો તેને રુચતી વાત તરત જ કરીશ એમ કહે છે. જે વસ્તુ તેનાથી થઈ શકતી નથી એને તરત જ કરવા કહે છે તો જે વસ્તુ પોતાની જ છે પોતાથી જ થઈ શકે છે એ તરત જ કેમ ન થાય? એને વિશ્વાસ આવી જવો જોઈએ કે હું તો તરવાને પંથે જ જઈ રહ્યો છું, મારે એકાદ ભવ છે. જેમાં ભવ નથી એની દૃષ્ટિમાં ભવ હોય જ નહિ.
જ શ્રદ્ધાનામાં વિપરીતતા હોવાથી સમ્યક અટકે છે થતું નથી અને પુરુષાર્થની નબળાઈથી ચારિત્ર અટકે છે–પ્રગટતું નથી. છતાં સમ્યક નહિ થવામાં શ્રદ્ધાનની વિપરીતતાને બદલે પુરુષાર્થની નબળાઈ માનવી એ તો ડુંગર જેવડા મહાન દોષને રાય સમાન અલ્પ જાણે છે; તે ડુંગર જેવડા મહાન દોષને છેદી શકે નહિ.
- પૂજ્ય ગુરુદેવશ્રી