________________
પ્રવચન-૭૨ )
[ ૪૮૩ આત્મવસ્તુ પરમસ્વરૂપે છે. અલ્પજ્ઞપર્યાય તો અપરમસ્વરૂપ છે અને શુભાશુભભાવ તો પરસ્વરૂપ છે.
ભાવાર્થ :–દ્ધિનો ગર્વ, રસાયણનો ગર્વ, નવરસ જાણવાનો ગર્વ, કવિકળાનો મદ, વાદમાં જીતવાનો મદ, શાસ્ત્રની ટીકા બનાવવાનો મદ, શાસ્ત્રના વ્યાખ્યાન કરવાનો મદ આ ચાર પ્રકારના શબ્દ-ગૌરવ-સ્વરૂપ અનેક વિકલ્પ-જાળોના ત્યાગરૂપ પ્રચંડ પવન પ્રજ્વલિત થયેલી અગ્નિ નિજ શુદ્ધાત્મતત્ત્વના ધ્યાનરૂપ અગ્નિ આ સમસ્ત પાપોને બાળીને ભસ્મ કરી નાંખે છે. અર્થાત્ જન્મ જન્મમાં લાગેલાં પાપોને અર્ધ નિમેષમાત્રમાં નષ્ટ કરી નાંખે છે. આવું ધ્યાનનું સામર્થ્ય જાણીને એવા ધ્યાનની જ સદા ભાવના કરવાયોગ્ય છે.
બહુ પૈસા હોય, સુંદર સ્ત્રી, પુત્ર, પરિવાર હોય, મકાન હોય એ બધીય ઋદ્ધિ ગણાય છે. તેથી એવી અદ્ધિવાળાને તેનું અભિમાન થઈ જાય છે પણ એ તો ધૂળ છે. તોરી ચીજ નથી તો તેના અભિમાન શા ? એ માટીના ઢગલા સાથે તારે ખરેખર કાંઈ સંબંધ નથી. માટે એના અભિમાન છોડ્યા વિના આત્માની દૃષ્ટિ થઈ શકતી નથી. બહારમાં હામ, દામ, શામ ને ઠામ છે એ કોઈ તારા નથી. તારામાં અનંત વીર્ય છે એ તારું “હામ” છે, અનંત ગુણરૂપ લક્ષ્મી એ તારું “દામ' છે. અસંખ્ય પ્રદેશી નિજક્ષેત્ર એ તારું “ઠામ” છે. માટે હવે તારે જો આત્મજ્ઞાન જોઈતું હોય તો બહારના હામ-દામના અભિમાન છોડી દે અને અંતરમાં આવી જા. અમે બહુ આબરૂવાળા છીએ એવા ગર્વ છોડી દે.
પૈસા વધવાથી આત્મા વધી જતો નથી અને પૈસા ઘટવાથી આત્મા કાંઈ ઘટી જતો નથી. જડના ઢગલાથી આત્મા મોટો–એ વાત લાવ્યો કયાંથી ! આત્મા અનંત ગુણની સંપત્તિથી મોટો છે કે જડના ઢગલાથી? અનંતગુણથી આત્મા મોટો છે તેને બદલે ધનાદિથી પોતાની મોટાઈ માને છે તેને આત્માની દૃષ્ટિ થતી નથી.
વીતરાગ પરમેશ્વર કહે છે આત્માનું સ્વરૂપ તો અનંત ચતુષ્ટયમય છે એવો આત્માને માનવો હોય તો માન. જેવો છે તેવો નહિ માનતાં સંયોગવાળો માને છે તેનાથી તો જીવ એનાદિકાળથી રખડી રહ્યો છે તેમ રખડશે. રખડતાં તો એને આવડે છે. અહીં તો રખડવાનું મટી જાય અને અનંત આનંદમાં રહેવાય એવો રસ્તો બતાવાય છે. ચાર ગતિમાં દેવ થાય કે રાજા થાય એ પણ બધા દુઃખી જ છે. ભોગના અર્થીઓ ભિખારી જ છે, ભલે તે રાજા હો કે દેવ હો.
અનંતકાળમાં જીવે બીજું તો બધું જોયું અને જાણ્યું છે પણ એક આત્માને જોયો, અને અનુભવ્યો નથી. તેથી ભગવાન તેને કહે છે કે તારા અંતરમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્યથી ભરેલું આખું તત્ત્વ છે તેને તારે જોવું હોય તો બાહ્ય ઋદ્ધિ આદિનો ગર્વ છોડી દે. અમે પાંચ-પચીશ કરોડના સ્વામી છીએ, અમારાં શરીર રૂપાળા છે, અમારા સ્ત્રી-પુત્ર-મકાનાદિ બહુ સુંદર છે એવા મિથ્યા અભિમાન છોડવા