________________
આનંદ-ધામ આત્મદેવ
(સળંગ પ્રવચન નં. ૭૩) मुक्त्वा सकलां चिन्तां जीव निश्चिन्तः भूत्वा । चित्तं निवेशय परमपदे देवं निरञ्जनं पश्य ।।११५॥ यत् शिवदर्शने परमसुखं प्राप्नोषि ध्यानं कुर्वन् ।
तत् सुखं भुवनेऽपि अस्ति नैव मुक्त्वा देवं अनन्तम् ।।११६॥ આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે, તેની ૧૧૫મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે હે જીવ! ચિંતાઓને છોડીને નિરંતર શુદ્ધાત્મસ્વરૂપને દેખ
ગાથાર્થ –હે જીવ! સમસ્ત ચિંતાઓને છોડીને, અત્યંત નિશ્ચિત થઈને તું તારા મનને પરમપદમાં ધારણ કર અને નિરંજનદેવને દેખ ! ૧૧૫.
જીવને સંબોધન કર્યું છે તો જીવ કોને કહેવો? -કે જે અનંતજ્ઞાન અને આનંદથી ભરેલું તત્ત્વ છે તેને જીવ કહેવાય છે. તે તું જ છો પ્રભુ ! તું અતીન્દ્રિય આનંદથી ભરેલો છો. તે નિત્ય આનંદની મૂર્તિ છો. માટે તું સર્વ પ્રકારની ચિંતાઓને છોડી દે ! શભાશભ વિકલ્પમાં અનેક પ્રકારની ચિંતા છે તેને છોડીને તારા મનને એટલે કે જ્ઞાનની દશાને પરમપદમાં ધારણ કર ! નિશ્ચિત થઈને પરમાનંદમૂર્તિ આત્મામાં દૃષ્ટિ લગાવ ! તને અતીન્દ્રિય આનંદનો અનુભવ થશે.
પ્રભુ ! તારું અતીન્દ્રિયસુખ તારામાં જ છે પણ તેને તેની ખબર નથી તેથી બહારમાં સુખ શોધે છે. જેમ શેરડીમાં રસ ભરેલો છે તેમ, આત્મામાં અતીન્દ્રિય આનંદરસ ભરેલો છે. જેમ છોતાં અને રસ જુદાં છે તેમ, આત્મા પૂણ્ય-પાપના વિકલ્પથી તદ્દન જુદો છે. વિકલ્પો તો કૂચા જેવા છે અને આત્મા અતીન્દ્રિય આનંદરસથી ભરપૂર ભરેલો છે. માટે જો તારે સુખ જોઈતું હોય તો આત્મતત્ત્વમાં દૃષ્ટિ લગાવ. T સુખ કહો કે ધર્મ કહો બંને એક જ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ સુખમય છે. તેની પ્રાપ્તિ કરવી હોય તો સુખથી ભરેલા ચૈતન્યતત્ત્વ ઉપર દૃષ્ટિ લગાવ! બસ એટલું જ કરવાનું છે. બહુ ટૂંકું છે. ધર્મ માટે બહારમાં ચારેકોર ફાં.....ફા...મારવા પડે તેમ નથી.
આત્મા તો અતીન્દ્રિય આનંદનો મોટો પર્વત છે. નિરંજનદેવ છે. ઈન્દ્રના સુખથી આત્માનું સુખ વિજાતીય છે. જુદી જાતનું છે. ઈન્દ્રને કરોડો ઈન્દ્રાણીમાં સુખ નથી. તેના પ્રત્યે રાગ છે તે દુઃખ છે. એ જડ વૈભવ અને વિકલ્પવાળા કલ્પિત સુખની સાથે આત્માના