________________
પ્રવચન-૪)
[ ૧૯ અરિહંત છે તેને વાણી છૂટે છે, કર્મનો સંબંધ પણ છે અને સમયે-સમયે કર્મોનો નાશ થતો જાય છે અને શુદ્ધિ વધતી જાય છે તેથી પર્યાયે–પર્યાયે નિર્મળતા વધતી જાય છે. આવી જ ભગવાનની પર્યાયની સ્થિતિ છે. આચાર્યો પણ દ્રવ્ય, ગુણ, પર્યાયની જેવી જેવી સ્થિતિ છે તેનું બરાબર વર્ણન કરતાં કરતાં નમસ્કાર કરતાં જાય છે. ગજબ શૈલી છે !
આહાહા....! ભૂત, ભવિષ્ય અને વર્તમાન સિદ્ધોને નમસ્કાર કરનારના જ્ઞાનની એક સમયની પર્યાયનો કેટલો વિકાસ થયો છે કે ત્રણકાળના અનંતા સિદ્ધોનો તેના જ્ઞાનમાં ભરોસો આવી ગયો છે–કબૂલાત થઈ ગઈ છે.
આ ગાથાનું તાત્પર્ય એ છે કે એક નિર્વિકલ્પ સમાધિ જ આદરવા યોગ્ય છે એટલે પોતાના શુદ્ધ જ્ઞાન-દર્શનસ્વભાવના આશ્રયે પ્રગટેલી શાંતિ જ આદરણીય છે.
' હવે ચોથી ગાથામાં યોગીન્દુદેવ નિર્વાણમાં વસતાં સિદ્ધોને નમસ્કાર કરે છે. તે સિદ્ધ કેવા છે? કે–ત્રણલોકના ગુરુ છે તોપણ સંસાર-સમુદ્રમાં પડતાં નથી. મહાન શક્તિ પ્રગટ થઈ છે એટલે સંસારમાં પાછા આવે તો વાંધો નહિ એમ ન હોય. નીચેના ગુણસ્થાનમાં પણ એકવાર સ્વરૂપની દૃષ્ટિ થઈ ગયા પછી જીવ પાછો પડતો નથી તો પછી જેને પૂર્ણાનંદ પ્રગટ થઈ ગયો છે તે કેમ પાછો પડે? ન જ પડે. લોકો માને છે કે ભગવાન અવતાર ધારણ કરે છે. તે માન્યતા તદ્દન જૂઠી છે. ત્રણકાળમાં કદી એમ બનતું નથી. પોતાની ઉન્નત્તિક્રમમાં ચડેલાં જીવ કોઈ તીર્થકર થાય અને પાત્ર જીવને તરવાનું નિમિત્ત બને એ જુદી વાત છે પણ સિદ્ધ થયા પછી પાછા સંસારમાં અવતાર ધારણ કરે એમ ન બને.
લોખંડ જેવી ભારે વસ્તુ સમુદ્રમાં ડૂબી જાય છે પણ ગૈલોક્યગુરુ એવા ભારે ભગવાન સંસાર-સમુદ્રમાં ડૂબતાં નથી.
પૂર્વે જે તીર્થંકર પરમદેવ તથા ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રામ, પાંડવ આદિ અનેક જીવો વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનના બળથી નિજશુદ્ધાત્મસ્વરૂપને પામીને અને કર્મોનો નાશ કરીને પરમ સમાધાનરૂપ નિર્વાણપદમાં બિરાજી રહ્યાં છે તેમને હું વંદન કરું છું. નિર્વાણપદને પરમ સમાધાનરૂપ કેમ કહ્યું કે દુનિયામાં ગમે તેટલો ફેરફાર થાય કે ભગવાનને પૂજનારા જીવોમાં કાંઈ ફેરફાર થાય તોપણ ભગવાનને કાંઈ વિકલ્પ ઉઠતો નથી. પરમ સમાધાન વર્તે છે. ટોડરમલ્લજીએ પણ સિદ્ધ ભગવાન રાગ-દ્વેષ કરતાં નથી એ વિષયમાં ઘણું વર્ણન કર્યું છે.
આ ગાથામાં તીર્થંકરપણા વગર રામ, ભરત આદિ જે અનંતા જીવો સિદ્ધ થઈ ગયા તેમને બધાંને એકસાથે નમસ્કાર કર્યા છે. તે દરેક જીવો લોકાલોકને જાણતાં થકાં સિદ્ધપદમાં બિરાજી રહ્યા છે.
તે સિદ્ધ કેમ થયાં કે નિર્વિકલ્પ ધ્યાન વડે આઠ કર્મોને બાળીને સિદ્ધ થયા છે. જેમ