________________
૭૪ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
વિકાર નથી. સિદ્ધ ભગવાનને જાતિ, કુળનો મદ કે જ્ઞાનમદ આદિ આઠ પ્રકારનો મદ ન હોય. અને સમકિતીને દ્રવ્યસ્વભાવની મહિમા આવી છે તેથી તેને પણ જ્ઞાનના ક્ષયોપશમ આદિનો મદ ન હોય. મારો અખંડાનંદ ભગવાન બિરાજે છે તેની પાસે બધી ચીજ હલકી અને તુચ્છ છે.
ચક્રવર્તીકી સંપદા, ઈન્દ્ર સરીખા ભોગ,
કાગ વીટ સમ જાનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ. ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દષ્ટિને નિજસ્વરૂપ આનંદમૂર્તિના અનુભવ આગળ પૂર્વ પુણ્યથી કદાચ છ ખંડનું રાજ્ય મળ્યું હોય કે ઈન્દ્રપદ મળ્યું હોય, કરોડો ઈન્દ્રાણી હોય પણ એ બધું તેને કાગવીટ સમાન તુચ્છ લાગે છે. મારા આનંદમૂર્તિ નિજ ભગવાન કરતાં જગતમાં કોઈ ચીજ અધિક નથી. એક મારો ભગવાન આત્મા જ મને અધિક છે. “સિદ્ધ સમાન સદા પદ મેરો'. મારા સત્ ચિદાનંદ સિદ્ધ સમાન શુદ્ધાત્મા પાસે બીજું કોઈ અધિક નથી. તો હું શેનું અભિમાન કરું ? જે ચીજ આત્મામાં નથી તે ચીજ ધર્મીની દૃષ્ટિમાં નથી તેથી તેનું ધર્મીને અભિમાન ન હોય.
આહાહા...! ક્યાં આત્માનું સ્વરૂપ ! અને લોકો તેને કેવું માની બેઠા છે! વીતરાગની દિવ્યધ્વનિથી પણ આત્મા જાણી શકાતો નથી. કેમ ? કે વાણી પર છે. તે સાંભળવાનું લક્ષ રહે છે તે તો વિકલ્પ છે. વિકલ્પથી આત્મા ન જણાય. આવી વાત સાંભળીને લોકો એમ કહે કે અરે ! આ શું જૈન કહેવાય?
અરે, જૈનના આચાર્ય યોગીન્દ્રદેવ કહે છે કે ભગવાનની વાણીથી પણ આત્મા ન જણાય. યોગીન્દ્રદેવ એટલે કોણ કે જે મહાન આચાર્ય, સંત, પરમેષ્ઠીમાં ભળેલાં છે. “નમો આયરિયાણમાં તેઓનું પદ છે. એવા એ જંગલમાં વસતાં મુનિરાજ કહે છે કે વીતરાગની વાણીથી આત્મા ન જણાય. લોકો કહે છે આવું માને તે જૈન નહિ. તો અહીં તો કહે છે કે વીતરાગની વાણીથી નહિ–વિકલ્પથી નહિ પણ આત્માના નિર્વિકલ્પ ધ્યાનથી આત્મા જણાય છે. આમ માને છે તે જૈન છે. આગળ ૨૩મી ગાથામાં આ વાત બહુ સરસ આવશે કે લોકો અન્ય માર્ગમાં જ વળેલાં છે. લોકો અન્યથા ક્લેશ કરી રહ્યાં છે માર્ગ કોઈ જુદો
પહેલાં શાસ્ત્રથી સમજવું એ નિમિત્ત છે પણ આત્માની પ્રાપ્તિ તો નિર્વિકલ્પ ધ્યાનથી જ થાય. એ સિવાય બીજો કોઈ ઉપાય ત્રણકાળ ત્રણલોકમાં નથી. જેણે આત્મા મેળવ્યો તેણે નિર્વિકલ્પ ધ્યાનથી જ મેળવ્યો છે અને જેણે ખોયો છે તેણે આ રોદ્ર ધ્યાનથી જ ખોયો છે.
અહા ! કેવળજ્ઞાનનો કંદ આત્મા ! જેમાંથી કેવળજ્ઞાનનો પ્રવાહ વહે એવો આત્મા !