________________
પ્રવચન-૩૨ J
[ ૧૮૭
જ્ઞાનમૂર્તિ ભગવાન ચૈતન્ય-અરીસો છે તેમાં નજર કરે તો જ્ઞાનનો પિંડ-૨સકંદ નજરમાં આવે. આવો આ ભગવાન પોતાના સ્વરૂપને છોડીને કર્મરૂપે પરિણમતો નથી અને દ્રવ્યકર્મ અને ભાવકર્મ કદી આત્મારૂપે પરિણમતા નથી પણ ભ્રાંતિથી ભવ થયા છે. છતાં ભગવાન આત્મામાં ભવ અને ભ્રાંતિ બંનેનો અભાવ છે. ભવ ને ભ્રાંતિરૂપે આત્મા થયો નથી અને ભવ ને ભ્રાંતિ આત્મારૂપે થયા નથી. પણ આ વાત સાંભળવા મળે નહિ, મળે તો સમજવાની દરકાર નહિ અને ધર્મના નામે બહારની ક્રિયા કરી કરીને હેરાન થઈ જાય છે.
- અહીં તો પહેલાં ફક્ત વિશ્વાસ અને દૃષ્ટિ પલટાવવાની વાત છે. વિશ્વાસ થયા વિના સ્થિરતારૂપી વહાણ ચાલતાં નથી. જેણે શાન, દર્શન અને આનંદ ધારી રાખ્યા છે એવી આ ચૈતન્યવસ્તુ જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ જડકર્મ અને અલ્પજ્ઞાન, અલ્પદર્શન આદિ ભાવકર્મરૂપે થઈ જ નથી અને તે આત્મારૂપે થયા નથી. બંને વસ્તુ અનાદિથી ભિન્ન-ભિન્ન જ વર્તે છે. પણ આમ ભિન્ન વર્તે છે એવી મહિમાપૂર્વક દૃષ્ટિ થયા વિના એને આત્મામાં નવું વર્ષ બેસતું નથી.
જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, વેદનીય, આયુષ્ય—કર્મરૂપે આત્મા થયો નથી અને તે આત્મારૂપે થયા નથી. નામકર્મ અને તેમાં અટકવારૂપ યોગ્યતાપણે પણ આત્મા થયો નથી. ગોત્રકર્મ અને તેની ઊંચ-નીચની યોગ્યતાપણે આત્મા થયો નથી અને તે આત્માપણે થયા નથી. અંતરાયકર્મ અને દાન લાભ આદિમાં વીર્યની અલ્પતાપણે આત્મા થયો નથી અને તે આત્માપણે થયાં નથી અર્થાત્ તે જડરૂપ પોતાના પુદ્ગલપણાને છોડીને ચૈતન્યરૂપ થતાં નથી. રાગદ્વેષ, અલ્પજ્ઞતા આદિ પણ જડ છે. એ ચૈતન્ય નથી. ઉઘાડનો એક અંશ તે વ્યવહાર-આત્મા છે, તે ખરેખર નિશ્ચય—આત્મા નથી. ચિદૂધન દ્રવ્યસ્વભાવ અલ્પજ્ઞરૂપે થયો નથી અને અલ્પજ્ઞતા ચિનરૂપે થઈ નથી.
અરે, ત્રિકાળી નિત્ય દ્રવ્ય ઉત્પાદ્—વ્યયના અંશરૂપે થતું નથી માત્ર માન્યતામાં ફેર છે. પૂર્ણાનંદ દ્રવ્યસ્વભાવનો સ્વીકાર નહિ અને અલ્પજ્ઞતા તથા રાગાદિનો સ્વીકાર એ જ મિથ્યાભ્રમ છે, તે જ સંસાર છે, તે જ દુઃખ છે.
સાચું પૂજ્યપણું કોનું છે? કે ભગવાન આત્મા પોતે પૂજ્ય છે. તેની પૂજા કર્યા વિના બીજા બધાં થોથા છે અને ચૈતન્ય મહાપદાર્થની પૂજ્યતા અંતરમાં પ્રગટી તેને બધી પૂંજા થઈ ગઈ.
હવે ગાથાનો સરવાળો કરે છે કે ભાઈ ! તારી પ્રભુતાને સંભાળવા માટે પૂર્ણ સ્વભાવ અને તે-મય આત્મા એટલે સ્વભાવ અને સ્વભાવવાન—અભેદ આત્મા તેને સર્વ પ્રકારે ઉપાદેય બનાવ. ચારે તરફથી દૃષ્ટિ હટાવી એક તેના ઉપર જ દૃષ્ટિ દે, કેમ કે એક એ જ આદરણીય છે.