________________
પ્રવચન-૬૮ ]
| ૪૫૧
શિષ્યની પ્રાર્થનાના ઉત્તરમાં શ્રીગુરુ ચાર દોહાસૂત્રોથી જ્ઞાનનું સ્વરૂપ પ્રકાશે છે.
શ્રીગુરુ કહે છે હે પ્રભાકર ભટ્ટ ! તું આત્માને જ જ્ઞાન જાણ. જ્ઞાનરૂપ આત્મા નિશ્ચયથી લોકપ્રમાણ છે અને વ્યવહારથી આત્માનો સંકોચ-વિસ્તાર સ્વભાવ હોવાથી શરીપ્રમાણ છે.
આત્મા લોકપ્રમાણ અસંખ્યપ્રદેશી છે એ વાત સર્વજ્ઞ સિવાય બીજાં કોઈ પાસે ન
હોય. અસંખ્યપ્રદેશમાં આત્માનો શુદ્ધ, બુદ્ધ એકસ્વભાવ વ્યાપેલો છે. માટે શુદ્ધ, બુદ્ધ એકસ્વભાવી તે આત્મદ્રવ્ય છે, અસંખ્યાત પ્રદેશ તે તેનું ક્ષેત્ર છે, સ્વસંવેદનજ્ઞાન તે આત્માનો સ્વકાળ છે અને શુદ્ધ, બુદ્ધ ચૈતન્યસ્વભાવ તે આત્માનો ભાવ છે. આ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તે આત્માના સ્વચતુષ્ટય છે. આવા સ્વચતુષ્ટય સર્વજ્ઞ સિવાય બીજા કોઈ મતમાં ન હોય. દરેક વસ્તુ પોતાના ગુણ-પર્યાયમાં જ રહેલી છે. દરેક વસ્તુને પોતાનું સ્વક્ષેત્ર હોય છે. આત્મા પોતાના અસંખ્યપ્રદેશમાં રહેલો છે. તે પ્રદેશોની સંખ્યા લોકના પ્રદેશ જેટલી છે. આ અસંખ્યાત પ્રદેશમાં આત્મા વ્યાપેલો હોય છે.
ગાથા દીઠ અલગ અલગ વાત કહેવાય છે.
જે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં શુદ્ધ, બુદ્ધ એક સ્વભાવ આત્માનું જ્ઞાન થાય છે તે સ્વસંવેદનશાન છે તેના વડે એક ક્ષણમાં આત્માને પામી શકાય છે. શુદ્ધ, બુદ્ધ એક સ્વભાવવાળી વસ્તુ પોતાના અસંખ્યપ્રદેશમાં વસેલી છે. બીજે બહારમાં ક્યાંય એ વસ્તુ વ્યાપક નથી. માટે જીવે પોતાના ભાવજ્ઞાન દ્વારા આ અસંખ્યપ્રદેશમાં જ એકાગ્ર થવાનું છે. સ્વસંવેદનશાનરૂપ સ્વકાળમાં, અનંત ગુણના ભાવવાળી વસ્તુમાં એકાગ્રતા કરવી છે તો પ્રશ્ન તો થાય કે તેનું ક્ષેત્ર કેવડું છે ! અર્થાત્ કેટલા ક્ષેત્રમાં એકાગ્ર થવાનું છે ? તેનો આ જવાબ છે કે આત્મા પોતાના અસંખ્ય પ્રદેશમાં જ રહેલો છે તેનાથી બહાર તે વ્યાપતો નથી. માટે, આ અસંખ્યપ્રદેશમાં જ પોતાના જ્ઞાનને એકાગ્ર કરવાનું છે.
જ્ઞાન પોતાના અસંખ્યપ્રદેશોમાં જ રહેલું હોવા છતાં તે જાણે છે આખા લોકાલોકને. તેથી જાણવાની અપેક્ષાએ જ્ઞાનને સર્વવ્યાપક કહેવાય છે પણ તેનું સ્વક્ષેત્ર તો પોતાના અસંખ્યપ્રદેશ પ્રમાણ જ છે (વેદાંતથી જુદુ પાડવા માટે, વસ્તુનું એક એક સ્વરૂપ અહીં સિદ્ધ કરવા માગે છે.) આત્મા જ્ઞાનપ્રમાણ છે અને જ્ઞાન શેયપ્રમાણ છે એમ જે કહેવામાં આવ્યું છે તે જ્ઞાન સર્વ શેયોને જાણે છે એ અપેક્ષાએ કહેવાય છે. વ્યવહારથી તે કથન છે. બાકી નિશ્ચયથી જ્ઞાન પોતાના અસંખ્યપ્રદેશમાં જ વ્યાપેલું છે,
આત્માના પ્રદેશોમાં સંકોચ-વિસ્તાર થવાનો સ્વભાવ હોવાથી જ્યારે જેવડા શરીરમાં આત્મા વસેલો હોય છે ત્યારે આત્માના પ્રદેશો પણ શરીરના પ્રમાણમાં સંકોચાયેલા હોય છે માટે આત્માને શરીપ્રમાણ પણ કહેવાય છે. શરીરથી બહારના ક્ષેત્રમાં આત્માના પ્રદેશો હોતા નથી. શરીર જેવડા જ ક્ષેત્રમાં આત્માના અસંખ્ય પ્રદેશો વસેલા છે અને એટલા