________________
૪૧૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો દેવ, ગુરુ, શાસ્ત્ર, સાતતત્ત્વ, સ્વ-પર અને સ્વ બધાંની શ્રદ્ધા યથાર્થ જ હોય છે. અહીં તો એક આત્માની શ્રદ્ધાને નિશ્ચયસમ્યગ્દર્શન ગણીને બાકીના બધાં ભાવોને વિકલ્પાત્મક ગણીને વ્યવહાર કહ્યાં છે.
ભાવાર્થ : આત્મતત્ત્વ કેવું છે? આત્મતત્ત્વ વીતરાગ, ચિદાનંદ, અખંડ સ્વભાવી છે. રાગનો એક અંશ પણ આત્મતત્ત્વમાં નથી. રાગ તો દોષરૂપ છે તે વસ્તુના સ્વભાવમાં ન હોય. વસ્તુ-આત્મા તો ચિદાનંદ-જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. વસ્તુમાં ખંડ નથી, એકરૂપ છે. વસ્તુમાં રાગ નથી, વીતરાગસ્વરૂપ છે અને જ્ઞાનાનંદસ્વરૂપ છે. ભગવાન આત્મતત્ત્વ નિર્દોષ, ચિદાનંદ ગુણસંપન્ન એકરૂપ અખંડ એકસ્વભાવ છે.
પોતાના આવા વિતરાગ, ચિદાનંદ અખંડ સ્વભાવ આત્મતત્ત્વનું સમ્યફ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે અને એ જ આત્મતત્ત્વનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને આવા સ્વરૂપનો અનુભવ અને તેમાં સ્થિરતા તે સમ્યક્ષ્યારિત્ર છે. આ ત્રણેય પર્યાય છે તે વસ્તુ સાથે અભેદ છે. જે સમયે સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન, ચારિત્રની પરિણતિ છે તે વખતે મન, વચન, કાયા ત્રણેય ગોપવાય છે માટે ત્રણગુપ્તિનું પરિણમન છે.
આ મુનિની મુખ્યતાથી કથન છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને મુનિને આવું અભેદ રત્નત્રય અને ત્રણગુપ્તિ હોય છે. અભેદરત્નત્રય જેનું લક્ષણ છે અને ત્રણગુપ્તિરૂપ સમાધિમાં જે લીન છે એવા મુનિને નિશ્ચય સમ્યકત્વ છે. ચોથા ગુણસ્થાને સમકિતીને પણ સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપાચરણચારિત્ર તો છે પણ સ્વરૂપમાં વિશેષ સ્થિરતા નથી તેથી તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે અને મુનિને નિશ્ચયથી મોક્ષમાર્ગ કહ્યો છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની અપેક્ષાથી તો ચોથા ગુણસ્થાને પણ નિશ્ચયમોક્ષમાર્ગ છે પણ ચારિત્ર સહિત અભેદરત્નત્રયની અપેક્ષાએ મુનિને નિશ્ચયમોક્ષમાર્ગ કહ્યો છે.
નિશ્ચયનયથી નિજ આત્મા જ નિશ્ચયસમ્યકત્વ છે. ચિદાનંદ નિર્દોષ અખંડ આત્માની અંતરમાં અનુભૂતિની અસ્તિ અને મન-વચન-કાયા આ ત્રણેયની પ્રવૃત્તિની નાસ્તિ એટલે કે તે ત્રણેય સંબંધી વિકલ્પો છૂટી ગયા છે એવી સમાધિમાં અભેદરત્નત્રયની પરિણતિ તે શાંતિ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર ત્રણેયમાં શાંતિ છે. તે શાંતિમાં લીન છે એવો આત્મા જ નિશ્ચયથી સમ્યક્ત્વ છે.
એ શાંતિની પરિણતિપણે પરિણમે ત્યારે સમ્યગ્દર્શન છે કારણ કે વસ્તુ પોતે તો અનાદિથી છે પણ શાંતિની પરિણતિ નથી તો સમ્યગ્દર્શન નથી. પુણ્ય-પાપના પરિણામ અને સંયોગો મારા છે એવી મિથ્યાત્વની પરિણતિ વર્તે છે તેમાં શાંતિ નથી. જેમાં કોઈની અપેક્ષા નથી એવી અભેદરત્નત્રયની પરિણતિમાં જ શાંતિ છે.
પ્રવચનસારમાં આવે છે... “હું આ મોક્ષ અધિકારી જ્ઞાયકસ્વભાવી આત્મતત્ત્વના