________________
ઘ00 |
[ પરમ પ્રકાશ પ્રવચનો ઝુકાવમાં મહામુનિઓ રાગ વિનાના પરમાનંદ સહિત જે સુખને પામે છે તે સુખને ઇન્દ્રાદિ દેવો પામતા નથી. ઇન્દ્ર સમ્યગ્દષ્ટિ છે તેથી આનંદને અનુભવે છે પણ અસ્થિરતાવશ જેટલો રાગ ઈન્દ્રાણી આદિમાં જાય છે એટલું દુઃખ જ અનુભવે છે.
જગતમાં સુખી સાધુ જ છે અન્ય કોઈ નથી. પણ સાધુ કહેવા કોને ! કપડાં છોડી દીધા એટલે સાધુ થઈ ગયો? મિથ્યા અભિપ્રાય અને રાગ-દ્વેષની લાગણીના કપડાં છોડ્યા વગર કોઈ સાધુ થઈ શકતું નથી. મિથ્યાત્વ એટલે શુભરાગમાં આનંદ માનનારો અને અનંત પરપદાર્થના કામ કરવાના અભિપ્રાયવાળો મિથ્યાદેષ્ટિ સ્વપદાર્થમાં આવી શકતો નથી.
એકાંત સુખી મુનિ વીતરાગી” આત્માના આનંદની પ્રતીતિ ઉપરાંત જેને સ્થિરતાનો આનંદ આપ્યો છે એવા મુનિ જ જગતમાં સુખી છે. બાકી શેઠિયા, બાદશાહ બધાં દુઃખી છે. બે લાખના બંગલા હોય કે બે કરોડના બંગલા હોય પણ તે બંગલાવાળા સુખી નથી. આત્માના આનંદને પહોંચી વળે તે સુખી છે. એ આનંદને પહોંચી ન વળે ત્યાં સુધી જીવને સુખી કેમ કહેવો?
પ્રથમ તો હું આનંદસ્વરૂપ છું' એવું ભાન અને દૃષ્ટિ ન થાય ત્યાં સુધી સ્વરૂપમાં ઠરવાની દશા તો ક્યાંથી આવે ! આનંદમાં દૃષ્ટિ લલચાય તો એવા આનંદસ્વરૂપમાં ઠરવાનો ઉપાય કરે તેને ચારિત્રદશા આવે. આનંદસ્વરૂપની દૃષ્ટિ અને જ્ઞાન વગર રાગ-દ્વેષ અને વિકલ્પોમાં ઠરે છે તે તો વિકાર છે. તેમાં આત્માની શાંતિ મળતી નથી. આત્માની દ્રષ્ટિ જ્ઞાનપૂર્વક ચારિત્રદશાને પામેલાં ભાવલિંગીમુનિ જ જગતમાં સુખી છે.
આ જ કથન અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે. “રહ્યાને રૂરિ’ તેનો અર્થ એવો છે કે મહામોહરૂપી અગ્નિમાં બળતાં થકા આ જગતમાં દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી બધાં દુઃખી છે અને જેને તપ જ ધન છે તથા બધાં વિષયોનો સંબંધ જેણે છોડી દીધો છે એવા સાધુ મુનિ જ આ જગતમાં સુખી છે.
રાગ, દ્વેષ, મોહરહિત ચિદાનંદ પ્રભુની અંતરદૃષ્ટિ અને તેમાં સ્થિરતા જેને આવી નથી એવા બધાં જીવો દુઃખમાં જ પડેલા છે. પોતાના ભગવાન સ્વરૂપનો અનાદર કરીને પુણ્ય-પાપના વિકલ્પ અને ભોગના પ્રેમમાં પડ્યા છે તે મહામોહરૂપી અગ્નિમાં બળી-જળી રહ્યાં છે. “સ્વરૂપની અસાવધાની અને પરની સાવધાનીના ભાવમાં પડેલા બધા જીવો દુઃખી જ છે તે ભલે રાજા હો કે રંક હો, દેવ હો કે નારકી હો, રોગી હો કે નિરોગી હો...બધાં દુઃખી જ છે.
જેના અભિપ્રાયમાં ચિદાનંદ ભગવાનનો આદર નથી તેના અભિપ્રાયમાં અલ્પજ્ઞતા, રાગ-દ્વેષ અને સંયોગનો જ આદર વર્તે છે. સ્વભાવ પ્રત્યેના કષાયની અગ્નિમાં તે નિરંતર