________________
[ ૪૩૭
પ્રવચન-૬૬ )
આત્મા અત્યારે કેવો છે? આત્મા અત્યારે પણ શરીર, રાગાદિથી ભિન્ન જ્ઞાનમયી વસ્તુ છે. પુણ્ય-પાપના વિકલ્પ ઉઠે છે તેનાથી અત્મિતત્ત્વ જુદું છે. પુરુ-પાપ વિકલ્પ ઊઠે છે તેનાથી આત્મતત્ત્વ જુદું છે. પુણ્ય-પાપ તો આસ્રવતત્ત્વ છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મ જેડ છે તેનાથી પણ આત્મા જુદો છે. આસવ અને અજીવથી ભિન્ન આત્મતત્ત્વને જાણતાં આખા જૈનશાસનનો મર્મ જણાય જાય છે. માટે કહ્યું કે આત્માને જાણ્યો તેણે જૈનશાસનને જાણ્યું
આત્મા નરનારકાદિ પર્યાયથી પણ રહિત છે. વિશેષ અર્થાત્ ગુણસ્થાન, માર્ગણા, જીવસમાસ ઈત્યાદિ બધાં ભેદોથી રહિત છે. નર, નારકાદિ પર્યાય કહેતાં નર, નારકાદિ ગતિનો ઉદયભાવ અને શરીરની પર્યાય એ બંનેથી આત્મા ભિન્ન છે. આત્મા દૃષ્ટિમાં આવતાં, અનુભવમાં આવતા આવા ભેદોથી હું રહિત છું એવું જ્ઞાન અત્યારે જ થઈ જાય છે. ૧૪ ગુણસ્થાન, ૧૪ માર્ગણાતેમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વેશ્યા, સંયમ, દર્શન આદિ બધાં ભેદોથી આત્મા રહિત છે. જીવસમાસ કહેતાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદોથી જીવનું કથન કરવામાં આવે છે પણ તે જીવનું સ્વરૂપ નથી.
અખંડ અને અભેદ એવા આત્માનો દ્રષ્ટિ અને અનુભવ થતાં ઉપર કહ્યાં તેવા કોઈ ભેદો આત્મામાં નથી એવું થાય છે. તેથી કહ્યું કે અભેદને જાણતાં ભેદને પણ જાણ્યાં. એક આત્માને જાણતાં અન્યને પણ જાણ્યા, આત્માને જાણતાં જગને જાણ્યું અને આત્માને જાણતા લોકાલોક પણ જણાશે.
આવા આત્મસ્વરૂપને જેણે દેખ્યું, જાણું અને અનુભવ્યું તે જૈનશાસનના મર્મને જાણવાવાળો છે. કેમકે જૈનશાસન કાંઈ આત્માની બહાર નથી. આત્માનો વીતરાગભાવ તે જ જૈનશાસન છે. આત્મા પોતે વીતરાગસ્વરૂપ છે તેની શ્રદ્ધા, જ્ઞાન ચારિત્રની વીતરાગીપર્યાય તે વીતરાગભાવ છે. માટે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું.
શ્રીમમાં એમ કહે છે કે “સર્વશદેવ પરમગુરુની માળા ગણવી. તેનો પણ અર્થ તો એ જ છે કે સર્વને જાણનારો આત્મા તે જ પોતે પોતાનો ગુરુ છે. એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણનારા સર્વશદેવ પણ આત્મા છે અને એવા જ બધાં આત્માઓ છે. બધાં આત્માના સ્વભાવમાં સર્વજ્ઞપણું પડ્યું છે. આવા સર્વજ્ઞસ્વભાવને જાણે તે આત્મા પર્યાયમાં પણ સર્વજ્ઞદેવ, પરમગુરુ થઈ જાય છે.
પરમાત્મપ્રકાશ કોઈ અલૌકિક છે. ૯૯ ગાથા થઈ હવે ૧00 ગાથામાં તે વાતનું જ સમર્થન કરે છે.
અર્થ આત્માના સ્વભાવમાં લીન થયેલા પુરુષોને (જીવોને) પ્રત્યક્ષમાં તો આ વિશેષતા થાય છે કે આત્મસ્વભાવમાં તેને સમસ્ત લોકાલોક શીઘ જ દેખાય જાય છે.
ભગવાન આત્મા એક વસ્તુ છે અને જ્ઞાન, દર્શન, આનંદ, ચારિત્ર, વીર્ય, પ્રભુત્વ,