________________
૪૭૪
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
મતિ અને એવી જ ગતિ છે. એક તો સ્વભાવના આદરવાળી મતિ છે તે સ્વભાવમાં લઈ જાય છે અને સ્વભાવના અનાદરવાળી મતિ છે તે વિકારમાં અને તેની આધીનતામાં લઈ જાય છે.
જેની મતિ વીતરાગસ્વભાવમાં સ્થપાય છે તેનું પરિણમન વીતરાગી દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતામાં થાય છે તેને તેની મતિ અનુસાર પરમાત્મામાં ગતિ થઈ જશે અને જેની મતિ રાગાદિ વિકારમાં સ્થપાર્થી છે તે વિકારરૂપે પરિણમીને દીર્ઘસંસારી થાય છે. આમ, મતિ અને ગતિની દિશા બે પ્રકારની જ છે. સ્વભાવમાં ગયેલી મતિ સ્વભાવમાં લઈ જાય છે અને વિકારમાં ચોટેલી મતિ સંસારમાં ભ્રમણ કરાવે છે. ‘મતિ એવી ગતિ'ના આ બે જ પડખાં છે.
શુદ્ધાત્માની ભાવના કહો કે મતિની સ્થાપના કહો એક જ છે. જે શુદ્ધાત્માની ભાવના છોડીને પુણ્ય-પાપના વિકલ્પની રુચિના પ્રેમમાં પડ્યો છેતેની જ જેને ભાવના ગઈ છે-તેમાં જ મતિને સ્થાપી છે એટલો જ હું આત્મા છું એમ જેની મતિ રંગાઈ ગઈ છે તે વિકારરૂપ પરિણમન કરીને દીર્ઘસંસારી થાય છે—નિગોદમાં ચાલ્યો જાય છે અને જેણે આત્મસ્વરૂપમાં મતિ સ્થાપી છે–જેને સ્વભાવની રુચિ લાગી છે તે પરમાત્મા થઈ જશે. તેને અનંત આનંદ આવશે અને પહેલાંને અનંતદુઃખ થશે.
શ્રોતા :—આવી સ્પષ્ટ વાત સાંભળ્યાં પછી મતિ કેમ આત્મામાં જતી નથી?
પૂજ્ય ગુરુદેવશ્રી :—તેને જેવો વિકારનો પ્રેમ જામી ગયો છે તેવો પ્રેમ આત્મામાં આવતો નથી તેથી આત્મામાં મતિ જતી નથી. આત્મા કેવો હશે તે બેસતું નથી. ‘આત્મા આવો જ છે' એવો અવ્યક્તપણે પણ જ્યાં સુધી પ્રેમ ન આવે ત્યાં સુધી અંદરમાં રુચિ જામે નહિ. રાગાદિ વિકલ્પો અનેક જાતના ઊઠે છે તેમાં પ્રેમ આવ્યા કરે છે અને અમે કાંઈક કરીએ છીએ એમ લાગે છે. આ હોંશના કારણે ભગવાન આત્મા વિકલ્પથી રહિત છે તેમાં મતિ સ્થાપવાનો અવસર પોતે લેતો નથી. આવી વાત છે.
આ તો બહુ સાદી સીધી વાત છે કે દ્રવ્યમાં દૃષ્ટિ સ્થાપી તે પરમાત્મા થશે અને જેણે મતિને-દૃષ્ટિને મંદ અને તીવ્ર રાગમાં સ્થાપી છે તે વિકારનું પરિણમન કરીને દીર્ઘસંસારમાં રખડશે. અહીં તો ત્યાં સુધી કહે છે કે જેણે કેવળ દેવ-શાસ્ર-ગુરુની ભક્તિમાં મતિને સ્થાપી છે તેને પણ વિકારનું પરિણમન થાય છે.
આ તો એક ઘા ને બે કટકાની વાત છે.
આત્મા એટલે ‘વીતરાગપિંડ'માં જેણે દૃષ્ટિ કરીને વીતરાગ પરિણિત દ્વારા તેમાં મતિને સ્થાપી છે તે વીતરાગ થઈ જશે. શક્તિમાંથી વીતરાગતાની વ્યક્તિ થઈ જશે. આત્માની મતિવાળાને પ્રવાહ અંદરમાં જાય છે અને પરની અને વિકારની રુચિવાળાનો