________________
પ્રવચન-૩
દ્વારા દુર્લભ જ્ઞાન મેળવીને શ્રેણિક આદિ અનંતા જીવ સિદ્ધ થશે.
ભગવાન આત્મા શક્તિએ સદા શિવસ્વરૂપ છે. એવા નિજ શુદ્ધાત્માની ભાવના કરીને એટલે તેમાં એકાગ્રતા કરીને ભગવાન વીતરાગ પરમાનંદ સુખસ્વરૂપ થશે. દુઃખનો સર્વથા અભાવ કરીને ને પૂર્ણ આનંદરૂપે પરિણમશે એવા અનંતા સિદ્ધોને યાદ કરીને હું વર્તમાનમાં વંદન કરું છું.
/ ૧૫
છે જેને ધર્મ કરવો હોય, જેને સમ્યગ્દર્શન જોઈતું હોય તેણે પાંચ ઇન્દ્રિયના વિષયની અભિલાષા તથા પૈસા કમાવાની અભિલાષારૂપી પાપભાવો તેમ જ દયા-દાન-વ્રતરૂપ પુણ્યભાવને એકવાર દૃષ્ટિમાંથી છોડવા પડશે. રાગ હોવા છતાં તેની મમતા છોડ ! તેઓ મારે માટે આર્કિચન છે—મારા માટે કિંચિત્માત્ર નથી, હું તો પૂર્ણાનંદનો નાથ છું. રાગનો અંશમાત્ર મારો નથી એમ દૃષ્ટિમાંથી ધર્મ-અર્થ-કામરૂપી ભાવની મમતા છોડી દે ને જ્ઞાનસ્વરૂપી ભગવાનને જ્ઞાન પરિણતિથી તું જાણ ! એ સિવાય ત્રણકાળમાં આત્મા જાણવામાં આવશે નહીં.
? અહા ! સહજ જ્ઞાયક નિજ તત્ત્વને સમજવાનો, નિર્ણય ને અનુભવ કરવાનો મોખ મનુષ્યપણામાં મળ્યો. જેમ ચિંતામણિની પ્રાપ્તિ દુર્લભ છે તેમ નિગોદમાંથી નીકળી સપર્યાયની પ્રાપ્તિ પણ અત્યંત દુર્લભ છે. એક શરીરમાં અનંત જીવ, તેમના જ્ઞાનનો ઉઘાડ અક્ષરના અનંતમાં ભાગે, તેમના દુઃખો તે સ્વયં વેદે અને માત્ર કેવળી જાણે. એક શ્વાસપ્રમાણ કાળમાં અઢાર વાર જન્મમરણ કરે—આમ જીવો અનંત અનંત કાળ સુધી નિગોદના ભવમાં જન્મમરણનાં દુઃખ ભોગવે છે. ત્યાંથી કોઈ જીવ બહાર નીકળી ચિંતામણિતુલ્ય દુર્લભ ત્રસપર્યાય પામે છે. ભાઈ ! તને મનુષ્યપણું મળ્યું તેની તને કિંમત નથી ! મનુષ્યપણું વિષય ને ભોગ માટે નથી, વ્યાપાર ધંધા ને પાપ માટે નથી.
—પૂજ્ય ગુરુદેવશ્રી