________________
પ્રવચન-૧૬ ]
[ ૮૫
શ્રોતા ઃ—શાસ્રસ્વાધ્યાયથી નિર્જરા થાય એમ કહ્યું છે ને?
પૂજ્ય ગુરુદેવશ્રી :—સ્વરૂપના આશ્રયે જેટલી એકાગ્રતા થાય તેટલી જ નિર્જરા છે. શાસ્ત્ર તરફનો વિકલ્પ છે એ તો પુણ્યબંધનું કારણ છે.
ઇન્દ્રિય અને મન તો વિકલ્પરૂપ છે. તે મૂર્તિક પદાર્થને જાણે છે; તેના વડે અમૂર્તિક અને નિર્વિકલ્પ આત્મા કેવી રીતે જણાય ? અંતર તરફની નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિના એકાગ્ર ધ્યાનમાં જ ભગવાન આત્માનો અનુભવ થાય છે. ભગવાન આત્મા નિર્મળ ધ્યાનનો જ વિષય છે. વિષય કહો, ધ્યાનથી પ્રત્યક્ષ કહો, ધ્યાનગોચર કહો, બધું એક જ છે.
વેદ—ભગવાનની દિવ્યધ્વનિ, શાસ્ત્ર, મન અને ઇન્દ્રિયથી આત્મા અગોચર છે. એક નિર્વિકલ્પ ધ્યાનમાં જ આત્મા ગોચર છે—અનુભવ થવા લાયક છે. આત્મા નિર્મળ પર્યાયનો જ વિષય છે.
ભગવાન આત્મા આદિ—અંત રહિત—અનાદિ અનંત પરમાત્મા છે, તે ધ્યાનનો વિષય છે. ધ્યાન એટલે શું? કે ચિદાનંદ વસ્તુમાં એકાગ્રતા તેનું જ નામ ધ્યાન છે. આવા નિર્મળ ધ્યાનમાં જ આત્મા ગોચર છે. આત્મા ધ્યાનગમ્ય છે. પાંચ પ્રકારના આસ્રવોથી રહિત છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ—આ પાંચ પ્રકારના આસ્રવ છે, તે જીવની જ વિકારી પર્યાય છે પણ આત્મસ્વભાવમાં તેનો અભાવ છે. ભગવાન આત્મા આસ્રવ રહિત છે તેથી તે એક સમયની વિકારી આસ્રવ પર્યાય વડે પણ જણાતો નથી. આત્મા પોતાના અનંત જ્ઞાન, દર્શન સ્વભાવથી અસ્તિરૂપ છે અને આસ્રવથી નાસ્તિરૂપ છે.
ભગવાન આત્મા નિતસ્વરૂપ છે. ભ્રાંતિ એટલે મિથ્યાત્વ, તે તો આસ્રવ છે. આત્મા તો સમ્યક્ શ્રદ્ધા જ્ઞાન સ્વભાવી છે. તેમાં આસવનો અભાવ છે. તો જે જેનાથી રહિત હોય તેના વડે કેમ પ્રાપ્ત થાય? ન થાય. આસવથી આત્મા પ્રાપ્ત ન થાય. અનંત ગુણ સમ્પન્ન પ્રભુ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગરૂપ આસ્રવથી ભિન્ન છે. તે ભિન્ન ભાવથી આત્મા કેમ જણાય ? તેનો વિષય આત્મા ન બને. શુદ્ધાત્મા પરમાનંદ શુદ્ધ સ્વભાવ છે તે આનંદ આદિની પર્યાયનો વિષય બને.
શ્રોતા :વર્તમાનમાં આત્મા આસ્રવથી ભિન્ન છે ?
પૂજ્ય ગુરુદેવશ્રી :—સાત તત્ત્વ છે ને ! જીવ જુદો, અજીવ જુદો અને આસ્રવ પણ જુદો છે. તેના વડે આત્માનું જ્ઞાન ન થાય. આત્મા આસવનો વિષય ન થાય. જ્ઞાનનો જ આત્મા વિષય બને. સમ્યક્ જ્ઞાનનો વિષય આત્મા થાય.
શુદ્ધાત્માના જ્ઞાનની સાથે આનંદ પણ પ્રગટ થાય છે તે નિત્યાનંદ સુખામૃત પરિણત સ્વરૂપના ધ્યાનથી આત્માની પ્રાપ્તિ થાય છે. લોકો તો વ્યવહારરત્નત્રયથી આત્માની પ્રાપ્તિ થવી માને છે. અરે ભાઈ! વ્યવહાર તો પરાશ્રિત છે, તેનાથી આત્મા પ્રાપ્ત ન થાય. આ