________________
૪૩૨)
/ ઘરકાશ પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રી આખી જિંદગી નહિ, પણ અનંતકાળ આમ જ વીતી ગયો છે. અનાદિકાળથી આ આત્માએ જ એકેન્દ્રિય, બેઈન્દ્રિય...પંચેન્દ્રિય આદિ અવતાર ધારણ કરી કરીને કાળ કાઢી નાંખ્યો છે તેમાં દરેક ભવમાં એ કુચે જ મર્યો છે–દુઃખી જ થયો છે.
જેણે એક ક્ષણ પણ શરીર, કર્મ અને વિકારની દૃષ્ટિ છોડી દઈને, સ્વભાવ દૃષ્ટિ કરીને, સ્વસંવેદનજ્ઞાન વડે “આ આત્મા છે” એમ જાણ્યું તેણે બાર અંગનો સાર જાણી લીધો. માટે રાગાદિનું લક્ષ છોડીને ચિદાનંદ આત્માનું લક્ષ કરવું એ જ કરવાયોગ્ય છે.
શ્રોતા –પણ આત્મા જડતો (મળતો) નથી. - પૂજ્ય ગુરુદેવશ્રી એણે આત્માને ગોત્યો જ નથી તો જડે ક્યાંથી ? શોધે તો મળે. પણ શોધ્યા વિના આત્મા મળતો નથી એમ કેમ કહેવાય !
અહીં તો બધી તોળીને વાત કરો તો કામનું. મારું મોતી પડી ગયું છે પણ મળતું નથી એમ કહે છે પણ આંખ ખોલીને ગોત તો મળે ને ! તેમ આત્મા શું વસ્તુ છે એ પહેલાં બરાબર સાંભળે તો ખબર પડે ને ! બહારમાં એક એક ચીજ મેળવવા માટે કેટલો પ્રયત્ન કરે છે તેમ આત્માને શોધવાનો પ્રયત્ન કરે તો આત્મા મળ્યા વિના ન રહે. આત્માને જાણ્યા વિના બધાં થોથા છે–મીંડા છે. પછી ભલે તે વકીલાત હોય કે મોટો વેપાર હોય કે ગમે તેવી ઊંચી પદવીવાળી નોકરી હોય તો પણ તેની શું કિંમત છે !
જેમ કોઠીમાં ઠસોઠસ ઘી ભર્યું હોય તેમ આત્મા જ્ઞાન આનંદથી ભરેલી ચીજ છે. દૃષ્ટાંતમાં તો કોઠી અલગ છે અને તેમાં ઘી ભર્યું છે પણ આ તો જ્ઞાન અને આનંદની જ બનેલી વસ્તુ છે. આત્મા અતીન્દ્રિય આનંદનો ધ્રુવ તારો છે. તેને રાગની દૃષ્ટિ છોડીને જે અરાગી દૃષ્ટિ દ્વારા, અરાગી જ્ઞાન દ્વારા અને અરાગી સ્થિરતા “આ હું આત્મા છું” એમ જાણે તેણે બાર અંગને જાણી લીધાં. કારણ કે બાર અંગમાં જે કહ્યું છે તે તેણે કરી લીધું. બાર અંગ જાણીને પણ જે ધ્યાન કરવાનું છે તે તેણે કરી લીધું માટે તેણે બાર અંગ જાણ્યા ગણાય છે. એ આગળ કહેશે.
જેમ રામચંદ્રજી સમકિતી હતા, પોતે બળદેવ હતા અને લક્ષ્મણ વાસુદેવ હતાં. બંને ભાઈઓને પ્રેમનો પાર નહિ, લક્ષ્મણ ગુજરી ગયા પણ રામને માનવામાં ન આવે તેથી છ મહિના સુધી તો મડદાને ખભે લઈને ફરે છે. રામ જ્ઞાની તો હતા પછી વૈરાગ્ય થઈ ગયો એટલે મુનિ થઈ ગયા અને માંગીતૂગી ઉપરથી મોક્ષ ગયા છે. પાંચ પાંડવ પણ જ્ઞાની હતા, મુનિ થયા હતાં તેમાંથી પ્રથમ ત્રણ શત્રુંજય ઉપરથી મોક્ષ પામ્યા છે અને સહદેવ, નકુળ સ્વર્ગમાં ગયા છે.
ઋષભદેવ ભગવાનના પ્રથમ પુત્ર ભરત ચક્રવર્તી જેના નામ ઉપરથી આ “ભરતક્ષેત્ર નામ પડ્યું, જેના ઘરે પદમણી જેવી ૯૬ હજાર તો સ્ત્રી હતી, છ ખંડનું રાજ હતું તે