________________
རབ་འབའང་རང་ནར་འབལ་
રાજવંશની સમાલોચના મહારાજ વિક્રમાદિત્યે, પાંડવોની લીલાભૂમિ, ઈદ્રપ્રસ્થને, તેના પ્રાચીન ગેરવના ઉંચા પગથીયા ઉપર લાવવા જે ધાર્યું હતું તે અવશ્ય તેને ઉદ્ધાર કરી શકત પરંતુ તેમ ન કરતાં તે સુખવંતના હાથમાંથી છોડાવી ઈદ્રપ્રસ્થને પિતે ત્યાગ કરી પોતાની નગરી ઉજજ્યનીમાં ચાલ્યા આવ્યા. ત્યારપછી કુમાગત ઇંદ્રપ્રસ્થ, આડ સિકા સુધી રાજ્યસન વિનાનું રહ્યું. જે ઈદ્રપ્રસ્થ, પિતાના સેંદર્ય અને ગાવે, એકવાર સુરનગરી અમરાવતીનું સમકક્ષ હતું, તે ઈદ્રપ્રસ્થ એ દીર્ધકાળ વ્યાપી, અરાજકતાથી કમે કમે ભીષણ સમશાનક્ષેત્ર જેવું થઈ ગયું. પણ તેટલામાં અનંગપાળ નામના એક રાજાએ સંજીવની સત્તાની સહાયે, ઈદ્રપ્રસ્થને ફરીથી ઉજજીવિત કરી દીધું. અનંગપાળ ક્ષત્રિય હતું, તે પાંડ્રવંશમાં પેદા થયેલ છે એમ ભટ્ટગ્રંથમાં લખેલ છે. પૂર્વમુની મેટી કીર્તિને તેણે વંસસલિલમાંથી ખેંચી કહાડી ખરી. પણ તે પ્રાચીન ઈદ્રપ્રસ્થને અગાઉના ગારવામાં લાવી શકે નહિ.
પ્રસિદ્ધ રાજાવાળી નામના ગ્રંથમાં વર્ણવેલ છે જે “ભારતવર્ષના ઉત્તરભાગના હુમાયુન ગિરિત્રજના સુખવત નામના એક રાજાએ, તે ગિરિધ્વજ થકી આવી ઈદ્રપ્રસ્થમાં ચાર વર્ષ રાજ્ય કર્યું. ત્યારપછી મહારાજ વિક્રમાદિત્યે, તેને હણી તે નગરને ઉદ્ધાર કર્યો. મહાભારતના યુદ્ધના સમયથી તે આ સમય સુધી ૧૬૫ વર્ષ વ્યતીત થયાં છે. “ તે ગ્રંથમાં વળી એક રથળે ગ્રંથકારે કહ્યું છે જે મેં, અનેક પિરાણિક ગ્રંથ જોયા છે, પણ યુધિષ્ઠિર અને પૃથ્વીરાજના મધ્યવર્તી સમયે, દિલ્લી સીંહાસને એકથી વધારે ક્ષત્રિય રાજાઓને, બેઠેલા કેઈ ગ્રંથમાં જોયા નથી. એ એક રાજાએ એકંદર દિલ્લી સીંહાસને બેસી, ૪૧૦૦ વર્ષ રાજ્ય કર્યું. તેઓના રાજયના અવસાને ઇંદપ્રસ્થપુરી સૂર્યવંશીય રાજાના કબજામાં ગઈ.”
જે દિવસે મહારાજ યુધિષ્ઠિરે, અભિમન્યુ પુત્ર, પરિક્ષિતના હાથમાં રાજ્ય ભાર સંપી મહાપ્રસ્થાનની યાત્રા કરી તે દીવસથી આરંભીને મહારાજ પૃથ્વીરાજના અભિષેક દિન સુધીમાં, ઈદ્રપ્રસ્થના સીંહાસન ઉપર એકંદર સે રાજાઓ બેઠા હતા.
ચંદ્રવંશમાં મહારાજ જરાસંધ એક પ્રબળ પરાક્રમી રાજા થયેલ હતું. તે રાજગૃહમાં રાજ્ય કરતા હતા. ભાગવત મહાપુરાણમાં વર્ણવેલ છે જે, જરાસંધને પૂત્ર સહદેવ અને પિત્રમા જર્જરિ, તે મહાયુદ્ધના સમયે હયાત હતા એટલેકે તેઓ મહારાજ પરીક્ષિતના સમકાલિક હતા. મહારાજ જરાસંધ પછી તેના વંશના તેર રાજાઓ, મગધના સીંહાસને બેઠા હતા. તે તેર રાજાઓમાંથી છેવટના રાજાનું નામ રિપંજય હતું. રિપંજયને, તેના મંત્રી શનકે પદસ્થૂત કર્યો અને
૧ ક્રમસર ૨ બરોબર કરનારૂં ૩ રાજ્યવ્યવસ્થા વિના ૪ ફરી જીવન આપનારી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com