________________
શારદા દર્શન વળી જવાથી પગ મચકોડાઈ ગયા. તેથી બધા રાજાઓ હસવા લાગ્યા. તે શરમિંદા બનીને બેસી ગયા. ત્યાં વિરાટ દેશના મહારાજા ઉભા થવા ગયા ત્યાં તેમને મૂછ આવી ગઈ. શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું તેથી તે બેસી ગયા. પછી આનંદીપુરના મહારાજા “શલ્ય” ઉઠયા ને સ્થંભ તરફ જવા માટે પગ ભરે છે ત્યાં ચીકણી જમીન ઉપર પગ ખસી ગયે ને પડી ગયા. ત્યાં જરાસંઘને પુત્ર સહદેવ ઉઠયો ને રાધાવેધ કરવા માટે ગયે પણ સર્પ જેવું ધનુષ્ય જોઈને ડરી ગયો. એટલે ઉદાસ થઈને પાછો ફર્યો દાસી એક પછી એક રાજાના નામ બેલીને તેના ગુણગાન કરતી દ્રૌપદીને ઓળખાણ આપતી જાય છે.
હવે ચંદેરીપતિ શૂરવીર શિશુપાલ રાજા ઉડયા. જેમણે રૂક્ષ્મણીના હરણ સમયે કૃષ્ણના મનમાં પણ શંકા ઉત્પન્ન કરી હતી, પણ કોણ જાણે તે ધનુષ ઉઠાવવાની હિંમત કરી શકતો નથી. એટલામાં ધૃતરાષ્ટ્રને પુત્ર દુર્યોધન અભિમાનથી છાતી ફુલાવ ઉભે થયા. સ્થંભ પાસે જઈ ધનુષ્ય હાથમાં લેવા ગયે પણ ધનુષ્યને અડી શકે નહિ. એટલે નમન કરીને પાછો ફર્યો. સૌ રાજાએ હસવા લાગ્યા. ત્યાર પછી ધનુર્વિદ્યામાં પ્રવીણ અંગદેશના કર્ણ રાજા ઉડ્યા.
કર્ણ ખૂબ પરાક્રમી હતો. દાસીએ કહ્યું કે અત્યારે આના જેવો બીજે કંઈ ધનુર્ધારી નથી, ધનુર્વિદ્યામાં આ કર્ણરાજા અદ્વિતીય અને અદ્દભૂત છે. આ સાંભળીને દ્રૌપદી કુળદેવીને પ્રાર્થના કરવા લાગી કે માતા ! હું મનથી પાંડવોને વરી ચૂકી છું. એ જ મારા પતિ થાય. કણે ઘણું મુશ્કેલીથી ધનુષ ઉઠાવ્યું પણ રાધાવેધ ન કરી શકયા. આ રીતે રાધાવેધ કરવા માટે ઘણું રાજાએ ઉભા થયા. બધાએ પિતાની શક્તિને અજમાશ કર્યો પણ કઈ રાધાવેધ કરી શકયું નહિ. સૌ ઉદાસ બનીને બેસી ગયા. છેવટે કૃષ્ણ અને તેમના પુત્રોને વારો આવ્યો. ત્યારે કૃષ્ણ સંકેત કર્યો એટલે શાબ પ્રદ્યુમ્ન આદિ કુમારો ઉઠયા નહિ. કૃષ્ણજી ખુદ પણ ન ઉઠયા, અને પાંડવોને રાધાવેધ કરવા જવા માટે સંકેત કર્યો.
કૃષ્ણ મહારાજાએ પાંડવ પુત્રને કરેલો સંકેત : બંધુઓ ! કૃષ્ણવાસુદેવની દષ્ટિ કેટલી વિશાળ છે ! પિતે ગ્ય હોવા છતાં વિચાર કર્યો કે આ કન્યા તે પાંડને એગ્ય છે એટલે કૃષ્ણને સંકેત થતાં, મનમાં આનંદ પામતાં પાંચે પાંડ ધનુષ્ય તરફ ચાલ્યા. જેમ પાંચે ઈન્દ્રિઓથી શરીર શોભે છે તેમ પાંડુરાજા પાંચ પુત્રેથી શોભતા હતા. પાંચે સ્થંભ પાસે આવ્યા. તેમાં અને સર્વ પ્રથમ પિતાજી, કૃષ્ણજી આદિ વડીલેને વિનયપૂર્વક નમન કર્યું, પછી ધનુષ્ય ઉઠાવવા જાય છે ત્યાં શું બને છે?
ભીમે હાથમાં ગદા લઈને બધા રાજાઓને ઉદેશીને કહ્યું કે હે મહારાજાઓ ! મારી એક વાત સાંભળે. મારો ભાઈ અને ધનુષ્ય ચઢાવીને રાધાવેધ કરશે પછી જો
શા.-૫