________________
૩૨
શારદા દર્શન પહેરાવ્યાં. હાથમાં કકણ, આંગળીએ વીટી, કેડે કંદરે પહેરાવ્યો, ને પગમાં ઝાંઝર પહેરાવ્યા, આંખમાં કાજળ આંક્યું. કપાળમાં તિલક કર્યું, અને ઝીણી મુલાયમ સાડી પહેરાવી, એક તે અથાગ રૂપ હતું, તેમાં વિવિધ પ્રકારના શણગાર સજે એટલે શેભમાં શું બાકી રહે? દ્રૌપદી રતિસુંદરી જેવી શોભવા લાગી, સંપૂર્ણ શણગાર સજાઈ ગયા બાદ દ્રૌપદી તેની સાહેલીઓ સાથે તેની માતા પાસે આવી અને માતા ને પગે લાગી, ત્યારે માતાએ શું કહ્યું.
મન માને વર લેના તૂ , જનની દે આશિષ,
ફિર રથ માંઈ બેઠી મેદસે. ધરા ધ્યાન જગદીશ હે...શ્રોતા મંડપમાં જતાં માતાએ આપેલ આશિષ - હે મારી વહાલી પુત્રી ! તું ઈચ્છિત વરને પ્રાપ્ત કરજે, એમ કહી માથે હાથ મૂકીને આશીષ આપી. માતાની આશીષ લઈ દ્રૌપદી રથમાં બેઠી. તેને બેસવાને રથ પણ ખૂબ શણગાર્યો હતો. રથને સેના રૂપાની ઘુઘરીઓ બાંધી હતી, રથમાં બેસી દ્રૌપદીએ પ્રભુનું ધ્યાન-સ્મરણ કર્યું. બુદ દ્રૌપદીને ભાઈ ધૃષ્ટદ્યુમ્ન કુમાર રથને સારથી બન્યું હતું. રણઝણ કરતે થે ચા. પાછળ સ્ત્રીઓ મંગલ ગીત ગાઈ રહી છે. વાજિંત્રો વાગે છે. ખૂબ ધામધૂમથી રૂમઝુમ કરી દ્રૌપદીને સ્વંયવર મંડપમાં લાવ્યા. જ્યાં દ્રૌપદીએ મંડપમાં પ્રવેશ કર્યો ત્યાં બધા રાજાઓની એક સાથે તેના ઉપર દષ્ટિ પડી. જાણે આકાશમાંથી ઈન્દ્રાણ ઉતરી ન હોય ! સૌ રાજાએ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે આ દ્રૌપદી અમને મળજે. દ્રૌપદીએ પણ સ્વયંવર મંડપમાં બધા રાજાઓ તરફ દષ્ટિ ફેકી તે બધા રાજાઓમાં દેવ કુમાર જેવા શોભતા મનહર આકૃતિવાળા પાંડુરાજાના પાંચ પુત્રોને જેયા. તેમાં તેનું મન ઠરી ગયું, પણ તેમના પહેલાં બીજા ઘણુ રાજાઓ બેઠેલા છે. એ રાધાવેધ કરે તે પિતાની જાહેરાત પ્રમાણે તેમને જ વરમાળા પહેરાવવી પડે. તેનું દિલમાં દુઃખ થયું, પણ પ્રભુને પ્રાર્થના કરતી તે સ્થંભ પાસે ઉભી રહી. એટલે તેનું પ્રતિબિંબ સ્થંભમાં પડવા લાગ્યું. તેમાં એક દ્રૌપદી અનેક દેખાવા લાગી. આ જોઈને સૌ સ્તબ્ધ બની ગયા. વાતાવરણ શાંત બની ગયું. ત્યારે ધૃષ્ટદ્યુમ્ન કુમાર ઉભે થઈને કહે છે તે મેઘેરા મહેમાને ! સાંભળે. અમારા કુળના અલંકાર રૂપ દેવતાઓથી લેવાયેલ આ ધનુષ્યને ઉઠાવી જે રાધાવેધ કરશે તેમને આ અભૂત રૂ૫ અને ગુણેથી યુક્ત મારી લાડલી બહેન વરમાળા પહેરાવશે. આટલું કહી રાજકુમાર તેના આસન ઉપર બેસી ગયે
- કુમારની વાત સાંભળીને સૌથી પ્રથમ હસ્તિશીર્ષ દેશની મહારાજા સર્વ પ્રથમ પિતાના આસનેથી ઉભા થયા. દ્રૌપદીની દાસી કહે છે હે કુમારી ! આ મહાન બળવાન દમદંત મહારાજા છે. પણ તેમને છીંક આવી એ અપશુકન ગણાય એટલે તેઓ પાછા બેસી ગયા. ત્યાં બીજા રાજા ઉભા થયા. એટલે દાસીએ કહ્યું કે સુલોચના ! આ મથુપતિ “ઘર” રાજા છે. પણ રાજા ઉભા થયા ત્યાં તેમના પગ ધ્રુજવા લાગ્યા ને વાંકા