________________
૩૦
ઘડિયાળના કાંટા ન હોય તેા ? તે ઘડિયાળની કેાઈ વેલ્યુ ખરી ? વચનમાં જેને શ્રદ્ધા નથી તેનું જીવન પણ કાંટા વિનાની ઘડિયાળ જેવું છે.
શારદા દર્શન ના, તેમ ગુરૂ
મહાવીર પ્રભુએ જમાલિ અણુગારની વાતમાં હકાર ન ભણ્યા. મૌન રહ્યા છતાં જમાલિ અણુગારે પોતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કર્યાં. ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી કેવું ખરાખ પરિણામ આવે છે તે સાંભળજો. જમાલિ અણુગાર પેાતાના ૫૦૦ શિષ્યા સાથે ગ્રામાનુગ્રામ તપ ત્યાગપૂર્વક વિચરતા એક વખત તેમના શરીરમાં રોગ ઉત્પન્ન થયા. બેસવાની શક્તિ ના રહી ત્યારે પોતાના શિષ્યાને કહ્યુ કે મારા માટે સથારા તૈયાર કરો વિનયવ'ત શિષ્યા તરત સથારે તૈયાર કરવા લાગ્યા. જમાલિ અણુગારે પૂછ્યું કે સંથારા તૈયાર થયા ? શિષ્યાએ કહ્યું-હા, ગુરૂદેવ. ફક્ત છેડા ભરાવવાના સ્હેજ બાકી હતા. આથી જમાલિ અણુગારને થયું કે “હે માળે ” એ વાત મિથ્યા છે.
દેવાનુપ્રિયા ! જુએ, જમાલિક અણુગારે ૧૧ અંગનું જ્ઞાન મેળવ્યું હતું. એમનુ જ્ઞાન સમજણુપૂર્ણાંકનું હતું. જ્ઞાન સાથે ક્રિયા હતી, શ્રદ્ધા મજબૂત હતી. ચારિત્ર સાથે તપ પણ હતા. છતાં સ્હેજ નિમિત્ત મળતાં એમની શ્રદ્ધા ફરી ગઈ. તેમના કેટલાક શિષ્યાને આ વાત રૂચી તે એમના મતમાં ભળી ગયા. અને જેમને ન રૂચી તે પાછા ભગવાન પાસે ચાલ્યા ગયા. તેમના મતમાં પ્રિયદર્શીના સાધ્વી પણ ભળ્યા હતા. એક વખત તે સાધ્વીજી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં જ્યાં શકડાલ કુંભાર શ્રાવક હતા તે ગામમાં પધાર્યા. આ શ્રાવક ખૂબ ખમીરવંત હતા. એને ખખર હતી કે આ સાધ્વીજી જમાલિના મતમાં ભળેલાં છે. હું એને ઠેકાણે લાવું, શકાલે તેમને આહાર પાણી વહેારાવ્યા. ત્યારબાદ તેમને ઠેકાણે લાવવા શકડાલે એની પછેડીને પાછળથી સ્હેજ સળગાવી.
એ સમજતાં હતાં કે સાધુ અગ્નિના સ્પર્શ ન કરે. હું એનું પ્રાયશ્ચિત કરીશ પણ એને સુધારું, જયાં પછેડી સળગી ત્યાં પ્રિયદર્શીના સાધ્વીજી ખેલી ઉડયા. મારી પછેડી સળગી. ત્યારે શકડાલજીએ ધડાક દઈને કહી દીધુ་-સાધ્વીજી ! તમે એમ નહિ ખેલી શકે. કારણ કે તમારા મત પ્રમાણે પછેડી આખી ખળી જાય ત્યારે તમે કહી શકે કે મારી પછેડી સળગી. કારણ કે તમે મળવા માંડયુ' ત્યારથી બન્યું' એમ ભગવાનના વચનને માનતા નથી. સમજો. સાખવી સાડી વણવા બેઠા. હજુ એક ગજ સાડી વણી નથી પણ કાઇ પૂછે કે શુ કરે છે ? તે કહેશે કે હું સાડી વણુ છું. આ વ્યવહાર ભાષા છે. એ ખાટી નથી. શકડાલજીની શ્રદ્ધા મજબૂત હતી. સાધ્વીજીને જડબાતોડ જવાબ દેતાં પાછા ન પડયા. પણ આજના શ્રાવકે તો શાસનમાં સડો પેસે તે એને ચલાવવા દે છે. ‘ચલતી હૈ ચલને દો' પણ સડા નાબૂદ કરવાની તાકાત નથી. શ્રાવકા તે સાધુના અમ્માપિયા છે. સાધુ જો શ્રદ્ધામાં કે આચારમાં શિથિલ અને તેા ખૂણામાં બેસાડી શિખામણ દે અને સડા નાબૂદ કરાવે,