________________
૨૮
શારદા દર્શન તેટલી સારી વસ્તુઓ મળે છે તેમાં આસક્ત બની લલચાશો નહિ, પણ તેને ત્યાગ કરી દેજે. જેમ જેમ વસ્તુઓ પ્રત્યેથી મમત્વભાવ છૂટતું જાય છે તેમ તેમ આત્માને આનંદ વધતું જાય છે. આટલા માટે વીતરાગી સંત કડકમાં કડક નિયમે સ્વેચ્છાપૂર્વક સ્વીકારે છે. એને ગમે તેટલી સુંદર ચીને આપવામાં આવે તે પણ સાધુ એના સામું દષ્ટિ પણ કરતા નથી. તેથી તે સુખી છે. એક પ્લેટમાં પણ કહ્યું છે કે,
सुखिनो विषयातृप्ता, नेन्द्रोपेन्द्राद्रयोड प्यहा ।
भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरंजन ॥ વિષયેથી તૃપ્ત નહિ થયેલા ઈન્દ્ર છે કે દેવ હિ વિગેરે તે પણ સુખી નથી. પણું જ્ઞાનથી તૃપ્ત નિરંજનભાવમાં રમણ કરનાર સાધુ સુખી છે.
બંધુઓ ! જ્ઞાનની દષ્ટિએ દેમ દોમ સાહ્યબીમાં મહાલના ઈન્દ્ર કે મહેન્દ્ર કેઈ સુખી નથી. અને નિરંતર અતૃપ્તીની આગમાં સળગતા રાજા, મહારાજાઓ કે શેઠ શાહુકારો પણ સુખી નથી. તમે એમનું સુખ જોઈને માની લે કે આ કેવા સુખી છે! પણ એની પાસે જઈને તમે પૂછો કે ભાઈ! તમે સુખી છે ! તે તમને સમજાશે કે તે કે સુખી છે.
સૌથી મટે શ્રીમંત ગણાતે એક અમેરિકન શ્રીમંત જેનું નામ હેનરી ફર્ડ હતું. તેની પાછલી ઉંમરે કેઈએ તેને પ્રશ્ન કર્યો કે આપને બધું સુખ છે છતાં કઈ એવી વસ્તુ છે કે જે હજુ સુધી આપને મળી નથી? ત્યારે હેનરીફેર્ડ અંતરથી બોલતે હેય તેમ કહેવા લાગ્યું કે ભાઈ ! મારી પાસે ધન છે, કીતિ છે પણ હજ મને માનસિક શાંતિ નથી મળી. એવી શાંતિ આપનાર કેઈ મિત્ર મ નથી. આ દુનિયાના શ્રીમંત અને કીર્તિવંતેને જોઈને તેઓ સુખી છે એ વાત તમે ભૂલી જાઓ. ભૌતિક પદાર્થોના સંગમાં વાસ્તવિક સુખ કે શાંતિ છે જ નહિ. તમે જ્યારે એમની આંતરિક અશાંતિને કરૂણ કલ્પાંત સાંભળશો ત્યારે તમને એમના બંગલા કરતાં તમારી ઝુંપડી વધુ સારી લાગશે. એમની શ્રીમંતાઈ કરતાં તમારી ગરીબાઈ આશીર્વાદ રૂપ લાગશે.
તમને એમ થશે કે શું આ જગતમાં કઈ સાચે સુખી છે જ નહિ? અને સુખી છે તે તેણ? તમે જાણે છે? “ અતં સુધી મુળી વીતરાણી માત્ર એક વીતરાગી સંતો સાચા સુખી છે. એ શા માટે સુખી છે? શું એમને કમાવું પડતું નથી માટે સુખી છે? “ના.” જે વિષય તૃષ્ણાને પિષવા તમારે કમાવું પડે છે એ વિષય તૃષ્ણ તેમને નથી. માટે સુખી છે. ઉમાસ્વાતિજીએ પણ કહ્યું છે કે
निजित मद मदनानां, वाक कायमनोविकार रहितानाम् । विनिवृत पराशानामिहैंव, मोक्षः- सुविहितानाम् ॥