________________
શારદા દર્શન
પાંચ ઈન્દ્રિઓના વિષયેમાં સુખ માનનારા પાગલ માનવીઓને સમજાવવા માટે ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં ભગવંતે સ્પષ્ટ જણાવ્યું છે કે પ્રકાશમાં સુખ માનનાર પતંગિયું એ પ્રકાશમાં પ્રાણ ગુમાવે છે. રસલુબ્ધ માછલી લેટની ગોળી ખાવા જતાં માછીમારની જાળમાં ફસાઈને મરણને શરણ થાય છે. શ્રવણ સુખાસક્ત મૃગલા પારધીના બાણથી વધાઈને મરણની શરણાગતિ સ્વીકારે છે. સુગંધના સુખમાં મુગ્ધ બનેલે ભ્રમર પુષ્પમાં જ ગુંગળાઈને મરે છે. અને સ્પર્શ લેલુપી હાથી ખાઈમાં પટકાઈ બંધનમાં જકડાઈ જાય છે. આ રીતે એક જ ઈન્દ્રિયનું સુખ મેળવવા જતાં જીવની કેવી દુર્દશા થાય છે? તે વિચાર કરો કે જે પાંચે ઈન્દ્રિયઓના રસમાં આસક્ત બને છે તે જીવની કેવી દુર્દશા થતી હશે! આટલા માટે જ્ઞાનીએ સંસારના સુખને સુખ નહિ પણ મહાદુઃખનું મૂળ જણાવે છે. જે સંસારમાં સુખ હોત તે મહાપુરૂષો રાજવૈભવ વિલાસ બધું છોડીને આવી કપરી સાધનાની કેડીએ પ્રયાણ ન કરત.
બંધુઓ! સંસારમાં સુખ શોધવું એટલે લીંબડાના રસમાંથી મધુરતા શોધવા જેવું છે. ભલે, તમે આને સુખ માનતા છે પણ જ્ઞાનીની દષ્ટિએ તે સુખ નથી પણ સુખાભાસ છે. જેમ કે છીપને એ વાસ્તવિક ચાંદી ન હોવા છતાં તેમાં ચળકાટ દેખીને ચાંદી માની લેવી, ઝાંઝવાના જળને પાણી માની તેના માટે દેડવું એ ભ્રમ છે. ચાંદી અને પાણી ન હોવા છતાં તેને આભાસ છે, પણ વાસ્તવિક ચાંદી કે પાણી નથી. તે રીતે જ્ઞાની ભગવંતે કહે છે કે સંસારનું કાલ્પનિક સુખ ઝાંઝવાના જળ જેવું છે ને આત્મિક સુખ મીઠા પાણુ જેવું છે. માટે જે સાચું સુખ જોઈતું હોય તે મેહ, માયા ને મમતાના બંધને અળગા કરે. તૃષ્ણા તરૂણીને અળગી કરે. જીવનને સુખી બનાવવું અને જડના બંધનમાં જકડાયેલા રહેવું એ બે વાત નહિ બને. જેલમાં પૂરાયેલે કેદી તે ચાર દિવાલેને કેદી છે. જેલના કેદીને તે વહેલે મેડો છૂટકારે થાય છે પણ જે દુન્વયી સુખ માટે ન કરવાના કામ કરે છે, ઈન્દ્રિઓના ગુલામ બને છે તે ભભવ સુધી કર્મ રાજાની કેદમાં જ જકડાયેલું રહે છે. માટે વિષય તૃષ્ણ છેડે તે તમે મુક્ત બની શકશો. નહિ છોડે તે આત્મિક સુખની મેજ ગુમાવી દેશે. કહ્યું છે કે,
વજબંધન આપ બળે તૂટે, સ્નેહ તતુથી તે નવ છૂટે.”
જે માણસ લોખંડની મજબૂત સાંકળના બંધનને બળથી ધડાક દઈને તેડી શકે છે તે વ્યક્તિ કાચા તાંતણું જેવા સનેહના બંધનેને તેડી શકતા નથી. શરીરને બાંધનારા બંધને તેડી શકાશે પણ આત્માને મેહપાશના બંધને બાંધનારા બંધને તેડવા બહુ મુશ્કેલ છે. માટે ભગવાન મહાવીર પ્રભુએ એકલા સંસારી જીને નહિ પણ પિતાના સંતોને પણ કહ્યું છે કે હું મારા શ્રમણ અને શ્રમણીઓ ! તમને ગમે