________________
શારદા દર્શન
જેમણે પ્રચંડ મદ મદન એટલે કામદેવને જીતી લીધા છે, જેના મન વચન કે કાયામાંથી વિકારનું વિષ નષ્ટ થઈ ગયું છે, જેમણે પર પુદગલની આશાઓનો ત્યાગ કરી દીધું છે તેવા મહાત્માઓ અપૂર્વ સુખી છે. આવા મહાત્માઓ શબ્દાદિ વિષયોનું પરિણામ દુઃખરૂપ સમજીને અને તેની અનિયતાનો વિચાર કરી, સંસારના રાગ દ્વેષમય ભયંકર દુખેને ખ્યાલ કરી શરીર પર રાગ કે શત્રુ પર રોષ કરતા નથી. રેગથી વ્યથિત થતા નથી. વૃદ્ધાવસ્થાથી અકળાતા નથી અને મૃત્યુથી ડરતા નથી. આવા મહાભાએ સાચા સુખી છે.
દેવાનુપ્રિય! વીતરાગી તેનો ત્યાગ ને વૈરાગ્ય કેટલી ઉચ્ચ કેટિન હોય છે! ભગવતી સૂત્રમાં જમાલિ કુમારને અધિકાર આવે છે. એ જમાલિકુમાર મહાવીર પ્રભુના સંસાર પક્ષે ભાણેજ થાય ને જમાઈ પણ થાય. જમાલિકુમાર ભગવાનની એક વખત વાણી સાંભળીને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. એમના વૈરાગ્યનું વર્ણન વાંચતા આપણને એમ થાય કે અહાહા.શું બૈરાગ્ય છે ! મહાન રિદ્ધિ સિદ્ધિને ત્યાગ કરી દીક્ષા લીધી. તેમની પત્નીએ પણ દીક્ષા લીધી. દીક્ષા લઈને જમાલિકુમારે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ છેલ્લે એમનું જીવન વાંચીએ ત્યારે આંખમાં આંસુ આવી જાય.
જમાલિ અણગાર ભગવાનને પૂછે છે પ્રભુ! આપની આજ્ઞા હોય તે હું આ શિની સાથે બહાર જનપદમાં વિચરું ! આ સમયે ભગવાન મૌન રહ્યા. કારણ કે ભગવાન તે સર્વજ્ઞ હતા. તે જાણતાં હતાં કે જમાલિને અલગ વિચરવામાં લાભ છે કે નુકશાન? હું એને ના પાડીશ તે રહેવાનું નથી. એટલે ભગવાન મૌન રહ્યા. ગુરૂ તે શિષ્યના લાભાલાભ જઈને આજ્ઞા આપે. ગુરૂની આજ્ઞા ન હોય તે સેંકડે લાભના કારણને પણ વિનયવાન શિષ્ય જતા કરે પણ અવિનીત શિષ્ય સમજતો નથી. તેથી ઘણું કાળ સુધી સંસારમાં રખડે છે. જે રખડવું ના હોય તે ગુરૂની આજ્ઞાનું અવશ્ય પાલન કરવું.
અનાજ દળવાની ઘંટીમાં તમે નજર કરે. જે દાણું ઘંટીના બીલડાને આશ્રય લઈને રહે છે તે પીસાતા નથી. જે ખીલે છોડીને જાય છે તે પીસાઈ જાય છે. તેમ જે જીવને જન્મ મરણરૂપી સંસારની ચક્કીમાં પીસાવું ન હોય તે વીતરાગ પ્રભુની અને સદ્દગુરૂની આજ્ઞારૂપી ખીલાને શ્રદ્ધાપૂર્વક આશ્રય લઈ લે. રોજ પ્રતિક્રમણમાં શું બેલીએ છીએ ! હે પ્રભુ! તે ધર્મ સામિ, તિમિ, રોમિ શ્વામિ પામિ બબુપાણિ મને તારા માર્ગ ઉપર શ્રદ્ધા થઈ છે. તારા માર્ગની પ્રતીતિ થઈ છે. તારે માર્ગ મને રૂ છે. સ્પશ્યો છે. તારા ધર્મની હું પાલન કરું છું. વિશેષ પ્રકારે પાળું છું. જે આ પ્રમાણે અંતઃકરણપૂર્વક બોલતા હો તો શ્રદ્ધાનો દડે બરાબર પકડી રાખજો. આત્મિક શ્રદ્ધાથી ભરેલા જીવનની કિંમત છે. પરદેશથી સરસ ડાયેલવાળી ઘડિયાળ લાવ્યા. પણ જે