________________
શારદા દર્શન પાંડુ રાજાના પુત્રને જોઈને થયેલી ચિંતા - આ તરફ દ્રૌપદીને પરણવા માટે આવેલા કામી રાજાઓનું ચિત્ત ચંચળ બની ગયું હતું બિચારાઓને ઉંઘ પણ આવતી ન હતી. કયારે સવારે પડે ને રાધાવેધ કરીને દ્રૌપદી જેવી પત્ની મેળવી જીવન કૃતાર્થ કરીએ. તેમને માટે રાત્રિને એકેક પ્રહર વર્ષ જેવો થઈ પડયો હતે. પાંડે તે નિરાંતે ઊંઘી ગયા હતા. સૌના મનમાં હતું કે દ્રપદી અમને મળશે. આ તરફ પાંડુરાજાના પાંચ પુત્રોને જોઈને પદરાજાના મનમાં થયું કે આવેલા બધા રાજાઓ અને કુમાર કરતાં તે ચઢી જાય તેવા છે. પણ હવે શું થાય ? મેં જે સ્વયંવર ર ન હોત તે દ્રૌપદી માટે આ કુમારો ગ્યા છે. હવે તે જે રાધાવેધ કરશે તેને આપવી પડશે.
બીજે દિવસે સમયસર સ્વયંવરમંડપમાં સમયસર પધારવા માટે આમંત્રણ આપવા બધા રાજાઓના ઉતારે પદરાજાએ ખાસ દૂતને મોકલ્યા હતાં. એટલે સવાર પડતાં સૌ રાજાએ મનહર આકર્ષક પિશાક પહેરી મોટા મોટા રાજાઓ અને રાજકુમારે સૌ સ્વયંવરમંડપમાં આવી યથાસ્થાને બેસવા લાગ્યા. નીલકાંત મણીથી જડેલાં સુંદર સિહાસન ઉપર પાંડુરાજા બેઠા અને પાંડવે પણ ત્યાં બેઠા. સૂકાયેલાં વૃક્ષના સમુહમાં જેમ કલ્પવૃક્ષ શોભે છે તેમ રાજાઓના સમુહમાં પાંડુરાજા શોભવા લાગ્યા, અને ધનુર્વેદ નિષ્ણાંત વીરરસથી ભરપૂર અર્જુનને જોઈને રાજાએ પિતાના સ્વરૂપને ભૂલી ગયા. આખે સ્વયંવર મંડપ ભરાઈ ગયેને દ્રૌપદીની રાહ જોવાય છે. ઈન્દ્રાણી સમ શોભતી દ્રૌપદીને તેની દાસીઓ શણગાર સજાવે છે. હવે દ્રૌપદી મંડપમાં આવશે, રાજાએ ખૂબ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે. હવે શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૪
વિષય - “ન્દ્રિય વિજેતા બને અષાડ વદ ૬ ને બુધવાર
તા. ૬-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંતજ્ઞાની ભગવતેના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત. અંતગડ સૂત્રના આઠમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં દ્વારકા નગરીમાં ત્રિલેકીનાથ અરિહંત એવા નેમનાથ પ્રભુનું આગમન થયું છે. આવા સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાંતો દ્વારા આપણને સંસારની અસારતાનું ભાન થાય છે, અને સંસાર સુખની તુચ્છતાનો ખ્યાલ આવે છે. સંસાર સુખની કલ્પના કરતાં વિવેકાનંદે પણ કહ્યું છે કે સંસારનું એક અંશ સુખ વીસ ટન દુઃખ ખેંચી લાવે છે. આ સત્ય હકીક્ત આજે નહિ તે કાલે પણ માનવને સ્વીકારવી પડશે.