________________
આનંદઘનનાં વિહારક્ષેત્ર
79 બતાવેલે નિર્ણય લગભગ શંકા વગર સ્વીકારવામાં અડચણ નહિ આવે એમ મારી માન્યતા છે. અત્ર આ વિષય પર વિશેષ વિસ્તાર કરવાનું બની શકે તેમ નથી, કારણ ગ્રંથગૌરવ થઈ જાય તેમ છે, પરંતુ જે મુદ્દો મેં ઉપર જણાવ્યું છે તે માટે ચર્ચા ચલાવવી હોય તે આનંદઘનજીની ભાષા સંબંધમાં તેઓનાં પદ અને સ્તવનામાંથી હજુ ઘણું આંતરિક પુરાવા આપી શકાય તેમ છે અને તેમ કરીને તેઓની ભાષાનું બંધારણ મિશ્ર મારવાડી-હિંદી છે એમ અનેક રીતે સિદ્ધ કરી શકાય તેમ છે. હજુ વિશેષ પૂરાવાની આવશ્યકતા રહેશે તે ભવિષ્યમાં એ વિષય પર વિચારણા કરવાના પ્રસગ જરૂર હાથ ધરવામાં આવશે.
આનંદઘનજીનો વિહાર વિગેરે આનંદઘનજી મહારાજે જે ભાષા પદમાં વાપરી છે તે પરથી તેઓને મૂળ પ્રદેશ અને વિશેષ વિહાર ઉત્તર હિંદમાં હેય એમ જણાય છે. તેઓ બુદેલખડમા જમ્યા હતા એમ બતાવવા માટે નીચેના મુદ્દાઓ આપણે હવે સંગ્રહિત કરી શકીએ.
૧ મારવાડમાં તેઓશ્રી સબંધી ચાલતી દતસ્થાએ. ૨ મેડતામા તેઓના ઉપાશ્રયના નામથી ઓળખાતું ખંડિયર.
૩ પદેની કવચિત્ શુદ્ધ હિન્દુસ્તાની અને કવચિત્ મિશ્ર હિન્દી ભાષા.
૪ સ્તવનેની ભાષામાં અનેક મારવાડી-હિન્દુસ્તાની શબ્દોને છુટથી ઉપયાગ.
પ પદની ભાષામાં સાહજિક રૂપ, વિષયનું પ્રૌઢ દર્શન અને મજબૂત રીતે નિરૂપણ.
૬ સ્તવમાં મિશ્ર પ્રાગ અને ખાસ વાક્યપ્રયેગે.
૭ વાક્યાન્વય કરતાં મારવાડ અને ઉત્તર હિંદ તરફ થતું સ્તવનભાષાનું મડાણ,
૮ ઉખાણું તથા ઘરગથ્થુ શબ્દને સ્તવમાં અલ્પ ઉપચાગ અને તેનું જ પદમાં થયેલું સવિશેષ પ્રાકટ્ય.
૯૯ સ્તવનની ગુજરાતી ભાષામાં થયેલ અનેક લિંગવ્યત્યયે.