________________
188 આનંદઘનજી અને તેને સમય. તેમ જ તદ્દન સાદા વિચારે ગદ્યને બદલે પદ્યમાં મૂકે તે તેની કવિ તરીકે ગણના થતી નથી. આ બંને બાબતમાં આનંદઘનજી બહુ આગળ વધી જાય છે તે તેઓનાં સ્તવને તથા પદે વાંચવાથી જણાશે. સ્તવને એટલાં અસરકારક છે અને પદો એટલાં માર્મિક છે કે એના રહસ્થપર વિચાર કર્યો પછી એ ભૂલી શકાય તેવાં નથી, એક વખત એનું રહસ્ય સમજ્યા પછી કાનમાં અને મગજમાં તેનું આન ચાલે છે અને શાંત અવસ્થામાં તે વિચારવાથી એક એવા પ્રકારને આનંદ આપે છે કે તેને અનુભવ સામાન્ય રીતે થ તદ્દન અસંભવિત છે. અને તેમને વિષય અતિ કઠિન છે અને તેથી તેના અધિકારીઓ સર્વથઈ શકતા નથી તેથી કદાચ સામાન્ય વૈરાગ્યના વિષયવાળાં પદે અથવા તેથી પણ વિશેષ શુગારના વિષયવાળાં કવરેજેટલાં એ પદે પ્રચલિત અથવા લોકપ્રિય ન થાય તે તેમાં કવિ તરીકેની તેમની ગણના ઓછી થતી નથી, પરંતુ પરીક્ષા કરનારના અધિકાર અથવા ઉન્નતિકમમાં રહેલી પ્રગતિની તે નોંધ બતાવે છે. શબ્દોની ઘટના અતિ સુંદર છે, ચગ્ય શબ્દ ચગ્ય પ્રસગપર યથાર્થ રીતે મૂકાયા છે અને તે ભાવગર્ભિત હોવા સાથે ખાસ છાપ પાડનાર હોય તેવા જ આવી ગયા છે, કારણ કે કવિઓ બહુધા હૃદયમાંથી ગાન કરે છે ત્યારે શબ્દો કેષમાંથી શોધી શોધીને લખતા નથી, પણ હૃદયનું ગાન તેમને એવા ગ્ય શબ્દમાં જ નિદર્શન કરાવે છે. આથી તેઓની કવિ તરીકે બહુ ઊંચી ખ્યાતિ છે. આત્માને ઉદ્દેશીને તેને વિશુદ્ધ કરવાના વિશિષ્ટ ઉદ્દેશથી લખાયેલાં પારો અને સ્તુતિગર્ભિત સ્તવને લગભગ રહસ્થજ્ઞાનના ભંડાર છે, ગમાર્ગનાં પગથી છે, સત્ય આદરણીય માર્ગના દર્શક છે અને વિશિષ્ટ પથના પ્રરૂપક, પ્રદર્શક અને પ્રયોજક છે.
આનંદધનના વ્યવહાર વિચારે નવમા સુવિધિનાથના રસ્તાવનામાં દિનચર્યા બતાવતાં મૂર્તિપૂજાને એને જે વિચારે બતાવ્યા છે તે ઘણુ યવહારૂ છે. અંગ અને અગ્ર પૂજાનું સ્વરૂપ બતાવી, છેવટે ભાવપૂજાને દુર્ભાગ્ય અને દુર્ગતિને છેદ કરનાર કહે છે અને ચતુર્થ પ્રતિપતિ પૂજા તેના ખાસ અધિકારીઓ માટે ચાગની પરિસિમા બતાવે છે. આ વ્યવહારુ વિચારે કેટલા ઉપગી છે તે ખાસ